રાજકોટ: યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. BBAના બીજા વર્ષમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી દ્વારા બુધવારના રોજ ઘરે કોઈ હાજર ન હોતું તે સમયે તેણે આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. વિદ્યાર્થીએ આપઘાત ઓનલાઇન સટ્ટામાં રૂપિયા હારી જવાના કારણે કર્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા સમગ્ર મામલે મૃતકનો ફોન કબજે કરવામાં આવ્યો છે. તેમજ સાથે સાથે જ મૃતકના ફોનને પરીક્ષણ અર્થે એફએસએલમાં મોકલવામાં આવશે.
પરિવારમાં શોકનો માતમ છવાયો: મીડિયા સાથેની વાતચીતમાં મૃતકના પિતાએ જણાવ્યું હતું કે, 'માતા પિતાએ પોતાના બાળકોનું આજના યુગમાં સવિશેષ ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને પોતાના બાળકોને ઓનલાઈન રૂપિયા આપવાની જગ્યાએ તેમને જરૂરીયાત હોઈ તેટલા રૂપિયા જ આપવા જોઈએ. મારો દિકરો ઓનલાઇન સટ્ટો રમતો હતો તે બાબતથી પરિવારજનો અજાણ હતા. તેમજ પોતે આત્મહત્યા સુધીનું પગલું ઓનલાઇન સટ્ટામાં હારી જવાના કારણે ભરવા જઈ રહ્યો છે તે બાબત અંગે પણ પરિવારજનો સાથે કોઈ વાતચીત નહોતી કરી.'
રાજકોટ ACP રાધિકા ભારાઈએ ઘટના અંગે જણાવ્યું હતું કે,'બનાવ સંદર્ભે મૃતકનો મોબાઈલ ફોન પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે. કબજે કરવામાં આવેલા મોબાઈલ ફોનને પરીક્ષણ અર્થે એફએસએલમાં મોકલવામાં આવશે. વિદ્યાર્થી કેટલા સમયથી ઓનલાઈન સટ્ટાના રવાડે ચડ્યો હતો તે સહિતની વિગતો હાલ મેળવવામાં આવી રહી છે. કઈ એપ્લિકેશનના માધ્યમથી તે કેટલા રૂપિયા હારી ચૂક્યો છે તે બાબતે પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે. તો સાથો સાથ આજના માતા પિતાને પણ વિનંતી છે કે તે કોઈ શકના માધ્યમથી નહીં પરંતુ પોતાના બાળકોની સેફ્ટીના કારણે સમયાંતરે તેમના ફોન ચેક કરતા રહેવા જોઈએ, જેથી તેમના બાળકો તેમના મોબાઈલ ફોનમાં શું કરી રહ્યા છે તે બાબતની જાણ તેમના માતા-પિતાને પણ યોગ્ય સમયે થાય.'
આ પણ વાંચો: