ETV Bharat / state

વડાપ્રધાન મોદી સરદાર જયંતીએ SOU એક્તાનગર ખાતે ₹284 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે

વડાપ્રધાન દ્વારા એકતા નગર ખાતે સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ટ્રાફિક સર્કલ્સ, સ્માર્ટ બસ સ્ટોપનું લોકાર્પણ કરવામાં આવશે..

વડાપ્રધાન મોદી ફરી આવી રહ્યા છે ગુજરાત આ છે કાર્યક્રમ
વડાપ્રધાન મોદી ફરી આવી રહ્યા છે ગુજરાત આ છે કાર્યક્રમ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 29, 2024, 8:00 PM IST

ગાંધીનગર: 31 ઓક્ટોબરે પ્રકાશપર્વ દિવાળી અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિનો પાવન સંયોગ સર્જાઈ રહ્યો છે ત્યારે વડાપ્રધાન મોદી એકતા નગરને વિવિધ કાર્યો અને પ્રવાસન આકર્ષણોના લોકાર્પણ-ખાતમુહૂર્તથી આ અવસરને યાદગાર બનાવવા જઈ રહ્યા છે. વડાપ્રધાન રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે નર્મદા જિલ્લાના એકતાનગરની મુલાકાત લેશે અને ₹284 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. ઉલ્લેખનીય છે કે, કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ આજે વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. હવે વડાપ્રધાન દ્વારા બોન્સાઈ ગાર્ડન, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સરદાર સરોવર ડેમ એક્સપીરિયન્સ સેન્ટર જેવા પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ટ્રાફિક સર્કલ્સ, સ્માર્ટ બસ સ્ટોપનું ઉદ્ઘાટન થવાનું છે, જે એકતા નગરના વિકાસને વેગ આપશે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી એક્તા નગર ખાતે વિવિધ કાર્યોનું મોદી કરશે લોકાર્પણ
સ્ટેચ્યૂ ઓફ યુનિટી એક્તા નગર ખાતે વિવિધ કાર્યોનું મોદી કરશે લોકાર્પણ (Etv Bharat Gujarat)

વડાપ્રધાન સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ટ્રાફિક સર્કલ્સ, સ્માર્ટ બસ સ્ટોપનું લોકાર્પણ કરશે

વડાપ્રધાન મોદી 31 ઓક્ટોબરે એકતાનગર ખાતે સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ટ્રાફિક સર્કલ્સ, સ્માર્ટ બસ સ્ટોપ, CESL-કાર ચાર્જિંગ પોર્ટ, 4 મેગાવોટ સોલર પ્રોજેક્ટ, ICU ઓન-વ્હીલ્સનું લોકાર્પણ કરશે. નાગરિકોને મૂળભૂત તબીબી સુવિધાઓ ઉપલબ્ધ થાય એ માટે ₹22 કરોડના ખર્ચે 50 બેડની ક્ષમતા ધરાવતી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં ટ્રોમા સેન્ટર, ગાયનેક ઓટી, માઈનોર ઓટી, ઓટી રૂમ, સીટી સ્કેન, ICU, લેબર રૂમ, સ્પેશિયલ વોર્ડ, ફિઝિયોથેરાપી વોર્ડ, સર્જન કેબિન, મેડિકલ સ્ટોર, 1 એમ્બ્યુલન્સ વગેરે સુવિધા મળશે. આ ઉપરાંત, 2 ICU ઓન-વ્હીલ્સનું પણ લોકાર્પણ થશે.

એકતા નગરમાં પ્રવાસીઓની સગવડ માટે સ્ટેચ્યુ ઑફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન, સતામંડળ, એકતા નગર (SoUADTGA) દ્વારા 10 સ્માર્ટ બસ સ્ટોપ અને 10 પિક-અપ સ્ટેન્ડનું નિર્માણ કરી રહ્યું છે, જેના ફેઝ-1નું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત, ટ્રાફિકનું સુવ્યવસ્થિત મેનેજમેન્ટ અને શહેરની સુંદરતા વધારવાના હેતુથી ₹2.58 કરોડના ખર્ચે એકતાનગર 3 રસ્તા, ગરૂડેશ્વર ચોક, ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કની સામે અને સહકાર ભવન પાસે ટ્રાફિક સર્કલ બનાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, પદયાત્રીઓની સલામતી માટે એકતા નગરમાં 10 સ્થળે પુશ બટન પેડેસ્ટ્રિયન ક્રોસિંગ, રેવા ભવન પાસે કાર ચાર્જીંગ પોઈન્ટ, SRP ફોર્સ માટે રનિંગ ટ્રેકનું પણ લોકાર્પણ કરવામાં આવશે.

મોદી વિવિધ કામોના કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત
મોદી વિવિધ કામોના કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત (Etv Bharat Gujarat)

એકતાનગરમાં 24 સ્થળોએ સુંદર શિલ્પો મૂકાશે, 4 મેગાવોટ સોલાર પ્રોજેક્ટનું પણ લોકાર્પણ થશે

સ્ટેચ્યુ ઑફ યુનિટી ઓથોરિટીએ SAPTI સંસ્થાના સહયોગથી જુલાઈ-2024માં એકતાનગર ખાતે 20-દિવસીય શિલ્પ સિમ્પોઝિયમનું આયોજન કર્યું હતું. જેમાં પાણી, પ્રકૃતિ અને એકતાની થીમ પર દેશભરના પ્રખ્યાત શિલ્પકારોએ 24 શિલ્પો બનાવ્યા હતા. એકતા નગરનું સૌંદર્ય વધારવા માટે આ શિલ્પાકૃતિઓને 24 સ્થળોએ ઇન્સ્ટોલ કરવામાં આવશે. તો બસ ખાડીથી વ્યુપોઈન્ટ-1 સુધીનો વૉકવે, એકતા દ્વારથી શ્રેષ્ઠ ભારત ભવન સુધીનો વૉકવે (ફેઝ-1)નું પણ વડાપ્રધાન લોકાર્પણ કરશે. આ ઉપરાંત, પ્રવાસીઓ મિયાવાકી ફોરેસ્ટના વિસ્તરણ અને હેલીપેડ રોડના બ્યુટીફિકેશનના પણ સાક્ષી બનશે. વડાપ્રધાન ₹23.26 કરોડના ખર્ચે 4 મેગાવોટ સોલાર પ્રોજેક્ટનું પણ લોકાર્પણ થશે જે રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપશે.

સરદાર પટેલની જન્મજયંતિ પર પ્રધાનમંત્રી આવશે ગુજરાત
સરદાર પટેલની જન્મજયંતિ પર પ્રધાનમંત્રી આવશે ગુજરાત (Etv Bharat Gujarat)

સસ્ટેનેબિલિટીના લક્ષ્ય સાથે વિશ્વ કક્ષાનું બોન્સાઈ ગાર્ડન બનશે

વડાપ્રધાન એકતા નગર ખાતે 31 ઓક્ટોબર 2024ના રોજ ₹75 કરોડના ખર્ચે બનવા જઈ રહેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે જે અંદાજે 4000 ઘરો, સરકારી ક્વાર્ટર્સ અને અન્ય હોસ્પિટાલિટી બિઝનેસમાંથી નીકળતા ગંદા પાણીનો વ્યવસ્થિત નિકાલ કરીને લોકોના સ્વાસ્થ્ય અને સલામતીની ખાતરી કરશે. આ ઉપરાંત, ફાયર સ્ટાફ રેસિડેન્શિયલ ક્વાર્ટર્સ, સરદાર સરોવર ડેમ એક્સપીરિયન્સ સેન્ટરનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. સરદાર સરોવર ડેમ એક્સપીરિયન્સ સેન્ટર નર્મદા ડેમની સંપૂર્ણ કામગીરી અને તેની પરિવર્તનકારી અસરો દર્શાવશે. આ સેન્ટરમાં દુરદર્શિતા, નિર્માણ, જ્ઞાન, પ્રભાવ, પ્રગતિ, ઊર્જા એમ 6 ગેલેરી બનાવવામાં આવશે. વડાપ્રધાન ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપતા બોન્સાઈ ગાર્ડનનું પણ ખાતમુહૂર્ત કરશે જે જૈવ વિવિધતા સંરક્ષણને પ્રોત્સાહન આપશે. આ વિશ્વ કક્ષાનું બોન્સાઈ ગાર્ડન જટિલ બોન્સાઈ કળાને પ્રોત્સાહન આપશે અને બાગાયત, સૌંદર્યશાસ્ત્ર અને સાંસ્કૃતિક વારસાને જોડશે.

એક્તા નગરમાં આવશે વડાપ્રધાન
એક્તા નગરમાં આવશે વડાપ્રધાન (Etv Bharat Gujarat)

સાતપુડા પ્રોટેક્શન વૉલ અને જેટીનો વિકાસ

2023માં આવેલા પૂરના પ્રભાવને ધ્યાનમાં લેતાં કેક્ટસ ગાર્ડનની નજીક પ્રોટેક્શન વોલનું વિસ્તરણ કરવામાં આવશે જેથી તે પૂર સામે રક્ષણ ઉપરાંત, પ્રવાસીઓને રિવરફ્રન્ટ, ફૂડ સ્ટોલ, વોકવેની સુવિધા આપશે અને જેટીનો વિકાસ થવાથી પરિવહનની સુવિધામાં પણ વધારો થશે. એટલું જ નહીં, પૂરને કારણે ગરૂડેશ્વર ખાતે હોસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટના વિકાસ માટે નિયુક્ત કરાયેલ વિસ્તાર ડૂબી જતાં ભવિષ્યમાં પૂર સામે આ જમીનને બચાવવા માટે ₹60 કરોડથી વધુના ખર્ચે જમીનનું સ્તર વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  1. મઠિયા-ચોળાફળીનું હબ એટલે ખેડાનું ઉત્તરસંડા ગામ, ચોળાફળી અનેે મઠીયા દેશ વિદેશમાં વખણાય
  2. "...તો કેશુભાઈ પટેલ 1979માં મુખ્યમંત્રી બન્યા હોત," આ પુસ્તકમાં છે રાજનીતિના અનેકવિધ પાસા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.