ETV Bharat / state

63 Years Old Runner: પોરબંદરના 63 વર્ષીય સ્ટેટ ચેમ્પિયન પ્રેમજીભાઈ રનિંગમાં ભલભલાને હંફાવી દે છે !!! - State Champion

ભલભલાને રનિંગમાં હફાવતા પોરબંદરના પ્રેમજી (બોસ) રાજ્ય કક્ષાએ ચેમ્પિયન બન્યા છે. 800 તથા 1500 મીટર રાજ્ય કક્ષાની દોડ સ્પર્ધામાં પોરબંદરના પ્રેમજીભાઈ પોસ્તરિયા(બોસ)એ ડંકો વગાડ્યો છે. 63 વર્ષની ઉંમરે સવારે 7 અને સાંજે 7 કલાકે નિયમિત રનિંગ કરે છે. પ્રેમજીભાઈ બોસ યુવાનો માટે પ્રેરણારુપ બન્યા છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Porbandar 63 Years Old Runner Premjibhai Boss State Champion

63 વર્ષીય સ્ટેટ ચેમ્પિયન પ્રેમજીભાઈ રનિંગમાં ભલભલાને હંફાવી દે છે

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 4, 2024, 3:45 PM IST

પોરબંદરઃ ગુજરાતના નડિયાદ ખાતે સીનિયર સિટીઝન્સ માટે એથલેટિક્સની વિવિધ રાજ્ય કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદરના 63 વર્ષીય પ્રેમજીભાઇ પોસ્તરિયા(બોસ)રાજ્ય કક્ષાની 1500 અને 800 મીટરની દોડમાં ચેમ્પિયન બની પોરબંદર જીલ્લાનું ગૌરવ વધાર્યુ છે.

દિવસમાં 2 વાર રનિંગઃ આજના આધુનિક યુગમાં યુવાનો વધુ પડતો સમય મોબાઇલ પાછળ બરબાદ કરે છે. શરીરને જરુરી કરસત કે યોગાસન કરતા નથી. જેના કારણે યુવાનોમાં અશક્તિ અને આળસ જોવા મળે છે. જ્યારે પોરબંદરના પનોતા પુત્ર પ્રેમજીભાઇ પોસ્તરિયા (બોસ) જેઓ માછીમારીના વ્યવસાય સાથે જોડયેલ છે. તેઓ નિયમિત પણે સવાર અને સાંજ 2 ટાઈમ રનિંગ કરે છે. 63 વર્ષની ઉંમરના પ્રમેજીભાઈ(બોસ)એ રાજ્ય કક્ષાની સીનિયર સિટીઝન્સની 1500 અને 800 મીટરની રનિંગની ઈવેન્ટમાં ભાગ લીધો હતો. તેમણે રાજ્ય કક્ષાની દોડની સ્પર્ધા જીતી લીધી હતી. દોડ સ્પર્ધામાં પોરબંદર જીલ્લાનું પ્રતિનિધિત્વ પ્રેમજીભાઈ પોસ્તરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. નડીયાદ ખાતે 1500 મીટર 6:13 અને 800 મીટરની દોડ 2:54 ટાઈમમાં પૂર્ણ કરી પ્રેમજીભાઈ ચેમ્પિયન બન્યા હતા.

63 વર્ષની ઉંમરે યુવાનોને હંફાવતા પ્રેમજી બોસઃ પોરબંદરના પ્રેમજીભાઈ પોસ્તરિયા (બોસ) 63 વર્ષની વયે પણ દોડમાં યુવાનોને હંફાવી દે છે. તેમણે જણાવ્યું હતું કે, હું માછીમારના વ્યવસાય જોડાયેલ છું, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી એથલેટિક્સની વિવિધ રમતો સાથે જોડાયેલ છું. બહારનું ફાસ્ટફૂડ આરોગવાને બદલે હું ઘરનો ખોરાક વધુ આરોગું છું. હું આજે પણ ફિટ છું. નોંધનીય છે કે 63 વર્ષની ઉંમર નિયમિત સવારે 7 અને સાંજે 7 કલાકે પ્રેમજીભાઈ રનિંગ કરે છે. તેઓ પોરબંદરની ચોપાટી ભાવસિંહજી વ્યાયામ શાળાએ કરસત અને રનિંગ કરવા આવે છે. આ સાથે નિયમિત સ્વિમિંગ પણ કરે છે. યુવાનો માટે પ્રરેણા સ્ત્રોત બની રહ્યાં છે.

નિ:શુલ્ક તાલીમઃ ભારત દેશની રક્ષા માટે આજે અનેક યુવાનો પોતાના જીલ્લા વિસ્તારમાં તાલીમ મેળવતા હોય છે પરંતુ યોગ્ય માર્ગદર્શન અભાવે નિરાશા અનુભવે છે. ગાંધી અને સુદામાની ભૂમિના યુવાનો આજે દેશની રક્ષામાં જોડાયેલ છે. તેમને યોગ્ય માર્ગદર્શન મળે તે જરુરી છે. પોરબંદરના સીનિયર 63 વર્ષીય પ્રેમજીભાઈ (બોસ) ભાવસિંહજી વ્યાવ્યામ શાળા ખાતે નિયમિત પણ યુવાનો તાલીમ આપે છે. જેમાં આર્મી, અગ્નિવીર, વનરસંક્ષક અને પોલીસ વગેરે જેવી પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનોને નિ:શુલ્ક તાલીમ આપે છે. પ્રેમજીભાઈ (બોસ)ના હાથ નીચે તૈયાર થયેલા પોરબંદરના અનેક યુવાનો આજે આર્મી, પોલીસ, અગ્નિવીરમાં ફરજ બજાવી રહ્યા છે.

  1. Varli Art: 1 કિમી લાંબા કાપડ પર વારલી આર્ટમાં રામાયણના પ્રસંગોને દોરવામાં આવશે
  2. Energy Department Issue : ઘરડાં માબાપોની અરજ સાંભળો હે ભાજપ સરકાર !

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.