રાજકોટ: રાજકોટ મનપાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ઢેબર રોડ ઉપર આવેલી જ્યુબેલી ચેમ્બર ગ્રાઉન્ડ ફલોર આવેલ રાજુભાઇ ઢોસાવાળાની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ મેંદૂવડા, દાળવડાનો લોટ 15 કિ.ગ્રા. તથા ચટણી 4 કિ.ગ્રા. કુલ મળીને 19 કિ.ગ્રા. જથ્થો વાસી અખાદ્ય મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી.
આ ઉપરાંત જ્યુબેલી ચેમ્બર ગાઉન્ડ ફલોર પર આવેલ રાજુભાઇ ઇડલીવાળાની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ મેંદૂવડા, દાળવડા તથા બાંધેલો લોટનો 7 કિ.ગ્રા. જથ્થો વાસી અખાદ્ય મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા તથા લાયસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી.
સાથે જ ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના સંત કબીર રોડ તથા કોઠારીયા ગામ- રોલેક્ષ રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 39 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 28 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી. તેમજ ખાદ્યચીજોના કુલ 39 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ગોકુલ ગાંઠિયા, જય માતાજી છોલે ભટુરે, આકાશ દાળપકવાન, ગજાનંદ સ્વીટ્સ, ફેમસ વડાપાઉં, દેવાંગી ડેરી ફાર્મ, બોમ્બે સ્ટાઈલ ભેળ, જગદીશ ગાંઠીયા, ક્રિષ્ના દાળપકવાન, મયુર દાળપકવાન, રવેચી હોટલ, ચામુંડા ડેરી & ફરસાણ, બાપાસીતારામ દાળપકવાન, શિવશંકર દાળપકવાન, શિવમ દાળપકવાન, ઠાકરધણી વડાપાઉં, દર્શન દાબેલી, દિલખુશ દાબેલી, બાલાજી ઘૂઘરા, ફૂડ બોક્સ, બિગ બોસ ચાઇનીઝ પંજાબી, રામ વડાપાઉં, શિવ દાબેલી , મહાકાળી પાણીપુરી, શ્યામ ગાંઠિયા, રજવાડી પાઉંભાજી, મુરલીધર સમોસા અને સુરતી ખાવસા પાસે ફૂડ લાઇસન્સ ન હોવા છતાં ખાણીપીણીની ચીજ વસ્તુઓ વેચતા હોવાથી મહાનગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.
રાજકોટ મનપાના દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કુલ 4 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં સંભાર (પ્રિપેર્ડ-લુઝ): સ્થળ- રાજુભાઇ ઇડલીવાળા, જ્યુબેલી ચેમ્બર, (2) સંભાર (લુઝ): સ્થળ- રાજુભાઇ ઢોસાવાળા, (3) ડુંગળી-ગાંઠિયા શાકભાજી (પ્રિપેર્ડ -લુઝ): સ્થળ- બિનાકા ડાઈનિંગ હોલ, નાના મવા મેઇન રોડ, (4)ચોળીની શાકભા (પ્રિપેર્ડ -લુઝ): સ્થળ- બિનાકા ડાઈનિંગ હોલ, નાના મવા મેઇન રોડ પરથી નમુના લેવામાં આવ્યા હતા જેને લેબમાં મોકલી રીપોટ આવ્યા બાદ વધુ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું ફૂડ વિભાગના અધિકારી જણાવ્યું હતું.