રાજકોટ: જિલ્લાનું સોની બજાર વિશ્વ વિખ્યાત છે. અહીંથી સોનાની બે નમૂન કારીગરીના ઘરેણા અન્ય દેશો અને અન્ય રાજ્યોમાં પણ મોકલવામાં આવતા હોય છે. ત્યારે મોટી સંખ્યામાં આ ઘરેણા બનાવવા માટે કારીગરો કામ કરે છે. જેમાં મોટી સંખ્યામાં બંગાળી કારીગરોનો પણ સમાવેશ થાય છે. તો તે અંગેનું તેમનું રજીસ્ટ્રેશન થયેલું છે કે નહીં તે અંગે છેલ્લા ઘણા દિવસોથી પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ કરવામાં આવ્યું રહ્યું છે જેમાં એનું રજીસ્ટર ન થયેલું હોય તેવા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
બહારના કારીગરો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય છે: રાજકોટની સોની બજારમાં જે આભૂષણો બને છે તે દેશ વિદેશમાં અલગ અલગ જગ્યાએ જાય છે. આ આભૂષણો બનાવવા માટે સ્થાનિક સાથે બંગાળી કારીગરોનો પણ મોટો વર્ગ અહીં કામ કરતાં હોય છે. પરિણામે નિયમ મુજબ બહારના કારીગરો કોઈ કામ કરતા હોય તો તેનું રજીસ્ટ્રેશન ગવર્મેન્ટની સાઈટ ઉપર કરાવવાનું જરૂરી હોય છે, પરંતુ કેટલાક વેપારીઓ દ્વારા આ નિયમનું પાલન ન કરતા હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. સાથે સાથે કેટલાક બહારના કારીગરો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય તેવું પણ ભૂતકાળમાં બન્યું છે.
આજે પણ પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું: પરિણામે છેલ્લા ઘણા દિવસોથી સ્થાનિક પોલીસ એસઓજી, એલસી, બીસીબી અને પેરોલ ફલ્લો સ્કોડની ટીમ સોની બજારમાં જે વેપારીઓએ રજીસ્ટ્રેશન ન કરવી હોય તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. છેલ્લા એક સપ્તાહમાં 100 જેટલા આવા કારીગરો જોવા મળે છે, જેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તો આજે પણ પોલીસે ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું, અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.