નવસારી: નવસારીના શાંતાદેવી રોડના આદિનાથ શ્વે.મુ.પૂ. જૈન સંઘમાં બિરાજમાન વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય હેમપ્રભસુરિશ્વરજી મહારાજ સાહેબ તારીખ 27 મી સપ્ટેમ્બરે શુક્રવારના રોજ સાંજે 6:21 કલાકે પુષ્ય નક્ષત્રમા સમાધિપૂર્વક નવકાર મંત્રનું સ્મરણ કરતાં કાળધર્મ પામ્યા છે. શ્રીમદ્ વિજય હેમપ્રભસુરિશ્વરજી મહારાજ સાહેબ 91 વર્ષના હતા.
તેઓ ત્રણ મહિનાથી નવસારીના આદિનાથ જૈન સંઘમાં ચાતુર્માસ નિમિત્તે બિરાજમાન હતા. તેઓ પહેલા કેટલાક દિવસોથી ઇન્ફેક્શનની બીમારી લાગુ પડતા નવસારીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને ઓક્સિજન પર હતા. જ્યાંથી તેમને ગુરૂવારના રોજ રજા આપવામાં આવી હતી. જૈન સંઘમાં હાજર હતા તે વખતે તે દેવલોક પામ્યા છે. તેમના દુખ:દ સમાચારથી જૈન સમાજમાં શોક વ્યાપી ગયો છે.
દુઃખદ સમાચાર
— Harsh Sanghavi (@sanghaviharsh) September 27, 2024
નિકટ ભવી મોક્ષગામી પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આ. ભ. શ્રીમદ્ વિજય હેમપ્રભસુરીશ્વરજી મહારાજ સાહેબ* આજ રોજ નવસારી મુકામે સમાધિ પૂર્વક કાળધર્મ પામ્યા છે.
જય જય નંદા..
જય જય ભદ્દા..
🙏🙏🙏🙏🙏 pic.twitter.com/pEHmANqDpk
92 વર્ષની વયે નિધન: શનિવારના રોજ બપોર બાદ તેમની પાલખીયાત્રા નીકળશે. ગુજરાત રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વિટ કરીને ગચ્છાધિપતિ આચાર્ય હેમસુરી મહારાજ સાહેબનું કાળ ધર્મ થતા દુઃખ વ્યક્ત કર્યું હતું. દેશભરમાં બહોળો શ્રાવક વર્ગ ધરાવતા ગિરનાર તિર્થો દ્વારકઆચાર્ય નીતિસૂરિ મહારાજ સાહેબ સમુદાયના 92 વર્ષીય ગચ્છાધિપતિ આચાર્ય હેમપ્રભસૂરિ મહારાજ શુક્રવારે સાંજે 6.21 વાગ્યે નવસારીના આદિનાથ શ્વેતામ્બર મૂર્તિ પૂજક સંઘ ખાતે કાળધર્મ પામ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી તેમને ઇન્ફેક્શન થયું હતું, જેની સારવાર ચાલી રહી હતી. શનિવારે નવસારીમાં તેમની પાલખી યાત્રા નીકળશે.
65 વર્ષના સંયમ જીવન: તેમણે તેમના જીવનના આરંભમાં 27 વર્ષ સુધી દીક્ષા નહીં લેવાની ટેક લીધી હતી, પરંતુ બહેનના દીક્ષા પ્રસંગ બાદ તેમને પણ દીક્ષાનો ભાવ જાગ્યો હતો. તેમણે અમદાવાદમાં દીક્ષા લીધી હતી. પોતાના 65 વર્ષના સંયમ જીવન દરમિયાન આચાર્યશ્રીએ પ્રસિદ્ધ જિરાવલા તીર્થની પ્રતિષ્ઠા કરી હતી.
આ પણ વાંચો: