રાજકોટ: વીરપુર પંથકમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના મોઢામાં આવેલ કોળિયો છીનવાઈ ગયો છે. પાક તૈયાર થવાની તૈયારીમાં હતો ત્યારે જ એકસાથે વરસાદ ખાબકતા તુવેર, મરચી, ડુંગળી, કપાસ તેમજ મગફળીનો ઉભો પાક વધુ પડતા વરસાદને કારણે બળી ગયો છે. જેથી સરકાર દ્વારા તાત્કાલીક પાકનું સર્વે કરાવી સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
ચાલુ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રમાં 100 ટકા કરતા વધુ વરસાદ વરસ્યો છે. અને મોટા ભાગનો વરસાદ બે દિવસના સમયગાળામાં જ પડતા ખેડૂતોના ઉભા પાકમાં પાણી ચડી ગયું છે, જેથી તૈયાર થયેલ પાક બળી ગયો છે.
ખેડૂતોએ પોતાની વ્યથા રજૂ કરતા જણાવ્યું કે, "મરચીના પાકનું વિધે પંદરથી વિસ હજાર રૂપિયાનો ખર્ચ કરી વાવેતર કરેલ હતું. અને પાકની માજવતના પગલે પાક લગભગ તૈયાર થવાની તૈયારીમાં હતો, ત્યાં અતિવૃષ્ટિ થતા ખેતરોમાં પાણી ભરાઇ ગયા જેના કારણે ઉભા પાક પર પાણી ચડી ગયા. જે પાક લણવાનો હતો તે નજર સામે સુકાવા લાગ્યો."
સરકાર દ્વારા હજુ સર્વે કરવાના અણસાર નથી: મરચીના પાક જેવી જ પરિસ્થિતિ તુવેર, ડુંગળી, કપાસ અને મગફળીની પણ થઈ છ. એકબાજુ પાક અતિવૃષ્ટિને કારણે ખેતરોમાં સુકાય ગયો છે તો બીજી તરફ જે પાક થશે તેનાથી મજૂરીનું વળતર પણ મળે તેમ નથી. આવી પરિસ્થિતિમાં સરકાર દ્વારા હજુ સર્વે કરવાના પણ ઠેકાણા નથી. જેના કારણે ખેડૂતોમાં ખૂબ હતાશા ફેલાય છે. હવે આ પાક કાઢી બીજા પાકનું વાવેતર પણ કરે તો શિયાળું પાકનું વાવેતર ન કરી શકે. જેથી સરકાર દ્વારા તાત્કાલિક સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે અને વિધે પંદરથી વિસ હજારની સહાય ચૂકવે તો જ ખેડૂત શિયાળું અને અન્ય પાકનું સારી રીતે વાવેતર કરી શકે તેવું સામે આવ્યું છે.
આ પણ વાંચો: