ETV Bharat / state

Rajkot AIIMS: વડાપ્રધાન મોદી રાજકોટ એઈમ્સમાં IPD વિભાગનું લોકાર્પણ કરશે - Total 750 Beds

વડાપ્રધાન મોદી 25મીએ ગુજરાતની એક માત્ર એઈમ્સના IPD વિભાગનું લોકાર્પણ કરશે. જેમાં 250 બેડ્સનો સમાવેશ થાય છે. આજે પીએમ પ્રોટોકોલની ટીમ દ્વારા એઈમ્સ હોસ્પિટલની વિઝિટ કરવામાં આવી હતી. પીએમ મોદીના કાર્યક્રમ સંદર્ભે એઈમ્સ હોસ્પિટલ તંત્ર દ્વારા પણ લગભગ તમામ તૈયારીઓ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. PM Modi Rajkot AIIMS Hospital IPD

વડાપ્રધાન મોદી રાજકોટ એઈમ્સમાં IPD વિભાગનું લોકાર્પણ કરશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 23, 2024, 3:53 PM IST

Updated : Feb 25, 2024, 6:22 AM IST

રાજકોટઃ વડાપ્રધાન મોદી 25મીએ 250 બેડ્સ ધરાવતા રાજકોટ એઈમ્સના IPD વિભાગનું લોકાર્પણ કરશે. પીએમ દ્વારકાનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ રાજકોટ એઇમ્સ ખાતે હેલિકોપ્ટરમાં આવી પહોંચશે. પીએમ મોદીના કાર્યક્રમમાં ગુજરાતના નામાંકીત કલાકારો પણ લોકડાયરાની મોજ કરાવવાના છે. ત્યારબાદ વડાપ્રધાન રાજકોટના જૂના એરપોર્ટ ખાતે આવશે.

રાજકોટ એઈમ્સ દ્વારા માહિતી અપાઈઃ વડાપ્રધાનના મોદીના કાર્યક્રમ સંદર્ભે આજે રાજકોટ એઈમ્સ દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી. પીએમ મોદી રાજકોટ એઈમ્સ પરિસરમાંથી ગુજરાત ઉપરાંત રાજ્યોની કુલ 5 એઈમ્સ હોસ્પિટલ્સનું લોકાર્પણ કરવાના છે. પીએમ મોદી રાજકોટ એઈમ્સ ખાતે બપોરે 2 વાગ્યાની આસપાસ દ્વારકાથી આવી પહોંચશે. ત્યારબાદ તેઓ 20 થી25 મિનિટ રોકાણ કરશે. જેમાં તેઓ રાજકોટ એઈમ્સના IPD વિભાગનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન રાજકોટ એઈમ્સની કામગીરીઓનું નિરીક્ષણ પણ કરશે.

1 વર્ષ હજૂ લાગશેઃ રાજકોટ એઈમ્સ નિર્માણની કામગીરી કોરોના આવ્યાના એક વર્ષ અગાઉ શરૂ થઈ હતી. જ્યારે આખો પ્રોજેક્ટ રૂ 1200 કરોડના ખર્ચે તૈયાર થશે. હાલમાં રાજકોટ એઈમ્સ ખાતે દર્દીઓને OPD સારવાર આપવામાં આવી રહી છે. તેમજ અહીં મેડિકલ કોલેજ પણ કાર્યરત છે. હજૂ કોઈ સ્પેશિયલ વિભાગ શરૂ કરવામાં આવ્યા નથી પરંતુ IPD વિભાગના લોકાર્પણ બાદ અહીં દર્દીઓને દાખલ થવાની વ્યવસ્થા શરુ થશે. તેમજ વિવિધ રીપોર્ટ પણ થઈ શકશે. આ સાથે જ દર્દીઓના ઓપરેશન પણ કરવામાં આવશે. અત્યારે 2 ઓપરેશન થીયેટર સંપૂર્ણ તૈયાર કરવામાં આવ્યા છે. જે પીએમના કાર્યક્રમ બાદ શરૂ કરાશે. જ્યારે આ આખી એઈમ્સ શરૂ થતાં હજુ પણ એકાદ વર્ષનો સમય લાગે તેવી શક્યતાઓ છે.

રોડ શોઃ પીએમ મોદી રાજકોટ એઈમ્સથી જૂના એરપોર્ટ પર હેલિકોપ્ટર મારફતે જશે. જૂના એરપોર્ટેથી બપોરે 3 કલાકે પીએમ મોદી રોડ શો કરશે. આ રોડ શો સંદર્ભે રાજકોટ શહેર ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. રોડ શો રૂટ પર પીએમ મોદીને આવકારવા અલગ અલગ સંસ્થાના લોકો રસ્તા પર જોવા મળશે. આ રોડ શોમાં અંદાજિત 20 હજારથી વધુ લોકો ઉમટી પડવાની શક્યતાઓ છે.

પીએમ મોદી રાજકોટ એઈમ્સ ખાતે બપોરે 2 વાગ્યાની આસપાસ દ્વારકાથી આવી પહોંચશે. ત્યારબાદ તેઓ 20થી25 મિનિટ રોકાણ કરશે. જેમાં તેઓ રાજકોટ એઈમ્સના IPD વિભાગનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન રાજકોટ એઈમ્સની કામગીરીઓનું નિરીક્ષણ પણ કરશે...સીડીએસ કટોચ (ડાયરેકટર, રાજકોટ એઈમ્સ)

કાર્યક્રમને આખરી ઓપ અપાયો
  1. PM Modi Varanasi Visit : કાશીમાં સંત રવિદાસ સમક્ષ પીએમ મોદીએ શીશ ટેકવ્યું, જનતા સમક્ષ રજૂ કર્યું 10 વર્ષનું રિપોર્ટ કાર્ડ
  2. Rajkot AIIMS: વડાપ્રધાન 25મીએ રાજકોટમાં 250 બેડ્સની એઈમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરશે

Last Updated : Feb 25, 2024, 6:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.