ETV Bharat / state

રાજકોટમાં મેઘરાજાની મેહરને લીધે 'કહી ખુશી તો કહી ગમ'ના દ્રશ્યો જોવા મળ્યા - Rain Updates Rajkot - RAIN UPDATES RAJKOT

ભારે વરસાદ અને તેની આગાહીને જોતા રાજકોટની ધરોહર સમાન એવો લોકમેળો રદ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ તરફ આજી ડેમ ઓવરફ્લો થતા રાજકોટવાસીઓ રાજીના રેડ થઈ ગયા છે. હાલ વરસાદને કારણે ક્યાંક ખુશી તો ક્યાંક દુખદ અહેવાલો સામે આવ્યા છે.... - Rain Updates Rajkot

રાજકોટમાં મેઘરાજાની મેહર
રાજકોટમાં મેઘરાજાની મેહર (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 27, 2024, 7:47 PM IST

રાજકોટ: રાજકોટમાં ગત રાતના 12 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધીમાં મુશળધાર 12 ઈંચ વરસાદ પડ્યો છે. જેમાં શહેર ઘણી જગ્યાએ પાણી ભરાયા છે. આથી લોકોને ઘણી મુશ્કેલીઓ પણ પડી રહી છે. બપોર બાદ મેઘરાજાએ વિરામ લેતા ધીમે ધીમે પાણી ઓસરવાનું શરૂ થયું હતું. રાજકોટની જીવાદોરી સમાન આજીડેમ ઓવરફ્લો થતા આજીએ ફરી એક વખત રાજકોટવાસીઓને રાજી કરી દીધા છે. તો બીજી તરફ રાજકોટ શહેર તથા જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદ તેમજ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને પગલે ધરોહર લોકમેળો આજથી રદ કરવામાં આવ્યો છે તથા સ્ટોલ ધારકોએ ભરેલી રકમ તેમજ ડિપોઝિટની રકમ 100 ટકા પરત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી દ્વારા લોકહિતને ધ્યાનમાં રાખીને મેળો રદ કરવાનો આદેશ આપતા રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા આજથી મેળો કેન્સલ કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે. રાજકોટમાં વર્ષો બાદ એવું પ્રથમ વખત બન્યું હશે કે, વરસાદને કારણે મેળો રદ કરવો પડ્યો હોય.

રાજકોટમાં મેઘરાજાની મેહર (Etv Bharat Gujarat)

રાજકોટમાં કેટલો થયો વરસાદઃ રાજકોટ મહાનગરપાલિકાની જાહેર કરાયેલા આંકડા મુજબ, શહેરમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 11.81 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે જ્યારે આ સાથે જ સિઝનનો કુલ વરસાદ 37.25 ઇંચ થઈ ગયો છે. જેમાં આજની વાત કરવામાં આવે તો શહેરમા આજે સવારે 6 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં 7 ઈંચ, વેસ્ટ ઝોનમાં પોણા 5 ઈંચ અને ઈસ્ટ ઝોનમાં 6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

મ્યુનિસિપલ કમિશનર પણ ફિલ્ડમાં જોવા મળ્યાઃ શહેરમાં અતિભારે વરસાદને પગલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાવચેતીના વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત લોકોનું રેનબસેરા અને શાળાઓ ખાતે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. ગત મધરાત બાદથી શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી કુલ 1299 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમજ આ તમામ લોકો માટે ફૂડ પેકેટ્સ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ અસરગ્રસ્તોનું નજીકની શાળાઓ અને રેનબસેરામાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. સાથે સાથે મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ લોકોની જુદી જુદી ફરિયાદોના નિકાલ માટે સતત ફિલ્ડમાં છે. ભારે વરસાદ અને પવનને કારણે કુલ 61 વૃક્ષો ધરાશાયી થયા હતા. જેને ગાર્ડન શાખા દ્વારા દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી અને જુદા-જુદા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની કુલ 33 ફરિયાદોનો મહાનગરપાલિકા દ્વારા JCB સહિતના વાહનોની મદદથી નિકાલ કરવામાં આવ્યો છે. હાલમાં પણ આ કામગીરી યથાવત્ છે.

ડૂબી જવાથી એક વ્યક્તિનું મોતઃ રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષ તથા શહેર-1 પ્રાંત અધિકારી ચાંદની પરમારે જણાવ્યું હતું કે, રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે લોકમેળો 24 થી 28 ઓગસ્ટ દરમિયાન યોજવામાં આવ્યો હતો. પરંતુ પ્રવર્તમાન સમયમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તેમજ હવામાન ખાતાની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ ભારે વરસાદ પડવાની ચેતવણી છે. આથી લોકોની સલામતીના હેતુસર આજે 27મી ઓગસ્ટથી ધરોહર લોકમેળો રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોકમેળાના આયોજન માટે મંડપ, ઇલેક્ટ્રિકલ વાયરિંગ તથા અન્ય ખર્ચાઓ મળીને કુલ મળીને આશરે રૂપિયા 2 કરોડ જેવો ખર્ચો થયો છે. જેની દરકાર કર્યા વિના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ઉદાર નિર્ણય મુજબ, સ્ટોલધારકોએ ભરેલી ભાડાની 100 ટકા રકમ તથા ડિપોઝિટની 100 ટકા રકમ લોક હિતમાં પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો રાજકોટમાં ભક્તિનગર વિસ્તારમાં આવતા લલુડી વોકળામા ડૂબી જવાથી અશ્વિન તન્ના નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું. રાજકોટના રામનાથપરા વિસ્તારમાં આવેલ રામનાથ મહાદેવ નજીક આજી નદીના વેહહનું પાણી ભરતા તેમજ આજુબાજુના વિસ્તારમાં પણ પાણી ભરતા પોલીસ, RMC અને સ્થાનિકો લોકોની મદદથી ઘણા લોકોને પાણી બહાર કાઢવામાં આવ્યા હતા ત્યાં ગોઠણ દુબ પાણી હતા અને ઘરોમાં પાણી ઘુસ્યા હતા.

  1. ગુજરાતમાં ભારે વરસાદને પરિણામે રાહત-બચાવ-આપત્તિ વ્યવસ્થાપનઃ જળાશયો 70%થી વધુ ભરાતા હાઈ એલર્ટ - Central allotted 6 columns of army
  2. ગુજરાત પર હજી ત્રણ દિવસ વરસાદનો ખતરો: હવામાન વિભાગ - Gujarat Rain Update

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.