અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પ્રથમવાર પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આજ રોજ પીએમ મોદીના હસ્તે અમદાવાદ શહેરમાં 8 હજાર કરોડથી વધુના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
અમદાવાદને મળશે 7 નવા આઇકોનિક રોડ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 આઈકોનિક રોડ અને 4 જંકશન પર બ્રિજના કામનું ઈ-ખાતમુહૂર્ત કરશે. અંદાજિત 81.44 કરોડના ખર્ચે બાકરોલ જંક્શન બ્રિજ, 98.72 કરોડના ખર્ચે હાથીજણ જંક્શન બ્રિજ, 102 કરોડના ખર્ચે રામોલ જંક્શન બ્રિજ, 108 કરોડના ખર્ચે વસ્ત્રાલ પાંજરાપોળ જંક્શન બ્રિજ, સાથે 7 આઈકોનિક રોડનું. ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે.
- 4 જંકશન પર ઓવરબ્રિજ :
- બાકરોલ જંક્શન બ્રિજ
- હાથીજણ જંકશન બ્રિજ
- રામોલ જંક્શન બ્રિજ
- વસ્ત્રાલ પાંજરાપોળ જંક્શન બ્રિજ
- 7 આઇકોનિક રોડ :
- આશ્રમરોડ
- એરપોર્ટ સર્કલથી ડફનાળા જંકશન
- કેશવબાગ જંકશનથી પકવાન જંકશન
- ઇસ્કોનથી પકવાન જંકશન
- કેનયુગથી શ્યામલ થઇ એસ.જી. હાઇવે
- વિસત સર્કલથી તપોવન સર્કલ
- નરોડા મુક્તિધામથી દહેગામ જંકશન
આઇકોનિક રોડની વિશેષતાઓ : આ આઈકોનિક રોડમાં કેનયુગ-એસજી હાઇવેના રોડને ઓલમ્પિક થીમ પર ડેવલપ કરવામાં આવશે. જેમાં થીમબેઝ ડેવલમેન્ટ-લેન્ડસ્કેપિંગ હશે. સાથે જ રાહદારીઓ માટે 2 થી ૩ મીટરનો ફૂટપાથ, થ્રી લેન રોડ અને સેન્ટ્રલ મિડિયન 1 થી 1.5 મીટર પહોળા તથા સેન્ટ્રલ મિડિયનમાં ગ્રીનરી-પ્લાન્ટેશન હશે. જ્યાં રોડ પહોળા હશે ત્યાં સર્વિસ રોડ બનશે અને ઇન્ટીગ્રેટેડ લેન્ડ સ્કેપ લાઇટીંગ સાથે વેન્ડીંગ ઝોન, ગઝેબો સાથે બફર ઝોન બનાવાશે. સાથે જ રોડની પહોળાઈ મુજબ ઓન સ્ટ્રીટ પાર્કિંગ પણ બનશે.
અન્ય લોકાર્પણના કામો : આ સાથે નરોડામાં 81.73 કરોડના અને ઝુંડાલમાં બનાવાયેલા 128 કરોડના આવાસનું ઈ-લોકાર્પણ તથા વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન અને 15.46 કરોડના શેલ્ટર હોમનું ઇ-લોકાર્પણ કરવામાં આવશે.