અમદાવાદઃ મહાત્મા ગાંધી કે જેમના, આદર્શો, મુલ્યો અને જીવન પરથી આખું વિશ્વ પ્રેરણા મેળવે છે. ત્યારે મહાત્મા ગાંધીજી વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક નિવેદન આપ્યું છે કે 1982માં રિચાર્ડ એટનબરોએ ગાંધી ફિલ્મ બનાવી ત્યારે વિશ્વ ગાંધીજીને ઓળખતું થયું. ત્યારે આ વિધાનમાં કેટલું તથ્ય છે તે જાણવા ETV ભારતની ટીમ ગૂજરાત વિદ્યાપીઠ ખાતે પહોંચી હતી. ગૂજરાત વિદ્યાપીઠ કે જેમની સ્થાપના ગાંધીજીએ કરી હતી. જ્યાં વિદ્યાર્થીઓને ગાંધીના આદર્શો અને તેમના પ્રયોગોના પાઠ શીખવવામાં આવે છે. આ મામલે ETV ભારતે કાર્યરત અધ્યાપકો સાથે ચર્ચા કરવા પ્રયાસ કર્યો હતો.
નિવેદન આપવાનું ટાળ્યુંઃ આ મામલે સૌ પ્રથમ ETV ભારતે પત્રકારત્વ વિભાગના અધ્યાપક અશ્વિન ચૌહાણ સાથે મુલાકાત કરી, તેમણે આ મામલે બોલવાની ના પાડતા ગાંધી વિચાર વિભાગના અધ્યાપક પ્રેમાનંદ મિશ્ર સાથે વાત કરવા જણાવ્યું. પ્રેમાનંદ સાહેબે કહ્યું કે આ મામલે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ હર્ષદ પટેલ પરમિશન આપે પછી જ તેઓ આ મામલે બોલી શકશે. ત્યારબાદ હર્ષદ પટેલે ETV ભારતને જણાવ્યું કે તેઓ રાજનીતિક મામલામાં પડવા માંગતા નથી. આમ તમામ લોકો ગાંધીજી વિશે આ મામલે વાત કરવાથી બચતા રહ્યા. ત્યારે ETV ભારતે પ્રોફેસર હેમંત શાહ સાથે આ મામલે ચર્ચા કરી તથ્ય જાણવા પ્રયાસ કર્યો હતો.
શું ગાંધીજી પહેલા પણ જાણીતા હતા?: પ્રોફેસર હેમંત શાહ ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું કે વર્ષ 1924માં રોમે રોલાંએ મહાત્મા ગાંધી નામનું પુસ્તક લખ્યું. તેનો અર્થ એ થાય કે મહાત્મા ગાંધી તે વખતે પણ એટલા જ પ્રખ્યાત હતા. નેલ્સન મંડેલા કે જેમને દક્ષિણ આફ્રિકાના ગાંધી તરીકે ઓળખવામાં આવ્યા દક્ષિણ આફ્રિકાના પહેલા પ્રમુખ થયા. તેમણે એવું કીધેલું કે અમારે ત્યાં આવ્યા ત્યારે મોહનદાસ કરમચંદ ગાંધી હતા એમને મહાત્મા બનાવીને અમે તમારે ત્યાં મોકલ્યા. તો એનો અર્થ એવો થાય છે કે આ વર્ષ 1915 પહેલાની વાત છે. 1915માં જ્યારે મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા પછી તેમણે સત્યાગ્રહ આંદોલન શરૂ કર્યું. તેનો અર્થ એવો થાય છે કે મહાત્મા ગાંધી ત્યારે ઘણા જાણીતા હતા.
માર્ટીન લ્યૂથરના પ્રેરણા સ્ત્રોતઃ વર્ષ 1950 અને 60ના દાયકામાં કાળા હબસી લોકોએ અમેરિકામાં બહુ મોટું આંદોલન નાગરિક અધિકારો માટે કર્યુ, જેના નેતા હતા માર્ટીન લૂથર કિંગ, જે ગાંધીજીને પોતાના પ્રેરણા સ્ત્રોત માનતા હતા અને એ વખતે 1969માં તો એની હત્યા થઈ ગયેલી. ઈટાલીના દાનિલો દોલ્ચીએ 1970 અને 80ના દાયકામાં દુનિયાભરના જાણીતા ઇટાલીના માફિયાઓ સામે અહિંસક આંદોલન ચલાવેલું. એ વખતે તેઓ ઈટાલીના ગાંધી તરીકે પ્રખ્યાત થયેલા. તોયોહિકો કાગાવા જે જાપાનના ગાંધી તરીકે ઓળખાયા, કે જેમનું 1960માં તેમનું અવસાન થયું. એનો અર્થ એ થાય છે કે ગાંધીને કોઈએ પ્રખ્યાત કરવાની જરૂર નથી. દુનિયામાં ગાંધીનો માર્ગ અહિંસક પરિવર્તનનો માર્ગ એ સૌથી વિખ્યાત બનેલો માર્ગ છે.
આઈન્સ્ટાઈને કરેલ અપીલઃ હેમંત શાહે વધુમાં જણાવ્યું કે 1945માં હિરોશિમા અને નાગાસાકી પર એટમ બોમ્બ ફેંકાયા એ પછી દુનિયાભરના રાજકીય નેતાઓને 1950ના દાયકામાં એક અપીલ કરવામાં આવી. જેમાં 100 જેટલા નોબલ ઈનામ વિજેતાઓએ સહી કરી. જ્યારે આઈન્સ્ટાઈન જીવતા હતા. તેમને અપીલ કરી કે તમે શાંતિ જાળવો. દુનિયામાં શાંતિ જાળવવા માટેનો કોઈ માર્ગ હોય તે તો ગાંધીનો માર્ગ છે. તેમણે અપીલમાં મહાત્મા ગાંધીનું નામ દીધેલું.
ચાર્લી ચેમ્પલીન સાથે મુલાકાતઃ વર્ષ 1931માં જ્યારે ગોળમેજી પરિષદમાં મહાત્મા ગાંધી ઈંગ્લેંડ ગયા ત્યાર એક ચાર્લી ચેપ્લિનની ગાંધીજી સાથે મુલાકાત થયા પછી ચાલી ચેમ્પિયન તેમની આત્મકથામાં મહાત્મા ગાંધીની મુલાકાત વિશે લખે છે કે હું આટલા સારા માણસને મળ્યો છું કે તેવો માણસ મેં આ દુનિયામાં જોયો નથી. Is god like
દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહઃ વડાપ્રધાન મોદી દ્વારા જે દાવો કરવામાં આવ્યો છે આ મામલે ગાંધીવાદી ઉત્તમ પરમારે ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ સત્યથી એકદમ વેગળી વાત છે. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારથી જ વિશ્વમાં પ્રસિદ્ધ થઈ ગયેલા. તેમણે દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહનો જે પ્રયોગ કર્યો. એ પ્રયોગ દુનિયામાં બેનમુન હતો, ત્યાંની સરકારને તેમણે પરાસ્ત કરી અને સફળ રહ્યો. જે દુનિયાની નજરમાં આવ્યો. જેના કારણે તેમની ભારતમાં સ્વીકૃતિ થઈ. ભારતમાં તેમને લોકો ઓળખતાં થયા એ પણ દક્ષિણ આફ્રિકાને લીધે. ગોપાલકૃષ્ણ ગોખલે ગાંધીજી તો દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારના ઓળખતાં હતા. ટોલ્સટોય ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારના ધ્યાનમાં હતા.
1915માં સ્વદેશ પરતઃ ગાંધીજી 1915માં ભારત આવ્યા પછી ગાંધીજીએ આખું કોંગ્રેસ અને સ્વાતંત્રતા આંદોલનનું જન્માધિકરણ કર્યું. અને તેના કારણે ગાંધીજી વિશ્વમાં પ્રસિદ્ધ થયા. સ્વાતંત્ર્ય આંદોલન ભારતનું એવું આંદોલન છે. જે અહિંસક માર્ગે લડાયું અને સામાજિક સુધારણા સાથે લડાયું. લોકોમાં જે નબળાઈઓ હતી એ ગાંધીજીએ અહિસક માર્ગે દૂર કરી. આ જે નવો પ્રયોગ થયો તેનાથી ગાંધીજી દુનિયામાં પંકાઈ ગયા. દુનિયાના મહાપુરુષોએ નોંધ લેવા માંડી એ એમનો અહિંસા અને સત્યાગ્રહથી ગાંધીજી સ્થાપિત થયા. આઈનસ્ટાઈનના સ્ટડીરૂમની અંદર ગાંધીની છબી હતી.
શા માટે 'ગાંધી' ફિલ્મ બની?: મહત્વની વાત તો એ પણ છે કે રિચર્ડ એટનબરોને ગાંધીજી પર ફિલ્મ બનાવવાની ઈચ્છા કેમ થઈ ? તેમને એવું લાગ્યું કે ગાંધીજી જેવી વિભૂતી પર ફિલ્મ બનવી જોઈએ અને પછી તો આખા 20 વર્ષનો સમયગાળો રહ્યો. રિચર્ડ એટનબરોને પણ ગાંધીજીનો પરિચય થયેલો પછી તો ગાંધીજીના આ પ્રયોગો પર દુનિયામાં અનેક નાના મોટાા આંદોલન પણ થયા છે. જે ફિલ્મ બની એ પરિપક્વ બનેલા અને પ્રચલિત થયેલા ગાંધી પર બની. ફિલ્મમાં ગાંધી વધુ અસરકારક રજૂ થયા એ વાત સાચી છે. પરંતુ એ સિવાય ગાંધીજીનું વિશાળ વ્યક્તિત્વ છે. જે 1980ના પહેલા દાયકામાં પ્રચલિત થયું.
પ્રસિદ્ધિના મોહતાજ ન હતાઃ આ નિવેદન દ્વારા નરેન્દ્ર મોદી એવું સાબિત કરવા માંગે છે કે 1982 સુધી કોંગ્રેસ ગાંધીજીની કોઈ પ્રસિદ્ધિ જ નથી કરી. ગાંધીજી કોઈની પ્રસિદ્ધિના મોહતાજ ન હતા. આ દ્વારા તેઓ કોંગ્રેસને જવાબદાર ઠેરવવા માંગે છે. સંઘ પરિવાર ગાંધીજીને પહેલા જ ઓળખી ગયેલા. 30 જાન્યુઆરી 1948ના રોજ ઓળખાઈ ચૂકેલા ગાંધીજીની હત્યા હતી. ગાંધીજીના પ્રયોગોથી સંઘ પરિવારની માનસિકતાને નુકસાન પહોંચ્યું હતું. સંસદમાં બધા વર્ગોને ભાગીદારી આપી. જે તેમને પસંદ ન આવ્યું. અને ગાંધીજી ઉપર મુસ્લિમ તુષ્ટિટકરણના આક્ષેપ મુક્યા. ગાંધીજીની હત્યાનો કલંક કે જે તેમના માથે પર લખાયેલો છે. તેમને તેઓ ભુંસવા માંગે છે. આ નિવેદન કહેવા પાછળ તેમની ક્રોનોલોજી છે. ગાંધીની હત્યા સંઘ પરિવારે કરેલી આ ઘટનાને તેઓ ભુલાવવા માંગે છે.
TIME મેગેઝિનઃ 1930માં ગાંધીએ દાંડીકૂચ કરેલી ત્યારે અમેરિકાના વિખ્યાત TIME મેગેઝિન દ્વારા તેમના કવરપેજ પર ગાંધીનો ફોટો છાપીને તેમને 'મેન ઓફ ધી યર' જાહેર કરવામાં આવેલા. આ સિવાય અનેક ઈન્ટરનેશનલ મીડિયા દ્વારા પણ તેમની નોંધ લેવામાં આવી હતી.
નાના મગજના માણસોને ગાંધીજી નહિ સમજાયઃ તમે તમારા પોતાના વિચારોથી તમારા પોતાના કામથી વિશ્વના નકશા પર તમારું નામ બનાવી શકો છો, કોઈપણ પેઇડ પ્રમોશનની જરૂર નથી. કરોડો રૂપિયા ખર્ચ્યા વિના કોઈ વ્યક્તિ દુનિયાભરમાં પોતાનું નામ બનાવી શકે છે એ વાત પર કેટલાક લોકો વિશ્વાસ નહીં કરે. તેથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મહાત્મા ગાંધી વિશેની ટીપ્પણી અંગે ફરિયાદ કરવા જેટલી ઓછી છે. સિગ્મંડ ફ્રોઈડ કાર્લ માર્ક્સ લેનિન મહાત્મા ગાંધી અને પંડિત નેહરુના વિચારોને ક્યારેય જાતિવાદ, રંગભેદ અને રાષ્ટ્રીય સીમાઓની સમસ્યા નહોતી. આ એક નાનકડા સ્વ-શોષિત મગજમાં કેવી રીતે ફિટ થઈ શકે? પૂર્વ મંત્રી અને કોંગ્રેસના ધારાસભ્ય યશોમતી ઠાકુરે વડાપ્રધાનના આ નિવેદનની આકરી ટીકા કરતા કહ્યું છે કે મહાત્મા ગાંધીના વિચારનો વ્યાપ નાના મગજ સુધી કેવી રીતે પહોંચી શકે છે.
વૈચારિક નાદારીનું લક્ષણઃ અસિન સરોદેએ કહ્યું કે મહાત્મા ગાંધી તૈયબ અલીનો કેસ ચલાવવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા. પરંતુ દક્ષિણ આફ્રિકા ગયા પછી ગાંધીએ ત્યાં જાતિવાદ સામે લડત ઉભી કરી. આમ તો મોહનદાસ કરમચંદ ગાંધી નામની વ્યક્તિ ભારતથી ચોક્કસપણે આફ્રિકા ગયા, પરંતુ પાછા ફરતી વખતે સાચો અહિંસા અને સમતાનો ઉપદેશ આપનાર ગાંધી નામના નેતા ભારત પાછા આવ્યા. તેથી જ વિશ્વ ગાંધીને ઓળખી શક્યું. ભારત આવ્યા પછી, ગાંધીજીએ ગોપાલકૃષ્ણ ગોખલેની સલાહ પર ભારતભરમાં પ્રવાસ શરૂ કર્યો. ચંપારણ્યમાં આંદોલન અને સત્યાગ્રહમાં તેઓ સફળ થયા ત્યારે જ દુનિયા ગાંધીજીને ઓળખી. સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગાંધીજીનું અતુલ્ય કાર્ય અને લોહીનું એક ટીપું પણ વહાવ્યા વિના ક્રાંતિમાં તેમનું યોગદાન, જ્યારે ગાંધીજીના નેતૃત્વમાં દેશ એક થયો ત્યારે ગાંધીજીને જેલમાં ખૂબ ત્રાસ આપવામાં આવ્યો. જનરલ સ્ટેન્સે ગાંધીજીને ત્રાસ આપ્યો હોવા છતાં, તેમણે પોતે ચપ્પલ સીવીને ગાંધીજીને આપ્યા હતા. સમગ્ર વિશ્વમાં માર્ટિન લ્યુથર કિંગ, નેલ્સન મંડેલા અને બરાક ઓબામાએ ગાંધીજીના કાર્યનું મહત્વ ગાયું છે, તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીજી વિશે કરેલું આ નિવેદન તેમની વૈચારિક નાદારીની નિશાની છે. સરોદેએ એમ પણ કહ્યું કે, કારણ કે ગાંધીજીની મહાનતાને સ્વીકારી શકાતી નથી, તેથી સંઘના લોકોએ તેમની સામે આ રીતે બદલો લેવાનો સતત પ્રયાસ કર્યો છે.
મોદી પાસેથી બીજી કોઈ અપેક્ષા નહતીઃ આ સંદર્ભમાં બોલતા વરિષ્ઠ પત્રકાર નિખિલ વાગલેએ કહ્યું કે તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી બીજી શું અપેક્ષા રાખી શકો. આ માણસ દર બે દિવસે તેની અક્કલે તારા તોડે છે. જે માણસ પોતાની જાતને ભગવાન માનીને પોતાની જાતને ભગવાન સાબિત કરવામાં તલ્લીન હોય છે તે બીજાની મહાનતાને સ્વીકારી શકતો નથી. મહાત્મા ગાંધી કાલાતીત છે. મહાત્મા ગાંધી વિચારતા હતા કે ગઈકાલે હતું, આજે છે અને આવતીકાલે પણ રહેશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ જ વિચારી રહ્યા છે. એટલા માટે તેઓ કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે કે દુનિયા ગાંધીને ઓળખતી નથી. આઈન્સ્ટાઈન જેવા વૈજ્ઞાનિકે જે મહાનતાની નોંધ લીધી તે વિશ્વને ખબર નથી એમ કહેવું મૂર્ખતાની નિશાની છે. વાગલેએ એમ પણ કહ્યું હતું કે આવા સ્વાર્થી અને ધર્માંધ વડા પ્રધાન પાસેથી બીજી કોઈ અપેક્ષા રાખી શકાય નહીં, પરંતુ તેમણે આ પ્રસંગે ફરી એકવાર વડાપ્રધાન પદનું અપમાન કર્યુ છે.