અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે 16 સપ્ટેમ્બરે અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાનના આગમન લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જ્યાં ઘણા સમયથી તંત્રની નજરમાં ના આવતી નાની નાની કામગીરીઓ પણ હવે તંત્રને દેખાઈ ગઈ છે. જાણે કે તંત્ર સીધું દૌર થઈ ગયું હોય તેવા વિદ્યાર્થીની જેમ કામે લાગી ગયું છે. અત્યાર સુધી પ્રજા માટે આ કામગીરી તંત્રને દેખાઈ રહી ન્હોતી પરંતુ હવે તો સાહેબ આવવાના હોવાથી ક્લાસરૂમમાં કોઈ ચૂં કે ચાં ના કરે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
4 જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા માટે અમદાવાદ ખાતે આવેલા GMDC ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેની સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યું છે.
રોડ-રસ્તાનું નવીનકરણ કરાયું: વડાપ્રધાન મોદીના આગમન માટે GMDC ગ્રાઉન્ડ તરફ આવતો રોડનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. ફુટ પાડી પર રંગરોગન, દીવાલો પર ભીતચિત્રો સાથે 'એક પેડ માં કે નામ' અને 'સ્વચ્છ અમદાવાદ, સ્વસ્થ અમદાવાદ' જેવા કાર્યક્રમોને પણ ભીંતોમાં ચીતરવામાં આવ્યા છે. GMDC ગ્રાઉન્ડના ગેટની સામે BRTS ની ફુટપાળી તોડવામાં આવી હતી, તે પણ ફરી નવી બનાવવામાં આવી રહી છે.
ગ્રાઉન્ડમાં સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ: GMDC ગ્રાઉન્ડની અંદર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે આજુબાજુના રોડ રસ્તાઓ, 4 રસ્તા અને પાનના ગલ્લા ઉપર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. GMDC ગ્રાઉન્ડની અંદર હાલ સામાન્ય લોકો માટે પ્રવેશ પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે. મીડિયાકર્મીઓને અને પોલીસને પણ આઈકાર્ડ વગર પ્રવેશ આપવામાં આવતો નથી.
વિશાળ LED સ્ક્રીન ગોઠવવામાં આવી છે: GMDC ગ્રાઉન્ડના અલગ અલગ વિસ્તારમાં સ્ટેજ પર નજર રાખવા માટે અને વિવિધ ગતિવિધિઓ જોવા માટે 5 થી 6 વિશાળ LED સ્ક્રીન ગોઠવવામાં આવી છે.
પ્રવેશ અને પાર્કિંગની વ્યવસ્થા: PM મોદીની સભામાં આવતા લોકો માટે પ્રવેશ અને પાર્કિંગની અલગ અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગ્રાઉન્ડના અલગ અલગ સ્થળેથી લોકોને પ્રવેશ અપાશે. દરેક ઝોનનું પાર્કિંગ અલગ રાખ્યું છે. આ સાથે જ પીવાના પાણીથી લઈને તમામ વ્યવસ્થા ગોઠવી છે. GMDC ગ્રાઉન્ડની આસપાસના AMC ના 14 ખાલી પ્લોટોમાં પાર્કિંગ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે.
આ પણ વાંચો: