નર્મદા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ ભાર મૂકીને કહ્યું કે, આતંકવાદને સહન કરવામાં આવશે નહીં. આતંકવાદીઓના આકાઓ હવે સમજી ગયા છે કે ભારતને નુકસાન પહોંચાડવાનો કોઈ ફાયદો નથી, કારણ કે ભારત તેમને છોડશે નહીં. સાથે જ વર્તમાન પડકારોનો સામનો કરવા દેશને તેની એકતા મજબૂત કરવા વિનંતી કરી હતી.
- ભારત શાંતિ, વિકાસ અને સમૃદ્ધિ સાથે આગળ વધી રહ્યું છે : પીએમ મોદી
પૂર્વોતર ક્ષેત્રના પડકારો વિશે વાત કરતા પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, સરકારે 'વાતચીત, વિશ્વાસ અને વિકાસ' દ્વારા અલગતાવાદનો અસરકારક રીતે સામનો કર્યો છે. સાથે જ શાંતિ અને સ્થિરતા સ્થાપિત કરવા માટે બોડો અને બ્રૂ-રિયાંગ કરારની પ્રશંસા કરતા પીએમ મોદીએ કહ્યું કે, ત્રિપુરાના નેશનલ લિબરેશન ફ્રન્ટ સાથેના કરારથી લાંબા સમયથી ચાલી રહેલી અશાંતિનો ઉકેલ આવ્યો છે. ભારત શાંતિ, વિકાસ અને સમૃદ્ધિ સાથે આગળ વધી રહ્યું છે.
#WATCH | On 'Rashtriya Ekta Diwas', Prime Minister Narendra Modi says " today the situation is such that even talking about unity has been made a crime. there was a time when we used to sing songs of unity with great pride in school, college, at home and outside...if someone sings… pic.twitter.com/nRCWNEcSFC
— ANI (@ANI) October 31, 2024
જમ્મુ-કાશ્મીરના લોકો વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના લોકોએ અલગતાવાદ અને આતંકવાદના વર્ષો જૂના એજન્ડાને નકારી કાઢ્યો છે. તેમણે ભારતના બંધારણ અને ભારતના લોકતંત્રને વિજયી બનાવ્યું છે. પોતાના મતથી તેમણે 70 વર્ષથી ચાલી રહેલા ખોટા પ્રચારનો અંત લાવ્યો છે. આજે રાષ્ટ્રીય એકતા દિવસ પર હું જમ્મુ અને કાશ્મીરના લોકોને સલામ કરું છું. છેલ્લા દાયકામાં રાષ્ટ્રીય એકતા માટેના ઘણા જોખમોનું સમાધાન કરવામાં આવ્યું છે.
#WATCH | On 'Rashtriya Ekta Diwas', Prime Minister Narendra Modi says " with the growing strength of india, with the growing sense of unity in india, there are some forces, some distorted thoughts, some distorted mentality, some forces that are very troubled. such people inside… pic.twitter.com/DpTclyfVw2
— ANI (@ANI) October 31, 2024
- ભારત શક્તિ અને શાંતિ બંનેનું મહત્વ જાણે છે : પીએમ મોદી
વડાપ્રધાન મોદીએ આસામ અને મેઘાલય વચ્ચે સરહદ વિવાદના સફળ નિરાકરણનો ઉલ્લેખ કરી તેને રાષ્ટ્રીય એકીકરણ તરફનું એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે 21મી સદીનો ઈતિહાસ લખવામાં આવશે ત્યારે ભારતે કેવી રીતે નક્સલવાદના રોગને જડમૂળથી ઉખેડી નાખ્યો તેનું પણ એક પ્રકરણ હશે. ભારતની વર્તમાન પ્રગતિને દ્રષ્ટિ, દિશા અને દ્રઢ સંકલ્પ તરીકે વર્ણવતા વડાપ્રધાને કહ્યું કે, આજે આપણી પાસે એક ભારત છે જેની પાસે દ્રષ્ટિ, દિશા અને દ્રઢ સંકલ્પ છે. એક એવું ભારત જે સશક્ત અને સમાવેશી છે, સંવેદનશીલ અને સતર્ક છે, વિનમ્ર અને વિકાસના માર્ગ પર અગ્રેસર છે, જે શક્તિ અને શાંતિ બંનેનું મહત્વ જાણે છે.