ETV Bharat / state

'મેં તમારી હોટલમાં બોમ્બ મૂક્યો છે...' રાજકોટની 10 નામાંકીત હોટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી - BOMB BLAST THREAT IN RAJKOT

રાજકોટ શહેરમાં આવેલી 10 જેટલી નામાંકિત હોટલોમાં બોમ્બ મૂક્યો હોવાનો ઈમેઇલ બપોરના 12:45 વાગ્યાના અરસામાં હોટલ માલિકોને મળ્યો હતો.

ધમકી મળતા હોટલોમાં તપાસ હાથ ધરાઈ
ધમકી મળતા હોટલોમાં તપાસ હાથ ધરાઈ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 26, 2024, 5:23 PM IST

રાજકોટ: હાલમાં જ દેશભરમાં ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેઈલની ઘટનાઓ સામે આવી રહી છે. આ વચ્ચે હવે રાજકોટ શહેરની હોટલમાં બોમ્બ મૂક્યો હોવાનો ઇમેઇલ મળતા પોલીસ દોડતી થઈ હતી. જોકે તપાસના અંતે કોઈ શંકાસ્પદ વસ્તુઓ ન મળતા પોલીસ સહિત હોટલ માલિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

હોટલ માલિકોએ બોમ્બની ધમકીની પોલીસને જાણ કરી (ETV Bharat Gujarat)

બપોરે હોટલ માલિકને મળ્યો હતો ઈ-મેઇલ
રાજકોટ શહેરમાં આવેલી 10 જેટલી નામાંકિત હોટલોમાં બોમ્બ મૂક્યો હોવાનો ઈમેઇલ બપોરના 12:45 વાગ્યાના અરસામાં હોટલ માલિકોને મળ્યો હતો. રાજકોટ શહેરની ઇમ્પિરીયલ પેલેસ હોટલ, ભાભા હોટલ, ધ ગ્રાન્ડ રેજન્સી સહિતની હોટલમાં બોંબ મૂક્યો હોવાની જાણ કરવામાં આવી હતી. હોટલ માલિકોને મળેલા ઈમેઇલમાં લખવામાં આવ્યું હતું કે, "મેં તમારી હોટલના તમામ સ્થળો પર બોમ્બ મુક્યો છે. બોમ્બ થોડાક જ કલાકોમાં ફૂટતા અનેક માસુમ લોકો આજે પોતાની જિંદગી ગુમાવશે. જલ્દી કરો અને તાત્કાલિક અસરથી હોટલને ખાલી કરો" આ પ્રકારનો મેસેજ ઇમેઇલમાં લખવામાં આવ્યો હતો.

પોલીસ તપાસમાં કંઈ શંકાસ્પદ ન મળ્યું
સમગ્ર મામલાની જાણ રાજકોટ શહેર પોલીસને થતા તાત્કાલિક અસરથી રાજકોટ શહેરની જુદી જુદી સ્થાનિક પોલીસની ટીમ, ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ સહિતની ટીમ દ્વારા ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જો કે ચેકિંગની કાર્યવાહી દરમિયાન રાજકોટ શહેર પોલીસને તપાસમાં કંઈપણ શંકાસ્પદ વસ્તુઓ મળી નહોતી આવી. તો બીજી તરફ પોતપોતાની હોટલમાંથી કોઈ પણ જાતની બોમ્બ જેવી વાંધાજનક વસ્તુ નહીં મળી આવતા હોટલ માલિકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચો:

  1. સુરતમાં નબીરાએ કર્યા કાર સ્ટંટ, વીડિયો વાયરલ થતાં જ પોલીસે કરી કાર્યવાહી
  2. ગોંડલ સ્ટેટના મહારાજા ભગવતસિંહજીની 159 મી જન્મજયંતિ, ગોંડલ મહારાજાને ભાવાંજલી અર્પણ કરાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.