વડોદરા : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ આજે વડોદરામાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 28 ઓક્ટોબર, સોમવારે સ્પેનના પીએમ પેડ્રો સાંચેઝ સાથે વડોદરામાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) કેમ્પસમાં C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદ્ઘાટન કરશે.
C-295 એરક્રાફ્ટ ઉત્પાદન ફેક્ટરી : C-295 પ્રોગ્રામ હેઠળ કુલ 56 એરક્રાફ્ટ ભારતને મળશે. જેમાંથી 16 એરક્રાફ્ટની સીધા સ્પેનથી એરબસ દ્વારા ડિલિવરી કરવામાં આવી રહી છે, બાકીના 40 એરક્રાફ્ટ ભારતમાં બનવાના છે. Tata Advanced Systems Ltd ભારતમાં આ 40 એરક્રાફ્ટ બનાવવા માટે જવાબદાર છે. આ સુવિધા ભારતમાં લશ્કરી વિમાનો માટે ખાનગી ક્ષેત્રની પ્રથમ ફાઇનલ એસેમ્બલી લાઇન (FAL) હશે.
#WATCH | Vadodara, Gujarat: On the inauguration of TATA Aircraft Complex for manufacturing C-295 aircraft, PM Narendra Modi says, " ...today the defence manufacturing ecosystem in india is touching new heights. if we had not taken concrete steps 10 years ago, it would have been… pic.twitter.com/gUJTxEHfUz
— ANI (@ANI) October 28, 2024
- "C-295 એરક્રાફ્ટ ઉત્પાદન ફેક્ટરી ભારત-સ્પેન સંબંધોને વેગ આપશે" : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, "મારા મિત્ર પેડ્રો સાંચેઝની આ ભારતની પ્રથમ મુલાકાત છે. આજથી અમે ભારત અને સ્પેનની ભાગીદારીને નવી દિશા આપી રહ્યા છીએ. અમે C-295 એરક્રાફ્ટની પ્રોડક્શન ફેક્ટરીનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ. C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કૉમ્પ્લેક્સ ભારત-સ્પેનના સંબંધો તેમજ 'મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ' મિશનને મજબૂત કરશે."
- "ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સના ઉદ્ઘાટનથી સ્વર્ગસ્થ રતન ટાટા ખુશ થયા હશે" : PM મોદી
વડાપ્રધાન મોદીએ ઉમેર્યું કે, "તાજેતરમાં આપણે દેશના મહાન પુત્ર રતન ટાટાને ગુમાવ્યા. જો તેઓ આજે આપણી વચ્ચે હોત તો તેઓ ખુશ હોત, પરંતુ તેમનો આત્મા જ્યાં હોય ત્યાં તેઓ ખુશ હશે. આ C-295 એરક્રાફ્ટ ફેક્ટરી નવા ભારતની નવી કાર્ય સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે. હું ગુજરાતનો સીએમ હતો ત્યારે વડોદરામાં ટ્રેનના કોચ બનાવવાની ફેક્ટરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને તે ફેક્ટરી પણ રેકોર્ડ સમયમાં તૈયાર થઈ ગઈ હતી. વડોદરામાં ઉત્પાદિત મેટ્રો કોચની જેમ અન્ય દેશોમાં નિકાસ કરવામાં આવે છે, મને વિશ્વાસ છે કે તેવી જ રીતે ભવિષ્યમાં આ ફેક્ટરીમાં બનેલા એરક્રાફ્ટની અન્ય દેશોમાં પણ નિકાસ કરવામાં આવશે.
- "આજે ભારતમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ નવી ઊંચાઈ સ્પર્શી રહી છે" : PM મોદી
"આજે ભારતમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ નવી ઊંચાઈ સ્પર્શી રહી છે. જો 10 વર્ષ પહેલા નક્કર પગલાં ન લીધા હોત, તો આજે આ સ્તરે પહોંચવું અશક્ય હતું. તે સમયે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે, ભારતમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ સ્કેલ આટલું મોટું હોઈ શકે છે. પરંતુ અમે નવા રસ્તા પર ચાલવાનું નક્કી કર્યું અને આજે પરિણામ આપણી સામે છે. અમે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારી અને જાહેર ક્ષેત્રને કાર્યક્ષમ બનાવ્યું. સાત મોટી કંપનીમાં ઓર્ડિનન્સ ફેક્ટરીઓ, DRDO અને HAL ને મજબૂત બનાવ્યા, યુપી અને તમિલનાડુમાં બે મોટા સંરક્ષણ કોરિડોર બનાવ્યા, આવા ઘણા નિર્ણયોએ સંરક્ષણ ક્ષેત્રને નવી ઊર્જાથી ભરી દીધું.
#WATCH | Gujarat: President of the Government of Spain, Pedro Sanchez says, " ...in the late 1960s, the talented paco delucia and the great indian musician ravi shankar brought our two countries closer through music. together they managed to fuse flamengo and indian classical… pic.twitter.com/dGjTy6XGmm
— ANI (@ANI) October 28, 2024
- "હવે દેશને ઉડ્ડયન હબ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે" : PM મોદી
"છેલ્લા 5-6 વર્ષોમાં ભારતમાં 1000 નવા સંરક્ષણ સ્ટાર્ટઅપ્સ આવ્યા છે. છેલ્લા દસ વર્ષમાં ભારતની સંરક્ષણ નિકાસમાં 30 ગણો વધારો થયો છે. આજે આપણે 100 થી વધુ દેશોમાં સંરક્ષણ સાધનોની નિકાસ કરીએ છીએ. આજે દેશમાં કૌશલ્ય અને રોજગાર સર્જન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, એરબસ અને ટાટાની આ ફેક્ટરીથી હજારો નોકરીઓનું સર્જન થશે.