રાજકોટ: સમગ્ર રાજ્ય જ નહિ પરંતુ સમગ્ર દેશમાં જે દુર્ઘટનાથી ચકચાર મચી ગઈ તે એટલે રાજકોટ ગેમ ઝોન ફાયર એક્સિડેન્ટ. આ આગ અકસ્માતમાં 27 લોકો ઘડીના છઠ્ઠા ભાગમાં બળીને ભડથું થઈ ગયા છે. આ દુર્ઘટના મામલે સરકાર અને પોલીસે કડક વલણ અપનાવીને સત્વરે કાર્યવાહી શરુ કરી દીધી છે. પોલીસે આ ગુનામાં કુલ 6 વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. જેમાંથી 4 આરોપી પહેલા જ પકડાઈ ગયા હતા. આજે પોલીસને 5મા આરોપી કિરીટસિંહ જાડેજાની ધરપકડમાં સફળતા મળી છે.
કુલ 6 વિરુદ્ધ ગુનોઃ પોલીસે આ ગુનામાં કુલ 6 વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. જેમાંથી 4 આરોપી પહેલા જ પકડાઈ ગયા હતા. આજે પોલીસને 5મા આરોપી કિરીટસિંહ જાડેજાની ધરપકડમાં સફળતા મળી છે. ફાયર અધિકારી બી.જે.ઠેબા ને પણ પૂછપરછ માટે બોલાવ્યામાં આવ્યા છે. રાજકોટ PGVCLના ડેપ્યુટી એન્જિનીયરને પણ ક્રાઈમ બ્રાન્ચે હાજર થવા ફરમાન મોકલ્યું છે. એસ.કે.ચૌહાણને પણ ક્રાઈમ બ્રાન્ચની ટીમ લેવા માટે ગઈ હતી. PGVCLના અધિકારીના પણ નિવેદન લેવામાં આવશે. રાજકોટ મહા નગર પાલિકાના પૂર્વ TPO સાગઠીયાને પણ પૂછપરછ માટે બોલવામાં આવ્યા છે.
આરોપી ધવલની ધરપકડ આબુ રોડથી કરાઈઃ રાજકોટ ગેમિંગ ઝોનની ઘટના બાદ ફરાર થઈ ગયેલા આરોપી ધવલભાઈને સોમવારે પાલનપુર ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાજસ્થાન પોલીસની મદદથી આબુ રોડ પરથી પકડી પાડ્યો હતો. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આરોપી અકસ્માત બાદથી ફરાર હતો. તે જ સમયે, ગુજરાત પોલીસ સતત આરોપીના લોકેશનને ટ્રેસ કરી રહી હતી. દરમિયાન આરોપીનું લોકેશન આબુ રોડ પર મળતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
જનતાનો ગુસ્સો સાતમા આસમાનેઃ એક તરફ મૃતકોના મૃતદેહને મેળવવા માટે તેમના પરિવારો ઝઝૂમી રહ્યા છે બીજી તરફ ઘણા પરિવારો પોતાના લાપતા સભ્યોની માહિતી માટે મથામણ કરી રહ્યા છે. આટલા દિવસથી કોઈપણ યોગ્ય માહિતી ન મળતા અને યોગ્ય કાર્યવાહી ન થતાં જનતાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો છે.