નવસારી: IPL ક્રિકેટનો ક્રેઝ એટલો છે કે દરેક મેચ પર લાખો કરોડોનો સટ્ટો રમતો હોય છે. એવામાં, KKR અને SRH વચ્ચે રમાયેલી T20 ફાઈનલ મેચ ઉપર સટ્ટો રમાડતા ચાર સટોડીયાને જલાલપોર અને નવસારી LCB પોલીસે ઝડપી પાડ્યા હતા.
![મોબાઈલ ઉપર royalsport.com નામની વેબસાઈટ ઉપર ફાઇનલ મેચનો ઓનલાઇન સટ્ટો રમાડી રહ્યા હતા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-05-2024/1gj-nvs-01-satta-aaropi-avb-gj10079mp4_29052024020451_2905f_1716928491_564.jpg)
ટેકનિકથી સટ્ટો રમાડતા હતા: IPL T20 મેચની KKR અને SRH વચ્ચે રમાયેલી ફાઇનલ મેચના ક્રેઝ વચ્ચે લાખોનો સટ્ટો પણ રમાયો હતો. જેમાં નવસારીના ચીજગામ ખાતે બે સગા ભાઈઓ નવી ટેકનિકથી સટ્ટો રમાડતા હોવાની બાતમી મળતા જલાલપોર પોલીસની ટીમે ચીજગામના પિત્યા ફળિયા ખાતે રહેતા 46 વર્ષીય શૈલેષ પટેલ અને 44 વર્ષીય કિરણ પટેલના ઘરે છાપો માર્યો હતો. શૈલેષ અને કિરણ બંને સગા ભાઈઓ છે, અને તેઓ કાગળની ટિકિટ બનાવી એના ઉપર 1 થી 100 નંબર લખીને મોબાઈલ ઉપર ગ્રાહકો પાસેથી સટ્ટો લખાવી ઓનલાઇન જુગાર રમાડતા હતા. પોલીસે શૈલેષ અને કિરણ પટેલની ધરપકડ કરી, તેમની પાસેથી 10,400 રૂપિયા રોકડા અને બે મોબાઈલ ફોન મળી કુલ 17,400 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
![આઇપીએલ T20 ફાઈનલ મેચ ઉપર સટ્ટો રમાડતા ચાર સટોડીયાને જલાલપોર અને નવસારી LCB પોલીસે ઝડપી પાડ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-05-2024/1gj-nvs-01-satta-aaropi-avb-gj10079mp4_29052024020451_2905f_1716928491_883.jpg)
ઓનલાઇન સટ્ટો: બીજી તરફ નવસારી LCB પોલીસે પણ મળેલી બાતમીને આધારે શહેરના વિજલપોર વિસ્તારની ઓમકાર સોસાયટીમાં રહેતા 50 વર્ષીય લલિત તન્ના અને 56 વર્ષીય જયેશ ઉર્ફે બીપીન પટેલને ઝડપી પાડ્યા હતા. બંને મોબાઈલ ઉપર royalsport.com નામની વેબસાઈટ ઉપર KKR અને SRH વચ્ચે રમાયેલી ફાઇનલ મેચ ઉપર ઓનલાઇન સટ્ટો રમાડી રહ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી આરોપીઓની અંગઝડતી અને જુગારમાં આવેલા 18,560 રૂપિયા રોકડા અને 12,500 રૂપિયાના 6 મોબાઈલ ફોન મળી કુલ 31,060 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે બંને ગુનામાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધી, ચારેય આરોપીઓની ધરપકડ કરી, આગળની તપાસ હાથ ધરી હતી.
પોલીસ દ્વારા ધરપકડ: વી. એન. પટેલ, નાયબ પોલીસ અધિક્ષક નાઓએ જણાવ્યું હતું કે, પોલીસને બાતમી મળી હતી કે ipl મેચ પર સટ્ટો રમાડતા શૈલેષ અને કિરણ પટેલની પોલીસે ધરપકડ કરી, તેમની પાસેથી 10,400 રૂપિયા રોકડા અને બે મોબાઈલ ફોન મળી કુલ 17,400 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બીજી તરફ નવસારી LCB પોલીસે પણ મળેલી બાતમીને આધારે શહેરના વિજલપોર વિસ્તારની ઓમકાર સોસાયટીમાં રહેતા 50 વર્ષીય લલિત તન્ના અને 56 વર્ષીય જયેશ ઉર્ફે બીપીન પટેલને ઝડપી પાડ્યા હતા. બંને મોબાઈલ ઉપર royalsport.com નામની વેબસાઈટ ઉપર KKR અને SRH વચ્ચે રમાયેલી ફાઇનલ મેચ ઉપર ઓનલાઇન સટ્ટો રમાડી રહ્યા હતા. પોલીસે બંને ગુનામાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી.