રાજકોટઃ પોલીસના EOW વિભાગની મોટી કાર્યવાહી કરીને કમિશન લઈ રૂપિયાની હેરાફેરી કરનાર 2 શખ્સો કરોડો રૂપિયા સાથે ઝડપી લીધા છે. પોલીસે શ્રૌફ પેઢી માંથી 2.14 કરોડની રોકડ જપ્ત કરી છે. નાના મૌવા રોડ પર આવેલ 9 સ્કવેર બિલ્ડીંગમાં શ્રૌફ પેઢી માંથી રોકડ જપ્ત કરવામાં આવી છે. ટેક્સ ચોરી માટે બ્લેકમની માંથી વ્હાઇટ મની કરવાનું કૌંભાડ હોવાની શક્યતા પોલીસને જણાઈ રહી છે.
ઈન્કમટેક્સ વિભાગને જાણ કરાઈઃ રાજકોટ આર્થિક ગુન્હા નિવારણ શાખા દ્રારા 2 અલગ અલગ સ્થળોએથી આ રકમ કબ્જે કરવામાં આવી છે. જેમાં બેડી ચોકડીથી બેડી તરફથી કારમાં 90 લાખ રૂપિયા રોકડા અને 9 સ્કવેર બિલ્ડીંગના છઠ્ઠા માળે આવેલી ઓફિસ માંથી 1.24 કરોડ રૂપિયા કબ્જે કરાયા. નિલેશ ભાલોડી અને જયસુખ ફેફર નામના 2 શખ્સોની પોલીસે અટકાયત કરીને પુછપરછ શરૂ કરી છે. હાલમાં જાણવા જોગ ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે ઈન્કમટેક્સ વિભાગને પણ જાણ કરી છે.
પકડાયેલા આરોપીઓ અન્ય રાજ્યમાં માલ વહેંચી કૌભાંડ આચરતા હતા. આરોપીઓ 1 લાખે 550 કમિશન લેતા હતા. અનેક બેંકોમાં આરોપીઓના ખાતા છે. 2.14 કરોડ ખાતામાં જમાં થયા હતા બાદમાં તેઓ સેલ્ફના ચેક આપી રોકડ રકમ ઉપાડી કૌભાંડ કરતા હતા. પોલીસ દ્વારા હાલ વધુ પૂછપરછ ચાલી રહી છે...ડો.પાર્થરાજસિંહ ગોહિલ (ડીસીપી, રાજકોટ)