રાજકોટઃ આજે રાજકોટના મહેમાન બન્યા છે બોલીવૂડ સિંગર શ્રીશાન વાડેકર. ઈટીવી ભારતે શ્રીશાન વાડેકર સાથે કરી છે એક્સકલુઝિવ વાતચીત. ઈટીવી ભારતે રાજકોટવાસીઓ અને ગુજરાતીઓ વિશે, ગુજરાતી ફૂડ વિશે તેમજ અન્ય વિષયો પર શ્રીશાન વાડેકરના વિચારો જાણ્યા છે.
સ્પેશિયલ મ્યૂઝિકલ નાઈટ: આવતીકાલે 26મી જાન્યુઆરી છે. 26 જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ રાજકોટ મહા નગર પાલિકા દ્વારા ખાસ મ્યૂઝિકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં બોલીવૂડના સુપ્રસિદ્ધ સિંગર શ્રીશાન વાડેકર પર્ફોર્મ કરવાના છે. શ્રીશાન વાડેકર આજે રાજકોટ વાસીઓને પોતાના અવનવા સોંગ્સ સાથે મોજ કરાવશે. આ કાર્યક્રમ માટે શ્રીશાન વાડેકરની ટીમે ખૂબ જ તૈયારીઓ કરી છે. આજના કાર્યક્રમ માટે અમે એક ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. જેમાં નવા અને જૂના એમ બંને પ્રકારના ગીતો રાજકોટ વાસીઓ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવશે. શ્રીશાન વાડેકર અને તેમની ટીમને આશા છે કે રાજકોટ વાસીઓને આ કાર્યક્રમમાં ખૂબ જ મજા આવશે. શ્રીશાન વાડેકરે ઈટીવી ભારતને જણાવ્યું કે, હું અગાઉ રાજકોટનો મહેમાન બની ચૂક્યો છું. મેં રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે પર્ફોર્મ કર્યુ હતું. આજનો કાર્યક્રમ રેસકોર્સ ખાતે યોજાવાનો છે. મને ગુજરાતીઓ અને રાજકોટવાસીઓ બહુ ગમે છે.
ગુજરાતી ફૂડના શોખીનઃ ઈટીવી ભારતે ગુજરાતી ફૂડ વિશે પુછતા શ્રીશાન વાડેકરે પોતાની પત્ની ગુજરાતી હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, મારા ઘરમાં પણ અવારનવાર ગુજરાતી ફૂડ આઈટમ બનતી રહે છે અને મને ગુજરાતી ફૂડ બહુ ભાવે છે. જ્યારે પણ હું રાજકોટ આવું છું ત્યારે ગુજરાતી થાળી અને મીઠાઈની મજા માણું છું.
મારા વાઈફ ગુજરાતી છે અને મારા ઘરમાં પણ ગુજરાતી ફૂડ આઈટમ્સ બનતી રહે છે. હું રાજકોટ આવું છું ત્યારે ખાસ ગુજરાતી થાળી અને મીઠાઈની મજા માણું છું. હું અગાઉ પણ રાજકોટ આવી ચૂક્યો છું. મેં અગાઉ હેમુ ગઢવી હોલમાં પર્ફોર્મ કર્યુ હતું. મને રાજકોટ અને રાજકોટવાસીઓ બહુ ગમે છે...શ્રીશાન વાડેકર(સિંગર,બોલીવૂડ)