ETV Bharat / state

Surat: દુબઈ ખાતે ચાઈનીઝ કંપનીને પ્રિ-એક્ટિવ સીમકાર્ડ મોકલવાના રેકેટનો પર્દાફાશ, સુરતથી 192 સીમકાર્ડ સાથે બે લોકોની ધરપકડ - ગેરકાયદે સીમકાર્ડ મોકલવાનું રેકેટ

SOGએ દુબઈ ખાતે ચાઈનીઝ કંપનીને પ્રિ-એક્ટિવ સીમકાર્ડ મોકલવાના રેકેટનો પર્દાફાસ કર્યો છે. સુરતથી દુબઈની ફ્લાઈટ પકડે તે પહેલાં 192 જેટલા સીમકાર્ડ સાથે બે લોકોની ધરપકડ કરી છે.

Racket of sending pre-active SIM cards to Chinese company in Dubai

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 21, 2024, 7:20 AM IST

સુરત: સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને માહિતી મળી હતી કે સુરતથી બે લોકો ગેરકાયદેસર રીતે પ્રિએક્ટિવ સિમકાર્ડ દુબઈ ખાતે એક ચાઈનીઝ કંપનીને મોકલવાના છે. દુબઈ ખાતે આ સીમકાર્ડ મોકલનાર ટોળકીના એક સભ્ય હાલમાં જ સીમકાર્ડ મોકલવા માટે એરપોર્ટ ખાતે આવનાર છે તે અંગેની માહિતી મળતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની એકટીમે રેલવે સ્ટેશન ખાતે વોચ ગોઠવી સીમકાર્ડ ડિલિવરી માટે આવનાર અજય સોચિત્રા તેમજ ડિલિવરી લેવા માટે આવનાર દુબઈના સહદ ફારૂક બાગુનાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

ઓનલાઈન ગેમિંગથી ચીટિંગ માટે મંગાવાયા સીમકાર્ડ: બંને આરોપીઓ પાસેથી કુલ 192 એક્ટિવ સિમકાર્ડ મળી આવ્યા છે. જ્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે અજય સોચિત્રાની પૂછપરછ કરી ત્યારે તેણે જણાવ્યું હતું કે દુબઈ ખાતે ઓનલાઇન ગેમ રમાતી ચાઈનીઝ કંપનીને તે ભારતીય સીમકાર્ડ ઓનલાઈન ગેમિંગ તેમજ ચિટિંગ કરવા માટે મોકલતા હતા. ભારતીય સીમકાર્ડ દુબઈ ખાતે રહેતા કોઈ દિનેશ નામના વ્યક્તિએ મંગાવ્યા હતા. જેથી પ્રી એક્ટિવ સીમકાર્ડ તેઓ સુરતથી મોકલવા માટેની તૈયારીઓ કરી રહ્યા હતા

ફ્લાઇટ પકડે તે પહેલા જ ધરપકડ: આ સમગ્ર પ્રકરણમાં સુરત ખાતે રહેતા રેશમા, ઉમેશ, કેતન નામની વ્યક્તિ પણ દિનેશના સંપર્કમાં હતા. તેમણે જ 192 જેટલા પ્રિ એક્ટિવ કાર્ડની વ્યવસ્થા કરવા માટે ઓર્ડર આપ્યા હતા. એટલું જ નહીં શહદ બગુના આ કાર્ડ લઈને દુબઈ જવાનો હતો તે પહેલા જ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. આરોપી ફ્લાઇટ પકડે તે પહેલા જ એસોજીએ તેની ધરપકડ કરી લીધી હતી.

ચાઈનીઝ કંપનીના ઓનલાઈન ગેમમાં ચિટિંગ કરવા માટે આ લોકો ભારતીય સીમકાર્ડનો ઉપયોગ કરતા હતા. એક સીમકાર્ડ માટે 1200થી લઈ 1400 રૂપિયા આપતા હતા અને દુબઈમાં આજ સીમકાર્ડ તેઓ 5000 રૂપિયામાં વેચતા હતા આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. - અશોક ચૌધરી, PI, SOG

  1. Surat Fake doctor : સુરતમાં ત્રણ મુન્નાભાઈ MBBS ડોક્ટર ઝડપાયા, દવા અને ઈન્જેકશનનો જથ્થો જપ્ત
  2. Gujarat ATS: ઝાલોદ કોર્પોરેટર હિરેન પટેલની હત્યાનો 3 વર્ષથી નાસતો ફરતો આરોપી ગુજરાત ATSએ ઈન્દોરથી ઝડપ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.