ETV Bharat / state

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ, રુ. 4800 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે - PM MODI GUJARAT VISIT

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 28 ઓક્ટોબરના રોજ ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન તેઓ રૂ. 4800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 25, 2024, 3:43 PM IST

Updated : Oct 25, 2024, 3:48 PM IST

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 28 ઓક્ટોબરના રોજ ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન તેઓ અમરેલી જિલ્લાથી રૂ. 4800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ અને બોટાદ જિલ્લાના લગભગ 1600 જેટલા વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂ. 705 કરોડના પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યો, રુ. 2811 કરોડના નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના (NHAI) વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સાથે જ અમરેલીની ગાગડિયો નદી પરભારતમાતા સરોવરનું લોકાર્પણ કરશે. આ સાથે જ જળ સંચય વિભાગ હેઠળ રૂ.20 કરોડના પિટ રિચાર્જ, બોર રિચાર્જ અને કૂવા રિચાર્જના 1000 કામોનું ખાતમુહૂર્ત અને 590 કામોનું લોકાર્પણ પણ કરશે.

200 કરોડના પ્રવાસન સંબંધિત વિકાસકાર્યો : આ ઉપરાંત વડાપ્રધાન પ્રવાસન સંબંધિત રુ.200 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત પણ કરશે, જે હેઠળ ગુજરાતના પોરબંદર જિલ્લાના મોકરસગાર ખાતે કર્લી રિચાર્જ જળાશયનો વિશ્વસ્તરીય સસ્ટેનેબલ ઇકોટુરિઝમ તરીકે વિકાસ કરવામાં આવશે. વડાપ્રધાન રૂ.2800 કરોડથી વધુના નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના (NHAI) વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

નાવડાથી ચાવંડ બલ્ક પાઇપલાઇન : બોટાદ જિલ્લા માટે નાવડાથી ચાવંડ બલ્ક પાઇપલાઇનનું લોકાર્પણ કરશે. નાવડાથી ચાવંડ બલ્ક પાઇપલાઇન પ્રોજેક્ટના પૂર્ણ થવાથી બોટાદ, અમરેલી, જૂનાગઢ, રાજકોટ અને પોરબંદર જિલ્લાના 1298 ગામો અને 36 શહેરોના લગભગ 67 લાખ લાભાર્થીઓને વધારાનું 28 કરોડ લિટર પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.

ભાવનગર પાણી પુરવઠા યોજના : વડાપ્રધાન ભાવનગર જિલ્લામાં પીવાના પાણી માટેની પસવી જૂથ ઓગમેન્ટેશન પાણી પુરવઠા યોજના ભાગ 2 ના કામનું ખાતમુહૂર્ત કરશે. ભાવનગર જિલ્લામાં પીવાના પાણી માટેની સ્કીમ હેઠળ જિલ્લાના મહુવા, તળાજા અને પાલીતાણા તાલુકાના 95 ગામોને આવરી લેવામાં આવ્યા છે, જેની વસ્તી લગભગ 2.75 લાખ લોકોની છે.

ભારતમાતા સરોવરનું લોકાર્પણ : પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) મોડલ અન્વયે ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા રૂ.35 કરોડના ખર્ચે લાઠીના દુધાળા ખાતે હેતની હવેલી પાસે ભારતમાતા સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. વોટરશેડ ડિપાર્ટમેન્ટ હસ્તકના 4.50 કરોડ લીટર પાણીની સંગ્રહ શક્તિ ધરાવતા ચેકડેમને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા ઊંડો કરી પહોળાઈ પણ વધારવામાં આવી છે. સાથે જ ચેકડેમની બંને બાજુએ માટી નાખીને તેની મજબૂતાઈમાં વધારો કરવામાં આવ્યો છે.

આ ચેકડેમને ભારતમાતા સરોવર નામ આપવામાં આવ્યું છે. ચેકડેમની પાણીની સંગ્રહ શક્તિમાં 20 કરોડ લીટરનો વધારો થયો છે. હાલ ભારતમાતા સરોવરમાં અંદાજે 24.50 કરોડ લીટર પાણીનો સંગ્રહ થયો છે. તેના કારણે આજુબાજુના ખેતરમાં આવેલા બોર તેમજ કૂવાના પાણીના સ્તરમાં વધારો થયો છે, જેના લીધે આસપાસના ગામોમાં પાણીની સગવડ થઈ અને ગામના ખેડૂતોને સિંચાઇ માટે પરોક્ષ રીતે લાભ મળ્યો છે.

NHAI ના રૂ.2800 કરોડના વિકાસકાર્યો : વડાપ્રધાન મોદી અમરેલીમાં રુ. 2811 કરોડના નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના (NHAI) વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. કુલ 4 વિકાસ કાર્યોમાં રૂ. 768 કરોડના ખર્ચે NH 151 A ના ધ્રોળ-ભાદરા-પાટીયા સેક્શન અને ભાદરા પાટીયા-પીપળીયા સેક્શન, રૂ.1025 કરોડના ખર્ચે NH 151 A ના દ્વારકા-ખંભાળિયા-દેવરિયા સેક્શન 203 કિમીથી 176 કિમી અને 171 કિમીથી 125 કિમી સેક્શન ચારમાર્ગીયકરણનું લોકાર્પણ કરશે.

આ ઉપરાંત રૂ.136 કરોડના ખર્ચે NH 51 ના માધવપુરથી પોરબંદર સેક્શન (338 કિમીથી 379 કિમી) અને રૂ.256 કરોડના ખર્ચે NH 151 ના જેતપુર-સોમનાથ સેક્શનના ચારમાર્ગીયકરણનું લોકાર્પણ કરશે. આ સાથે જ રૂ.626 કરોડના ખર્ચે જામનગર જિલ્લાના ધ્રોળ બાયપાસથી મોરબી જિલ્લાના આમરણ સુધીના ખૂટતા સેક્શનના ચારમાર્ગીયકરણના કામનું ખાતમુહૂર્ત કરશે. સાથે જ જૂનાગઢ બાયપાસ સહિતના બાકી કામોના બાંધકામનો સમાવેશ થાય છે.

ભુજ-નલિયા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ : વડાપ્રધાન મોદી ભુજ-નલિયા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ દેશને સમર્પિત કરશે. ભુજ-નલિયા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ રુ. 1094 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યો છે. આ સેક્શનમાં 24 મેજર અને 254 માઇનર બ્રિજ સામેલ છે, તેમજ 3 રોડ ઓવરબ્રિજ અને 30 રોડ અંડરબ્રિજનો પણ આ પ્રોજેક્ટમાં સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ ખૂબ જ ફાયદાકારક છે, જે રાજ્યના કચ્છ જિલ્લાના સામાજિક-આર્થિક વિકાસને વેગ આપશે.

  1. સ્પેનના PM પેડ્રોનો ગુજરાત પ્રવાસ, સ્પેન અને ભારતના આર્થિક સંબંધ
  2. PM મોદી અને સ્પેન PM વડોદરા આવે તે પહેલા તૈયારીઓ જોરશોરમાં

Last Updated : Oct 25, 2024, 3:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.