રાજકોટ: શહેરના જંકશન વિસ્તારમાં સિંધી કોલોનીમાં આવેલી જલારામ બેકરી પાસે બ્લાસ્ટ થયો હતો. જેને પરિણામે સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ ઘટના દરમિયાન બેકરીમાં કામ કરતાં 2 શ્રમિકોને ઈજા થઇ હતી. પરિણામે સારવાર માટે આ બંને ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટના મુદ્દે ફાયર અધિકારી અમિત દવેએ જણાવ્યું હતું કે, "આગ કયા કારણોસર લાગી તે તપાસનો વિષય છે. હાલ 2 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત હતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કોઈ મૃત્યુની ઘટના બની નથી. FSLની ટીમ તપાસ કરી રહી છે. ગેસની લાઈન લીકેજ નથી. GSPC દ્વારા કામ અટકાવી દેવામાં આવ્યુ છે. પરિસ્થિતિ સામાન્ય થતા રીપેરીંગ શરૂ કરી દેવામાં આવશે."
તેમણે વધુમાં ઉમેયું હતું કે, "આગ લાગ્યાની ઘટનાનો ફોન આવતા બે ફાયર ફાઈટર સાથે અમે અહીં પહોંચી ગયા હતા અને થોડા સમયમા જ આગ બુઝાવી લીધી હતી. બાજુમાં ગેસ લાઈન લીકેજ હોવાથી તેનું હાલ રીપેરીંગ કરવામાં આવી રહ્યું છે."
આ પણ વાંચો: