ETV Bharat / state

જૂનાગઢનો પ્રથમ ઓવરબ્રિજ બન્યા પહેલા જ વિરોધ, જાણો શું છે સ્થાનિક લોકોનો મુદ્દો... - Junagadh overbridge - JUNAGADH OVERBRIDGE

જૂનાગઢ મનપા વિસ્તારમાં ઓવરબ્રિજ બનાવવાને લઈને લોકોમાં વિરોધ વધી રહ્યો છે. જૂનાગઢના પ્રથમ ઓવરબ્રિજની ડિઝાઇનને લઈને હવે લોકોએ જૂનાગઢ જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે. સમગ્ર ઓવરબ્રિજ રેલવે સ્ટેશનથી લઈને ગાંધી ચોક સુધીની સરકારી જમીન પર બનાવવામાં આવે તેવી માંગ કરી છે.

જૂનાગઢ ઓવરબ્રિજનો વિરોધ
જૂનાગઢ ઓવરબ્રિજનો વિરોધ (ETV Bharat Reporter)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 8, 2024, 3:29 PM IST

જૂનાગઢ : 31મી જુલાઈ દિવસે જૂનાગઢ મનપાનું શાસન સત્તાના પાંચ વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. આવા સમયે જૂનાગઢના મહત્વના બે પ્રોજેક્ટ જૂનાગઢને ફાટક મુક્ત કરવું અને નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફિકેશન આ બંને કામો હજુ આકાર પામ્યા નથી. ત્યારે જૂનાગઢમાં બનવા જઈ રહેલા પ્રથમ ઓવરબ્રિજને લઈને હવે સ્થાનિક લોકોમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે.

જૂનાગઢનો પ્રથમ ઓવરબ્રિજ બન્યા પહેલા જ વિરોધ (ETV Bharat Reporter)

ઓવરબ્રિજ બન્યા પહેલા વિરોધ : જૂનાગઢમાં આકાર પામવા જઈ રહેલા પ્રથમ ઓવરબ્રિજને લઈને હવે લોકોમાં વિરોધ શરૂ થયો છે. 2020 થી સતત જૂનાગઢના પ્રથમ ઓવરબ્રિજને લઈને ડિઝાઇન અને કન્સલ્ટિંગ એજન્સીઓને બદલવા સિવાયનું કોઈ નક્કર કામ થયું નથી. ત્યારે ફરી એક વખત જૂનાગઢના ઓવરબ્રિજને લઈને તેની ડિઝાઇન અને લેઆઉટમાં ફેરફાર થતાં અસરગ્રસ્ત વિસ્તારના લોકોએ આજે જૂનાગઢ જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરી સમસ્યા જણાવી હતી.

ઓવરબ્રિજનો ગૂંચવાયેલો પ્રશ્ન : વર્ષ 2020 થી જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન સરદારપરા રેલવે સ્ટેશનથી લઈને બસ સ્ટેશન, રેલ્વે ક્રોસીંગથી શરૂ કરીને ડિઝાઇન અને કન્સલ્ટિંગ એજન્સીની નિમણૂક કરવામાં આવી હતી. પ્રારંભિક તબક્કાનું કામ પણ પૂર્ણ થયું હતું. ત્યારબાદ રેલ્વે વિભાગ અને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે અન્ય સરકારી વિભાગોને જમીન આપવાને લઇને ગૂંચવણ ઊભી થતા સમગ્ર મામલામાં નવી ડિઝાઈનને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેલવે વિભાગે કામગીરી શરૂ કરી હતી. તેમાં પણ હવે બદલાવ થઈ રહ્યો છે.

સ્થાનિક લોકોની રજુઆત : રેલ્વે સ્ટેશનના સરદાર ગેટ સામેથી શરૂ કરીને ગાંધી ચોક સુધીના ઓવરબ્રિજની નવી ડિઝાઈન અમલમાં મુકાવા જઈ રહી છે. જેને લઈને રેલવે સ્ટેશનથી ગાંધી ચોક વિસ્તારના વેપારીઓ, સ્થાનિક લોકો અને દુકાનદારોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યાર સુધી સંભવિત ડિઝાઇન અને તેના પસાર થવાના માર્ગને લઈને લોકોને પુછવા સુધીની તસ્દી લેવામાં નથી આવી.

જિલ્લા કલેક્ટરને રજૂઆત : હવે અચાનક ઓવરબ્રિજની નવી રૂપરેખા સામે આવતા આ વિસ્તારના લોકો એકદમ અચંબામાં પડી ગયા હતા. સ્થાનિક લોકોએ આજે જૂનાગઢ જિલ્લા કલેકટરના પ્રતિનિધિને આવેદનપત્ર આપીને જૂનાગઢના પ્રથમ સંભવિત ઓવરબ્રિજની ડિઝાઈનમાં ફેરફાર કરવાની વિનંતી કરી હતી.

  1. ખ્યાતનામ નૃત્યાંગના સર્વરી જેમીનીઝ જૂનાગઢના આંગણે, કથક પર્ફોમન્સથી થયા પ્રેક્ષકો મંત્રમુગ્ધ
  2. સ્વામિનારાયણ ગુરુકુળમાં ચાલી રહેલા વ્યભિચારને લઈને હરિભક્તોમાં ભારે રોષ Swaminarayan

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.