રાજકોટ: રાજકોટ અગ્નિકાંડ મામલે હવે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ રાજકોટ પોલીસની સાથે હવે એન્ટી કરપ્શન બ્યુરો પણ તપાસમાં લાગી છે, ગુરૂવારની સવારથી જ એન્ટીકરપ્શન બ્યુરોની અલગ-અલગ 5 ટીમોએ રાજકોટ શહેરમાં આરોપી અધિકારીઓના નિવાસ સ્થાનથી લઈને તેમની ઓફિસોમાં તપાસ શરૂ કરી હતી.
રાજકોટ અગ્નિકાંડમાં એસીબીની તપાસ: રાજકોટ અગ્નિકાંડ મામલે હવે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ રાજકોટ પોલીસની સાથે હવે એન્ટી કરપ્શન બ્યુરો પણ તપાસમાં લાગી છે, ગુરૂવારની સવારથી જ એન્ટીકરપ્શન બ્યુરોની અલગ-અલગ ટીમોએ રાજકોટ શહેરમાં મુખ્ય ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા અને ફાયર ઓફિસર ઠેબાના નિવાસસ્થાન અને અન્ય જગ્યા પર તપાસ અને સર્ચ હાથ ધરી હતી. 24 કલાકની તપાસ અને ઓપરેશન બાદ રાત્રીના સમયે એસીબીની ટીમોએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જેને આરોપી તરીકે દર્શાવાયા છે તે અધિકારીની ઓફિસમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
ACBની પાંચ ટીમો દ્વારા કાર્યવાહી: એન્ટી કરપ્શન બ્યૂરોની અલગ-અલગ પાંચ ટીમો દ્વારા રાજકોટ શહેર અને કોર્પોરેશનમાં સર્ચ ઓપરેશનનો ધમધમાટ ચાલી રહ્યો છે. વડી કચેરી દ્વારા પણ એસીબીને ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા અને મુખ્ય ફાયર ઓફિસર આઈ.વી.ખેર સામે આવક કરતા વધુ સંપત્તિના કિસ્સામાં તપાસ કરવાની મંજૂરી પણ મળી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. સમગ્ર આગકાંડમાં હવે ધીમે ધીમે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ગ 1ના અધિકારીઓ વિરુદ્ધ કાયદાની સાથે હવે કરપ્શનનો શકંજો પણ કસાઈ રહ્યો છે
આગામી દિવસોમાં વધુ કેટલાક ખુલાસાની શક્યતા: રાજકોટ અગ્નિકાંડમાં રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલી ખાસ તપાસ ટીમની સાથે રાજકોટ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસ કરી રહી છે, હવે તેમાં એન્ટી કરપ્શન બ્યુરોની ટીમો પણ કામે લાગતા સમગ્ર મામલામાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલાક અધિકારીઓ વિરુદ્ધ આવક કરતા અનેક ગણી સંપત્તિ એકઠી કરી હોવાના આક્ષેપો પણ લાગી રહ્યા છે. આવા સમયે આગામી દિવસોમાં એન્ટીકરપ્શન બ્યુરો દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતા અને કરી ચૂકેલા વધુ કેટલાક અધિકારીના નિવાસ્થાને કે અન્ય સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી.