તરનતારનઃ પંજાબમાં પંચાયત ચૂંટણી દરમિયાન હિંસા જોવા મળી રહી છે. હવે તરનતારનમાં હિંસા થઈ છે. ઠક્કરપુરા ગામમાં ચર્ચ પાસે એક મોટરસાઇકલ પર સવાર ત્રણ યુવકોએ કાર ચાલક પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં રાજવિંદર સિંહ ઉર્ફે રાજ તલવંડીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને અન્ય બેને ઇજા પહોંચી હતી.
મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા રાજવિંદર સિંહને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. વિજયની ઉજવણીમાં રાજવિન્દર સિંહ તેના મિત્રો સાથે કારમાં પોતાના ગામ જઈ રહ્યા હતા ત્યારે ઠક્કરપુરા ગામ પાસે મોટરસાઈકલ પર સવાર ત્રણ યુવાનોએ તેમની કાર રોકી હતી અને રાજવિંદર સિંહને સરપંચ તરીકે અભિનંદન આપ્યા હતા અને ગોળીઓ પણ ચલાવી હતી. જેમાં રાજવિંદર સિંહનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને અન્ય બે લોકો ઘાયલ થયા હતા.