અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત 'કાર્યકાર સુવર્ણ મહોત્સવમાં ડિજિટલ માધ્યમથી સંબોધન કર્યું હતું. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
PM મોદીનું સંબોધન: વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે, 'આજે ભગવાન સ્વામી નારાયણની 103મી જન્મજયંતિ છે, હું તેમને વંદન કરૂ છું.' તેમણે વધુમાં કહ્યું કે, વિશ્વના 28 દેશમાં સ્વામી નારાયણ ભગવાનના 1800 મંદિર આવેલા છે. 'થોડા મહિના પહેલા અબુ ધાબીમાં ભગવાન સ્વામી નારાયણના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. મને એ કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળી. એ કાર્યક્રમ અને એ મંદિર આખી દુનિયામાં ચર્ચાનો વિષય બની ગયા. વિશ્વએ ભારતનો આધ્યાત્મિક વારસો જોયો અને ભારતની સાંસ્કૃતિક વિવિધતાનો અહેસાસ કર્યો. આવા પ્રયાસો ભારતના સાંસ્કૃતિક ગૌરવ અને માનવતાની મહાનતાને વિશ્વ સમક્ષ લાવે છે તેના માટે હું દરેકને ઘન્યાવાદ આપું છું'.
PM મોદીએ BAPSના સેવા અભિયાનોની ભરપૂર પ્રશંસા કરી
પીએમ મોદીએ કહ્યું કે, ટકાર્યકર સુવર્ણ મહોત્સવ સેવાના 50 વર્ષની યાત્રાનો મહત્વપૂર્ણ પડાવ છે. 50 વર્ષ પહેલાં સ્વયંસેવકોના રજીસ્ટ્રેશન કરીને તેમને સેવાકાર્યો સાથે સાંકળવાની શરૂઆત થઈ હતી. તે સમયે કાર્યકરોનું રજીસ્ટ્રેશન કરવા વિશે કોઈ વિચારતું પણ નહોતું.આજે આ જોઈને ખુબ જ ખુશી થઈ રહી છે કે BAPSના લાખો કાર્યકર પુરી શ્રદ્ધા અને સમર્પણથી સેવા કાર્યોમાં લાગેલા છે. કોઈ સંસ્થા માટે આ ખુબ મોટી ઉપલબ્ધી છે, તેના માટે હું આપને ધન્યવાદ પાઠવું છું.
Addressing the Karyakar Suvarna Mahotsav being held in Ahmedabad. https://t.co/RDEcw84NRi
— Narendra Modi (@narendramodi) December 7, 2024
પીએમ મોદીએ કહ્યું કે, કાર્યકર સુવર્ણ મહોત્સવ ભગવાન સ્વામી નારાયણ માનવીય શિક્ષાનો ઉત્સવ છે. આ સેવાના તે દાયકાઓની ગાથા છે, જેણે લાખો કરોડો લોકોનું જીવન બદલ્યું. મારૂ સૌભાગ્ય છે કે, મે BAPSના સેવા અભિયાનોને એટલા નજીકથી જોયા છે અને મને તેની સાથે સંકળાવવાની તક મળી છે. ભૂજમાં ભૂકંપ બાદ સર્જાયેલી તારાજીની સ્થિતિ હોય, નરનારાયણ નગરનું પુન:નિર્માણ હોય, કે પછી કેરળની ભૂસ્ખલન દૂર્ઘટના હોય, કે ઉત્તરાખંડમાં ભૂસ્ખલનની પીડા હોય કે કોરોના મહામારીની ત્રાસદી, આપણા કાર્યકર સાથી દરેક જગ્યાએ પરિવારભાવથી ઉભા રહ્યાં છે અને કરૂણાભાવથી સૌની સેવા કરે છે. કોરોના કાળમાં જોયું કે, BAPS મંદિર સેવા કેન્દ્રોમાં ફેરવાઈ ગયા હતાં.
યુક્રેન યુદ્ધ દરમિયાન ભારતીયોને વ્હારે આવ્યા BAPSના કાર્યકરો
જ્યારે યુક્રેનનું યુદ્ધ વધવા લાગ્યું તો ભારત સરકારે તરત જ એ નક્કી કર્યુ કે ત્યાં ફસાયેલા ભારતીયોને તાત્કાલીક સુરક્ષીત બહાર કાઢવાના છે, ત્યાર બાદ મોટી સંખ્યામાં ભારતીયો પોલેન્ડ પહોંચવા લાગ્યા પરંતુ એક પડકાર હતો કે, પોલેન્ડ પહોંચેલા ભારતીયોને યુદ્ધના એ માહોલમાં કેવી રીતે વધુમાં વધુ મદદ પહોંચાડવામાં આવે ? તે સમયે મે BAPSના એક સંત સાથે વાત કરી તે સમયે રાતના 12 કે 1 વાગી રહ્યાં હતાં. મે તેમને આગ્રહ કર્યો મોટી સંખ્યામાં ભારતીય પોલેન્ડ પહોંચી રહ્યાં છે તેમની મદદ માટે મારે આપને સહયોગ જોઈએ, અને મે જોયું કે કેવી રીતે સમગ્ર યુરોપ માંથી રાતોરાત BAPSના કાર્યકરોને આપની સંસ્થાએ એકજૂટ કરી દીધા., આપ લોકોએ યુદ્ધના માહોલમાં પોલેન્ડ પહોંચેલા લોકોની મદદ કરી. BAPSની આ તાકાત વૈશ્વિક સ્તર પર માનવતાના હિતમાં આપનું યોગદાન ખુબ જ પ્રશંસનીય છે. તેના માટે હું આપ સૌનો આભાર વ્યક્ત કરૂં છું.
BAPSના કાર્યો પુરા વિશ્વમાં ભારતના સામર્થ્ય અને ભારતના પ્રભાવને તાકત આપે છે: PM
આજે દુનિયાભરમાં BAPSના કાર્યકરો કરોડો લોકોના જીવનમાં પરિવર્તન લાવી રહ્યાં છે. પોતાની સેવા ભાવનાથી કરોડો લોકોની આત્માને સ્પર્શી રહ્યાં છે. અને સમાજના છેવાડે ઉભેલા લોકોને સશ્ક્ત કરી રહ્્યા છે માટે આપ પ્રેરણા છો,પૂજ્ય છો વંદનીય છે. BAPSના કાર્યો પુરા વિશ્વમાં ભારતના સામર્થ્ય અને ભારતના પ્રભાવને તાકત આપે છે. દુનિયભરમાં 21 હજારથી વધુ આધ્યાત્મિક કેન્દ્ર, સેવાના પ્રકલ્પોનું અલગ-અલગ કામ વિશ્વ જ્યારે આ જોઈ છે ત્યારે તેમા ભારતની આદ્યત્મિક વિરાસતના દર્શન કરે છે. આ મંદિર ભારતના સાંસ્કૃતિક પ્રતિબિંબ છે. વિશ્વના સૌથી પ્રાચીન જીવન સંસ્કૃતિના કેન્દ્રો છે. કોઈપણ વ્યક્તિ તેની સાથે જોડાઈ છે તો તે ભારત પ્રત્યે આકર્ષિત થયા વગર નથી રહેતો. હજી થોડાક મહિના અગાઉ અબુધાબીમાં ભગવાન સ્વામી નારાયણ મંદિરની પ્રતિષ્ઠા થઈ છે, મારૂં સૌભાગ્ય છે કે, હું પણ તે કાર્યક્રમમાં સામેલ થયો અને આ મંદિરની સમગ્ર દુનિયામાં ચર્ચા થઈ રહી છે. દુનિયાએ ભારતની આદ્યત્મિક વિરાસતના દર્શન કર્યા અને દુનિયાએ ભારતની સાંસ્કૃતિક વિવિધતાને નિહાળી આવા પ્રયાસોથી દુનિયાને ભારતના સાંસ્કૃતિક ગૌરવ અને માનવીય ઉદારતા વિશે ખબર પડે છે.
વિકસિત ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરવાનું આહ્વાન: પીએમ મોદીએ આગળ કહ્યું કે, હાલના દિવસોમાં 'એક વૃક્ષ માતાને નામ' અભિયાન આખી દુનિયામાં ચર્ચામાં છે. આ દિશામાં તમારા પ્રયાસો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે ઘણા વધુ એવા કાર્યો કરી શકો છો જે ભારતના વિકાસને વેગ આપી શકે, જેમ કે યુવા વિચારોને નવી તકો આપવા માટે ફિટ ઈન્ડિયા અભિયાન. જાન્યુઆરીમાં 'ડાયલોગ ઓફ યંગ લીડર્સ ફોર ડેવલપ્ડ ઈન્ડિયા' કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આમાં આપણા યુવાનો તેમના મંતવ્યો આપશે, જેથી વિકસિત ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરી શકાય.