ETV Bharat / state

ડ્રાઈવરની રિલ્સના ચક્કરમાં અકસ્માત થયો: ત્રિશુળીયા ઘાટ પાસે બસ દૂર્ઘટનાના મુસાફરોનો આરોપ - bus accident at banashkantha - BUS ACCIDENT AT BANASHKANTHA

બનાસકાંઠા જિલ્લાના દાંતા પાસે આવેલા ત્રિશુળિયા ઘાટ પર એક ખાનગી બસ પલટી ખાઈ ગઈ હતી, જેમાં 4 લોકોનાં મોત થયાં છે.

ત્રિશુળીયા ઘાટ પાસે ખાનગી બસનો અકસ્માત
ત્રિશુળીયા ઘાટ પાસે ખાનગી બસનો અકસ્માત (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 7, 2024, 2:50 PM IST

Updated : Oct 7, 2024, 4:26 PM IST

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના દાંતાના ત્રિશૂળીયા ઘાટ પર શ્રદ્ધાળુઓથી સવાર એક બસ પલટી મારી જતાં એક બાળક સહિત ત્રણ લોકોના મોત થયા છે. અકસ્માતમાં 52થી વધુ લોકોને ઈજાઓ પહોંચતા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે લક્ઝરી બસના ફુરચે ફુરચા બોલી ગયા હતાં. અકસ્માત લક્ઝરી બસના ચાલકની બેદરકારીના કારણે થયો હોવાનું આક્ષેપ ખુદ શ્રદ્ધાળુઓ લગાવી રહ્યા છે, તેમનું કહ્યું છે કે રિલ્સ બનાવવાના ચક્કરમાં ચાર બમ્પ કુદાવી દેતા લક્ઝરી બસ પલટી મારી ગઈ હતી. લક્ઝરી બસમાં 50થી વધુ લોકો સવાર થવાની પણ માહિતી મળી રહી છે.

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના કઠલાલ ગામના શ્રદ્ધાળુઓ ગઈકાલે અંબાજી માતાના દર્શને આવ્યા હતા, જેઓ આજે દર્શન કરી પરત ફરી રહ્યા હતા, ત્યારે દાંતાના ત્રિશુલિયા ઘાટ નજીક અકસ્માત સર્જાયો હતો. જોકે અકસ્માતની માહિતી મળતા અંબાજી પોલીસ સહિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાલનપુર અંબાજી અને દાંતા ત્રણેય તાલુકાની તમામ એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ દાતા સિવિલ હોસ્પિટલ ત્યારબાદ 52 જેટલા ઇજાગ્રસ્તોને દાતા સિવિલ બાદ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ત્રિશુળીયા ઘાટ પાસે બસ દૂર્ઘટના (Etv Bharat Gujarat)

પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને ખસેડવામાં આવતા પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, કલેકટર મિહિર પટેલ જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા સહિતના અધિકારીઓ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને દર્દીઓની સાર સંભાળ લીધી હતી તેમજ તેમની ચાલી રહેલી સારવારનું પણ નિરીક્ષણ કર્યું હતું. પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચેલા કલેકટર અને જિલ્લા પોલીસ વડાએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું, તેમણે કહ્યું કે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં હાલમાં તમામ દર્દીઓની સારવાર સરસ રીતે ચાલી રહી છે. જોકે આ અકસ્માત કઈ રીતે સર્જાયો તે બાબત અંગે તપાસ કરવામાં આવશે અને જે કોઈ જવાબદાર હશે તેમના સામે યોગ્ય કાર્યવાહી કરાશે તેવી વાત કલેકટર અને જિલ્લા પોલીસવડાએ કરી છે

બીજી તરફ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે લાવવામાં આવતા સિવિલ હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફે ખડે પગે રહીને તમામ દર્દીઓને જરૂરી સારવાર આપી હતી. આ અંગે બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પી.જે. ચૌધરીએ જણાવ્યું હતું કે, જે ઘટના બની છે તે ઘટના અંગે જાણ થતા જ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં તમામ વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવી છે, સાથે જ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની સૂચના બાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની યોગ્ય સારવાર હાલ ચાલી રહી છે 52 જેટલા દર્દીઓને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાનુ તેમને જણાવ્યું હતું.

મહત્વપૂર્ણ છે કે, જો બસમાં સવાર શ્રદ્ધાળુઓ બસચાલક સામે બેદરકારીના આક્ષેપ કરતા હોય તો તે તપાસનો વિષય છે, કારણ કે જો રીલ્સ બનાવવાના ચક્કરમાં અકસ્માતની ઘટના બની હોય તો તે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય, રિલ્સ બનાવી ફેમસ થવાના શોખમાં 50 લોકોના જીવ જોખમમાં મૂકી ત્રણના ભોગ લેનાર બસ ચાલક સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠવા પામી છે.

  1. બેકાબૂ બસ નદીમાં ખાબકી : અંબાજી-આબુરોડ પર ગોઝારો અકસ્માત, 42 ઘાયલ - Banaskantha bus accident
  2. Ambaji Accident: અંબાજી આબુરોડ માર્ગ ઉપર રાજસ્થાન રોડવેઝની બસ નદીમાં પલટી

Last Updated : Oct 7, 2024, 4:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.