ETV Bharat / state

PM મોદીએ લખ્યો 'આજ મારી જગદંબા આવતી કળાય...' ગરબો, પાંચમા નોરતે શેર કર્યો વીડિયો - PM Modi Wrote Aavati Kalay Garbo

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવરાત્રિના પાંચમા નોરતા પર આવતી કળાય ગરબો લખ્યો છે. જેનો વીડિયો તેમણે X પર શેર કર્યો છે.

author img

By ETV Bharat Gujarati Team

Published : 2 hours ago

PM મોદીએ લખ્યો ગરબો
PM મોદીએ લખ્યો ગરબો (X@Narendra Modi)

નવી દિલ્હી : ગુજરાત સહિત દેશ-દુનિયામાં હાલ ધામધૂમથી નવરાત્રિની ઉજવણી થઈ રહી છે. ત્યારે સોમવારે પાંચમા નોરતે PM નરેન્દ્ર મોદીએ આદ્યશક્તિ જગદંબાને નમન કરતા સોશિયલ મીડિયા સાઈટ X પર તેમણે લખેલા ગરબાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. PM મોદીએ લખેલા આ ગરબાને સિંગર પૂર્વા મંત્રીએ અવાજ આપ્યો છે.

સોશિયલ મીડિયા સાઈટ X પર PM મોદીએ પોસ્ટ કરેલા વીડિયોના કેપ્શનમાં તેમણે લખ્યું છે, નવરાત્રીના આ પાવન પર્વની મા દુર્ગાની આરાધના સાથે જોડાયેલા લોકો જુદી જુદી રીતે ઉજવણી કરી રહ્યા છે. શ્રદ્ધા અને ભક્તિના આવા જ ભાવથી મેં પણ “આવતી કળાય માડી આવતી કળાય” નામે એક ગરબાની શબ્દરચના કરી છે. મા જગદંબાના અનંત આશીર્વાદ હરહંમેશ આપણા સૌ પર બની રહે….

આ સાથે જ તેમણે અન્ય એક પોસ્ટ કરીને આવતી કળાય ગરબાને પોતાનો અવાજ આપનાર સિંગરનો પણ આભાર માન્યો છે. તેમણે લખ્યું છે કે, આ ગરબાને ગાવા અને તેને મધુર પ્રસ્તુતિ આપવા માટે ગાયક પૂર્વા મંત્રીનો હું આભાર માનું છું.

ખાસ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મા શક્તિના મોટા ઉપાસક છે. દર વર્ષે તેઓ નવરાત્રિના નવ દિવસ સુધી ઉપવાસ રાખતા હોય છે. આ પહેલા નવરાત્રિના તહેવારની શરૂઆત થતા 3 ઓક્ટોબરે PM મોદીએ તમામ ભારતીયોને શુભકામના પાઠવી હતી.

  1. ક્રિસ ગેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત, અનોખા અંદાજમાં કહ્યું નમસ્તે...
  2. 'જય માતા દી!' નોરતાના પ્રથમ દિવસે પીએમ મોદીએ દેશવાસીઓને શુભકામના પાઠવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.