વલસાડ: જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા તબીબોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. જેમાં ગતરોજ એક ડોકટર પર દર્દીના સંબંધીએ તમાચો માર્યો હોવાની ઘટના સામે આવી હતી અને બીજા બનાવમાં 2 દિવસ અગાઉ હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા ડોકટર સાથે છેડતી કરવાનો પ્રયાસ થયો હોવાની પણ ઘટના સામે આવી હતી. જોકે ડોકટરને લાફો મારવાના આરોપમાં દર્દીના સ્વજનની પોલીસે અટકાયત કરી લીધી છે.
તબીબોએ સુરક્ષાની માગ કરી: ડોકટર્સે પોતાની સુરક્ષાની માંગ કરી છે. અને ગતરોજ દર્દીના સંબંધીઓ દ્વારા ડોક્ટર પર કરવામાં આવેલા હુમલાને લઇને વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી છે. ફરિયાદના ઉલ્લેખ પ્રમાણે, મહારાષ્ટ્રનાં પાલઘર ખાતે રહેતા શંકર ભીમુ ભૂજડને લીવરમાં તકલીફ હોવાથી વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે ફરજ પર ડોકટર નિકુંજ પ્રભાતભાઈ પ્રજાપતિ દર્દીને સારવાર આપી રહ્યા હતા. તે દરમિયાન રાત્રે દર્દી શંકરભાઈનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જેને લઇને ઉશ્કેરાયેલા દર્દીના સંબંધીએ ડોક્ટર નિકુંજ પ્રજાપતિને ગાલ પર તમાચો મારી દીધો હતો.
સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી: આ બનાવની જાણ સાથી ડોકટર્સને થતાં તાત્કાલિક હોસ્પિટલે દોડી આવ્યા હતા. આ મામલે વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે બીજા બનાવમાં 2 દિવસ અગાઉ એક વલસાડ સિવિલ હોસ્પિટલમાં મહિલા ડોકટર સાથે પણ 3 અજાણ્યા શખ્સોએ છેડતી કરવાનો પ્રયાસ કર્યો હોવાનું મહિલા તબીબે જણાવ્યું હતું અને આ બાબતે હોસ્પિટલના ડીનને ફરિયાદ કરવામાં આવી છે.
ઉશ્કેરાયેલા સ્વજને ડોક્ટરને તમાચો માર્યો: ફરિયાદ પ્રમાણે, મહારાષ્ટ્રના પાલઘર ખાતે રહેતા શંકર ભીમુ ભૂજડને લીવરમાં તકલીફ હોવાથી દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે ફરજ પરના ડોક્ટર નિકુંજ પ્રજાપતિ દર્દીને સારવાર આપી રહ્યા હતા. તે દરમિયાન ગતરોજ રાત્રે દર્દી શંકર ભાઈનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જેને લઇને ઉશ્કેરાયેલા દર્દીના સબંધીઓએ ડોકટર નિકુંજ પ્રજાપતિને ગાલ પર તમાચો મારી દીધો હતો. જે ઘટના બનતા તબીબોની સુરક્ષા સામે પણ સવાલ ઉઠી રહ્યા છે.
સિક્યોરિટી કોન્ટ્રાક્ટ લંબાવવામાં આવ્યો: વલસાડ સિવિલ હોસ્પિટલના મુખ્ય અધિકારી ભાવેશ ગોયાણીએ ETV BHARAT સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું કે, સારવાર લઈ રહેલા દર્દીના સ્વજને એકદમ ઉશ્કેરાઈ જઇને ડોકટરને થપ્પડ ચોડી દીધી હતી. જોકે ઘટના બનતા લોકો દોડી આવ્યા હતા. તેમ છતા અહીં જે સિક્યોરિટી કામ કરે છે. એમના કોન્ટ્રાક્ટ પૂર્ણ થઇ ચૂક્યો છે. અમે હાલ તેને વધારી રહ્યા છે. કારણ કે, છેલ્લા કેટલાક સમયથી નવો કોન્ટ્રકટ માટે ટેન્ડરિંગની મંજૂરી મળી નથી. જોકે આવી ઘટના ફરી ન બને તે સુરક્ષા વધારવા અને વધુ સુદ્રઢ કરવાનું આયોજન કર્યું છે. આવી ઘટનાને જેના કારણે અનેક સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. હાલ તો ઘટનામાં થપ્પડ મારનારાની પોલીસે અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે.
દારુ પીવાની ટેવ હોવાથી દર્દીને લીવરની તકલીફ: મહારાષ્ટ્રના દહાનું ખાતે રહેતા શંકર ભીમુ ભુજડને દારુ પીવાની ટેવ હોવાથી લીવરની તકલીફ ઊભી થતા સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જ્યાં ICUમાં તેમની સારવાર ચાલી રહી હતી. તે દરમ્યાન તેમનું મોત થયું હતું. જેથી દર્દી સાથે આવેલા સ્વજને ઉશ્કેરાઇને ડોક્ટરને લાફો માર્યો હતો.
ડોકટરને થપ્પડ મારનારને પોલીસને હવાલે કરાયો: દર્દીના મોત બાદ તેના સ્વજને ડોકટરને ગાલ ઉપર તમાચો મારી દેતાં દોડધામ મચી ગઇ હતી. જોકે અન્ય કર્મચારી અને સ્થળ ઉપરના ડોક્ટરો દોડી આવ્યા બાદ દર્દી વિલાસ લાલજી ડાવરેને ઝડપી લીધો હતો. સિવિલ હોસ્પિટલમાં ચાલતા પોલીસ મથકમાં આરોપીને સોંપી દેવામાં આવ્યો છે. હાલ તો પોલીસે તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે છેલ્લા કેટલાક દિવસથી સિવિલ હોસ્પિટલમાં બનતી ઘટનાઓને લઈ સિવિલ હોસ્પિટલમાં સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા થયા છે.
આ પણ વાંચો: