ETV Bharat / state

રાજકોટ: પુત્રને સ્તનપાન કરાવતી મહિલા પર દીવાલ પડી, માતા અને 1 વર્ષના બાળકનું કરુણ મોત - RAJKOT NEWS

માતા-પુત્ર પર દિવાલ પડતાં બન્નેના મોત થયા હતા. ઘટનામાં પોલીસે કોન્ટ્રાક્ટર અને ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધ્યો છે.

દુર્ઘટના સ્થળની તસવીર
દુર્ઘટના સ્થળની તસવીર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 28, 2024, 10:26 PM IST

રાજકોટ: રાજકોટના આજી ડેમ પાસેના રામવન પાછળના ભાગે આવેલા સુરભી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં દીવાલ પડતા માતા-પુત્રનાં મોત નીપજયા છે. પોલીસની તપાસમાં સ્પષ્ટ થયું હતું કે, મહિલા તેના બાળકને સ્તનપાન કરાવતી હતી તે સમયે ટ્રેક્ટર ચાલકે રેતી ઠલવી રહ્યો હતો, તે દરમિયાન માતા-પુત્ર પર દિવાલ પડતાં બન્નેના મોત થયા હતા. પોલીસે કોન્ટ્રાક્ટર અને ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધ્યો છે.

શેડના કામમાં દુર્ઘટના
બનાવની મળતી વિગત મુજબ રાજકોટના રામવનના પાછળ આવેલ સુરભી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં કારખાનાના નવા બનતા શેડના કામ વખતે દીવાલ પડતા સીમાબેન (ઉ.21) અને તેમના પુત્ર સાર્થક (ઉ.વ. 1)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવને પગલે જાણ થતા 108 તેમજ આજી ડેમ પોલીસ સ્થળ પર પહોંચી હતી. મહિલા તથા બાળકને મૃત જાહેર કરાતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.

કન્સ્ટ્રાક્શન સાઈટ પર દુર્ઘટના (ETV Bharat Gujarat)

દીવાલ પડતા માતા-પુત્રના મોત
ASI મારવાડિયા સહિતે તપાસ કરતા મૂળ મધ્યપ્રદેશના અને હાલ રાજકોટમાં રહેતા અને મજૂરીકામ કરતા પરિવારની સીમાબેન તેના પુત્રને સાથે લઇ કામ કરી રહ્યા હતા. દરમિયાન આ બનાવ બન્યાનું તેના પરિવારે જણાવ્યું હતું.આજી ડેમ પાસેના સુરભી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં કારખાનાના શેડના નવા બંધાતા બાંધકામના કામ વખતે દીવાલ માથે પડતા માતા અને તેના એક વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. જેથી પોલીસ લોડર ચાલક અને કોન્ટ્રાક્ટર નરેશ ચૌહાણ વિરૂદ્ધ સામે ગુનો નોંધ્યો આવ્યો છે. તો વધુમાં મળતી વિગત મુજબ માતા પુત્રને સ્તનપાન કરાવી રહી હતી ત્યારે આ ઘટના બની હતી.

આ પણ વાંચો:

  1. મહેસાણામાં ભેળસેળિયાઓ સામે ફૂડ વિભાગની લાલ આંખ, દિવાળી પહેલા 1.60 કરોડનો જથ્થો જપ્ત
  2. 'Happy Diwali બા-દાદા' અમદાાવાદ પોલીસ એકલવાયું જીવન જીવતા વડીલોને ત્યાં મીઠાઈ લઈને પહોંચી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.