ETV Bharat / state

આ કઠપૂતળી કલાકાર નરેન્દ્ર મોદી અને નીતા અંબાણીને શું સંદેશો પહોંચાડવા માંગે છે? વિગતે જાણો આ રિપોર્ટમાં - Ahmedabad puppet artist

5 હજાર વર્ષ જૂની પપેટ્રી કળા આજે લુપ્ત થવાને આરે છે. આ અંગે ઇટીવી ભારતે કઠપૂતળી કળા માટે માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું એવા કલાકાર રમેશ રાવલની મુલાકાત લીધી. એક સમયે તેઓ વિદેશોમાં શો કરતાં હતાં, આજે તેમની કળા સિવાય તેમની પાસે આવકનું કોઈ સાધન નથી. તેમની આ તમામ મુશ્કેલીઓ વચ્ચે તેઓ નીતા અંબાણી અને નરેન્દ્ર મોદીને એક સંદેશ આપવા ઈચ્છે છે! તેમની વાત વિગતે જાણવા વાંચો વિસ્તૃત અહેવાલ.

અંધકારમય બની રહ્યું છે આ કલાકારનું જીવન, 5000 વર્ષ જૂની પપેટ્રી કળા લુપ્ત થવાને આરે
અંધકારમય બની રહ્યું છે આ કલાકારનું જીવન, 5000 વર્ષ જૂની પપેટ્રી કળા લુપ્ત થવાને આરે (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 23, 2024, 3:56 PM IST

Updated : May 24, 2024, 1:31 PM IST

અંધકારમય બની રહ્યું છે આ કલાકારનું જીવન, 5000 વર્ષ જૂની પપેટ્રી કળા લુપ્ત થવાને આરે (ETV Bharat)

અમદાવાદ : ગુજરાત સાંસ્કૃતિક અને કળાની દ્રષ્ટિએ સમૃદ્ધ રાજ્ય છે. અનેક કળાઓ અહીં વિકસી છે અને પાંગરી છે. આજે આપણે આવી જ એક પપેટ્રી (કઠપૂતળી) કળા વિશે જાણીશું. નાનપણમાં તમે મેળામાં કે તમારા ગામ-શહેરોની આસપાસ કઠપૂતળીના ખેલ જોયા હશે. ક્યાંક મનોરંજનના ભાગરૂપે તો ક્યાંક જાગૃતિ ફેલાવવાના સંદેશના ભાગરૂપે આ કળાનો ઉપયોગ કરવામાં આવે છે. જેને પપેટ્રી પણ કહેવામાં આવે છે. પરંતુ બદલાતા જમાનાની સાથે મોબાઈલ અને ઈન્ટરનેટની દુનિયામાં આ કળાઓ લુપ્ત થવાને આરે છે. જે કલાકારોના જીવનને પણ અસર કરે છે. આ વાત અમદાવાદમાં રહેતાં પપેટ કલાકાર રમેશ રાવલને વ્યથિત પણ કરી રહી છે.

એક સમયે વિદેશોમાં શો કરતાં
એક સમયે વિદેશોમાં શો કરતાં (ETV Bharat)

વિવિધ પપેટ્સની અજાયબ દુનિયા : અમદાવાદના નવા વાડજ ખાતે રહેતા કઠપૂતળી કલાકાર રમેશ રાવલ 40 વર્ષોથી આ કળા સાથે જોડાયેલા છે. તેમની પાસે લગભગ તેમની પાસે 2000 થી વધુ કઠપૂટલીઓનું કલેક્શન છે. અને આશરે 2- 3 લાખથી વધુ રૂપિયાનું રોકાણ કરેલું છે. રમેશ રાવલ કે જેમના ઘરમાં હવે કઠપૂતળી મુકવા માટે પણ જગ્યા નથી. પેટીઓમાં, ઘરમાં પાટિયા પર. અભરાઈ પર તમને અલગ અલગ પ્રકારની કઠપૂતળીઓથી તેમનું ઘર ખીચોખીચ જોવા મળશે. સરદાર વલ્લભભાઈ, અમિતાભ બચ્ચનના પણ માસ્ક બનાવેલા છે. આ સિવાય ટ્રાઈબલથી લઈને રાજારાણી, કૃષ્ણ, જોકરથી લઈને ગાંધીજી, મોડલ, શિવલિંગ, વાનર, રાક્ષસ સુધીના તેમણે પપેટ બનાવેલા છે. જગ્યાને અભાવે હવે તેને સાચવવા પણ મુશ્કેલ થઈ રહ્યા છે. એક સમયે વિદેશોમાં શો કરતાં રમેશ રાવલને આજે બે મહિને પણ એક શો મળતો નથી.

ઘરમાં હવે જગ્યા પણ બચી નથી
ઘરમાં હવે જગ્યા પણ બચી નથી (ETV Bharat)

રોમ, ઈટાલી, ઈરાન, ઈટલી, અફધાનિસ્તાન, જાપાન ફર્યો છું. વિદેશમાં ફિલ્મ થિયેટરની જેમ પપેટ માટેના શો હાઉસફૂલ જતાં. તેઓ આ કળાને ખૂબ જ મહત્વ આપે છે. તેઓ આંખ, હાથ, આંગળીઓ, મુઠ્ઠીઓ દરેકની મુવમેન્ટ પર કામ કરે છે. મેં ચાઈનીઝ પપેટ પણ જોયા છે. જેમની લાખો રૂપિયાની કિંમત છે. જ્યારે અહીં તેની કોઈ કિંમત નથી. - રમેશ રાવલ, કઠપૂતળી કલાકાર

પપેટ્રી કળાનો વિકાસ : કઠપૂતળી રમેશ રાવલે ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું કે લગભગ પાંચ હજાર પહેલા ઈરાનના પિરામિડની અંદર કઠપૂતળીના અવશેષ મળેલા. ત્યારબાદ તેના પર રિસર્ચ કરાયું. આ કળાનો વિકાસ પરદેશમાં થયો પરંતુ ભારતમાં રાજા મહારાજાઓના સમયમાં રાજસ્થાનમાં આ કળા અસ્તિત્વમાં આવી. વણઝારાઓએ તેને બનાવવાની શરૂઆત કરી. રાજાઓને ખુશ કરવા તેઓ ખેલ કરતા ને બદલામાં પેસા મેળવતાં. હું દસમા ધોરણ સુધી ભણ્યો, પરંતુ આગળ મારી ભણવામાં રુચિ ન હતી. હું મલ્લિકા સારાભાઈની સંસ્થા 'દર્પણ' માં પપેટના ઓલ ઈન્ડિયા પ્રેસિડેન્ટ મહેક કોન્ટ્રાક્ટરના હાથ નીચે આ કળા શીખ્યો. પપેટ્રીમાં નવા પ્રકાર ગ્લવ (મોજા પપેટ), રોડ (લાકડી) પપેટ, શેડો (પડછાયો) પપેટ, માઉથ પપેટ જેવા પ્રકારો પ્રચલિત બન્યાં.

જ્યારે મારા સગાસંબંધીઓ જ્યારે ઘરે આવે છે. ત્યારે કહે છે કે આ બઘા પૂતળાને વેચી નાખ ને ઘર ભાડે આપી દે તો કઈંક પૈસા આવે. પણ આ કળા પાછળ મેં મારું જીવન આપી દીધું છે, તેને હું કેવી રીતે વેચી દઉં. મેં આ કળા સાથે લગ્ન કર્યા છે. આ કઠપૂતળીઓ નથી મારા છોકરાઓ છે. હું મરી જઈશ તો આ કઠપૂતળીઓનું શું થશે ? તેમને યોગ્ય સ્થાન મળે એટલું હું ઈચ્છું છું. અત્યારે મારી પાસે આ કળા સિવાય આવકનું કોઈ સાધન નથી અને આ કળા દ્વારા મારું જીવન પણ પૂરું થતું નથી. હું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને વિંનતી કરું છું તેઓ મને કંઈક મદદ કરે. ગુજરાતની અનેક કળાઓને વારસામાં સામેલ કરી છે. એમ આ કળાને પણ યોગ્ય દરજજો મળે અને તેને જીવતી રાખવા પ્રયાસ કરે. - રમેશ રાવલ, કઠપૂતળી કલાકાર

પપેટો વચ્ચે વીતે છે દિનરાત : રમેશ રાવલ આ પપેટ્રી કલા સાથે એવા તો એકરસ થઈ ગયા છે. આજે તેઓ પરિવારમાં એક ત્યક્તા બહેન સાથે રહે છે અને પોતે આખો દિવસ ઘરમાં પપેટો સાથે જીવન વિતાવે છે અને પપેટના પાત્રના સંવાદો બોલીને ઘરને ગૂંજવી નાખે છે.

પપેટ્રી કળાને જીવંત રાખવાનો ઉપયા શું?: એજ્યુકેશનમાં કે.જી.થી એસએસસી સુધી પપેટ્રીનો એજ્યુકેશનલ ઉપયોગ થઇ રહ્યો છે. તેમ છતા સરકાર દ્વારા અન્ય કલાકારોની જેમ આ કળાના એક્ઝીબીશન માટે કોઇ પણ જાતનું ફંડ ફાળવવામાં આવતું ન હોઇ પપેટ્રીના કારીગરો હવે નહિંવત જ બચ્યાં છે. પપેટ્રી આર્ટમાં ટેકનોલોજીના ઉપયોગથી ફેરફાર કરવા જોઇએ. જો આમ થાય તો કઠપૂતળી લોકપ્રિય બને, જનજાગૃતિના વિષયો પર પપેટ શો કરી શકાય છે. આ સિવાય સાહિત્યના ભંડારમાંથી હજારો વાર્તા અને નાટકો પર પણ શો કરી બાળકોને પપેટનો પરિચય આપી 5000 વર્ષ જૂની પપેટ્રી કળાને જીવંત રાખી શકાય છે.

  1. Padma Shree Mahipat Kavi : પદ્મશ્રી મહિપત કવિના જીવન સંઘર્ષ અને પપેટ કળાની સફળતાની પ્રેરક વાતો, વારસો લઇ રહી છે નાનકડી દોહિત્રી
  2. Finger Papet Art : વારાણસીનું શિક્ષણ ભાવનગરમાં આપતા શિવાંગી જૈન, શું છે Finger Papet કળાનો ફાયદો તે જાણો

Last Updated : May 24, 2024, 1:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.