ETV Bharat / state

પોરબંદરના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ગેરકાયદેસર ખનન પર દરોડા, 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત - PORBANDAR CRIME MINES MINRAL - PORBANDAR CRIME MINES MINRAL

પાતા,બળેજ અને ખાંભોદર ગામે સિમ વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતા ખનન પર તંત્રના દરોડા મુદામાલ કબજે, સમગ્ર મુદામાલ પ્રાંત અધિકારીની ટીમે ખાણખનિજ વિભાગને આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવી છે.

Etv Bharatપોરબંદરના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ગેરકાયદેસર ખનન પર દરોડા
Etv Bharatપોરબંદરના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ગેરકાયદેસર ખનન પર દરોડા (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 19, 2024, 7:19 PM IST

પોરબંદર: જિલ્લાની દરીયાઇપટ્ટીમાં ખૂબ વિશાળ પ્રમાણમાં બિલ્ડીંગ લાઇમ સ્ટોન ખનીજ મળી આવતું હોય, આવા ખનીજનું ગેરકાયદેસર ખનન તથા ગેરકાયદેસર રીતે થતા ખનીજની હેરફેરને અટકાવવા કલેકટર પોરબંદરની સુચના અને માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી પોરબંદર તથા તેમની ટીમ તેમજ મામલતદાર પોરબંદર(ગ્રામ્ય) તથા તેમની ટીમ દ્વારા સંયુક્ત રીતે દરોડા પાડતા અલગ અલગ સ્થળોથી ગેરકાયદેસર ખનન ઝડપ્યું હતું.

ગેરકાયદેસર ચાલતા ખનન કાર્યને પકડી કાર્યવાહી: તા.13/5/24ના રોજ પાતાના સીમ વિસ્તારમાં આવા ગેરકાયદેસર ચાલતા ખનન કાર્યને પકડી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં સરકારી ખરાબામાં તદ્દન ગેરકાયદેસર ચાલતા સ્થળ ઉપર દરોડા પાડતા કુલ-2 ટ્રેકટર તથા કુલ-3 પથ્થર કટીંગ ચકરડી મશીન, તથા કુલ-1 જનરેટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.

બળેજની સીમ માં બે અલગ-અલગ સ્થળો પર દરોડા: તા. 14/5/24ના રોજ બળેજની સીમ માં બે અલગ-અલગ સ્થળો પરથી આવા ગેરકાયદેસર ચાલતા ખનન કાર્યને પકડી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં સરકારી ખરાબામાં તદ્દન ગેરકાયદેસર ચાલતા બે અલગ-અલગ સ્થળો ઉપર દરોડા પાડતા કુલ-11 પથ્થર કટીંગ ચકરડી મશીન, 2- ટ્રેકટર, 1-ટ્ર્ક, 1-જનરેટર સહિતનો મુદ્દામાલ જ્પ્ત કરવામાં આવેલ છે.

મામલતદાર પોરબંદર ગ્રામ્ય તથા તેમની ટીમ દ્વારા કાર્યવાહી: તેમજ પ્રાંત અધિકારી પોરબંદરની દેખરેખ હેઠળ મામલતદાર પોરબંદર ગ્રામ્ય તથા તેમની ટીમ દ્વારા તા.2/5/2024ના રોજ ખાંભોદર સીમમાંથી ગેરકાયદેસર ચાલતા માટીના ખનન કાર્યને પકડી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં તદન ગેરકાયદેસર ચાલતા માટીના ખનનના સ્થળ પર દરોડા પાડતા 1 હિટાચી મશીન તથા 2 ટ્રેકટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.

1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત: આમ ઉક્ત તમામ મુદ્દામાલ મળીને અંદાજે રકમ રુપિયા 90 લાખથી થી 1 કરોડનો મુદામાલ જપ્ત કરી આગળની ધોરણસરની કાર્યવાહી માટે ખાણ ખનીજ ખાતાને સોંપવામાં આવેલ છે. ઉપરાંત માપણીની પ્રક્રિયા પણ ચાલુ હોય પૂર્ણ થયા બાદ જે તથ્યો ખુલશે તે મુજબ, આગળની કડક શિક્ષાત્મક તથા દંડનીય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત આવી ગેરકાયદે ખનનની પ્રવૃતિ પર અંકુશ લાવવા માટે આ પ્રકારની કાર્યવાહી આગળ ઉપર પણ કરવામાં આવનાર છે તેમ નાયબ કલેકટર પોરબંદરની યાદીમાં જણાવાયું છે

  1. વલસાડની 36 મદરેસામાં શિક્ષણ વિભાગે સરકારી માપદંડો મુજબ, પ્રાથમિક સુવિધાની કરાઇ તપાસ - Education Dept inspected madrasas

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.