ETV Bharat / state

ગોંડલમાં બે બાળકોના મોત, ચાંદીપુરા વાયરસની આશંકા વચ્ચે આરોગ્ય તંત્ર દોડતું થયું - Chandipura virus - CHANDIPURA VIRUS

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રાણસીકી ગામે ખેતમજૂરી કરતા પરપ્રાંતિય મજૂર પરિવારના બે બાળકોને ઝાડા ઉલ્ટી થયા હતા. જે બાદ બંને બાળકોના મોત નિપજતા ચાંદીપુરા વાયરસની આશંકા સાથે સેમ્પલ લઈ પુના લેબોરેટરીમાં મોકલાયા છે. જાણો વિગતો આ અહેવાલમાં...

ગોંડલમાં બે બાળકોના મોત
ગોંડલમાં બે બાળકોના મોત (ETV Bharat Reporter)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 24, 2024, 7:14 AM IST

રાજકોટ : ગોંડલ તાલુકાના રાણસીકી ગામે ખેતમજૂરી કરતા પરપ્રાંતિય મજૂર પરિવારના બે બાળકોને ઝાડા ઉલ્ટી થયા હતા. જે બાદ બંનેનું મોત નીપજતા ચાંદીપુરા વાયરસની આશંકા સાથે સેમ્પલ લઈ પુના લેબોરેટરીમાં મોકલાયા છે. આ બનાવના પગલે રાણસીકી દોડી ગયેલા આરોગ્ય વિભાગે ગામમાં DDT નો છંટકાવ સહિત આરોગ્યલક્ષી પગલાં હાથ ધર્યા હતા.

ગોંડલમાં બે બાળકોના મોત, ચાંદીપુરા વાયરસની આશંકા (ETV Bharat Reporter)

ગોંડલમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી : ગોંડલ રાણસીકીમાં જીતેન્દ્રભાઈ મનસુખભાઈ કાછડીયાની વાડીએ છેલ્લા આઠ-દસ દિવસથી મધ્યપ્રદેશથી ખેતમજૂરી કરવા શ્રમિક પરિવાર આવ્યો હતો. આ પરિવારના છ માસના માહીર મનોજભાઈ કરાટેને બે દિવસ પહેલા ઝાડા ઉલ્ટી થયા હતા. જેથી બાળકને સારવાર અર્થે પ્રથમ ગોંડલ અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

બે બાળકના દુઃખદ મોત : બીજી તરફ અન્ય અર્ચના નાનાભાઈ નામની બે માસની બાળકીને પણ ઝાડા ઊલટીની સમસ્યા થઈ હતી. કમનસીબે બાળકીને સારવાર મળે તે પહેલા જ મોત નીપજતા શ્રમિક પરિવારમાં હડકંપ મચી જવા પામ્યો હતો. ચાંદીપુરા વાયરસને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃતક બાળકના સેમ્પલ લઈ પરીક્ષણ માટે ગાંધીનગર અને પુના લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.

આરોગ્ય વિભાગની કામગીરી : ચાંદીપુરા વાયરસની શંકાને લઈને દેરડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ ઉપરાંત બ્લોક હેલ્થ ઓફિસર ડો. ગોયલ રાણસીકી દોડી ગયા હતા. ડો. ગોયલે જણાવ્યું કે, સંભવિત માહીર નામના બાળકને ચાંદીપુરા વાયરસની અસરો હોઈ શકે, પરંતુ લેબ પરીક્ષણ બાદ સાચી ખબર પડે. ચાંદીપુરા વાયરસ હોવાનું ચોક્કસ કહી ન શકાય. રાણસીકીમાં બે માસુમ બાળકોના મૃત્યુને લઈને હરકતમાં આવેલા આરોગ્ય વિભાગે તાલુકામાં આગમચેતીના પગલા શરુ કર્યા છે.

  1. રાજકોટમાં ચાંદીપુર વાઇરસને લીધે વધુ એક બાળકનું મોત, એક બાળક સારવારમાં
  2. ઉપલેટાની કન્યા શાળામાં વરસાદી પાણી ઘૂસ્યું, વિદ્યાર્થિનીઓ બની ચિંતાતૂર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.