અમદાવાદ: તહેવારોની મોસમ પૂરી થઈ ત્યારે હવે તહેવારો દરમિયાન જે લોકો દવાખાને જવાનું ઉઠાડતા હતા. તેવા લોકો રેગ્યુલર ચેકઅપ અને સારવાર માટે હોસ્પિટલમાં જતા જોવા મળી રહ્યા છે. આ બાબતે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ રાકેશ જોષી દ્વારા માહિતી આપવામાં આવી છે.
તહેવારમાં લોકો હોસ્પિટલ જવાનું ટાળતા હતા: સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, દિવાળીનો તહેવાર હતો. તેવા સમયમાં ઘણા લોકો દવાખાને જવાનું ટાળતા હોય છે. ત્યારે હવે તહેવારની મોસમ પૂરી થયા બાદ તે લોકો નિયમિત હોસ્પિટલની મુલાકાત લઈ રહ્યા છે. રોગચાળાની વાત કરવામાં આવે તો રોગચાળામાં કોઈ ધરખમ વધારો જોવા મળતો નથી. ઊલટાનું પાછલા મહિના કરતાં કેસો ઓછા જોવા મળી રહ્યા છે.
હાલ રોગચાળા પર કંટ્રોલ છે: વધુમાં રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, હાલ તો રોગચાળામાં કંટ્રોલ જોવા મળી રહ્યો છે. પૂરતો અંદાજો મહિનાના અંતમાં આવશે.
"મચ્છરજન્ય રોગો ઘટી રહ્યા છે. પરંતુ સાથે સાથે રેસ્પિરેટરી રોગો વધી રહ્યા છે. ત્યારે લોકોએ એ સાવચેતી રાખવાની છે કે, હાઇગ્રેડ ફીવર આવે જોઈન્ટ પેઇન થાય કે પછી શરીરમાં ચકામા થાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરી જરૂરી સારવાર શરૂ કરવી જોઈએ: ડૉ. રાકેશ જોષી સુપ્રિટેન્ડેન્ટ સિવિલ હોસ્પિટલ
લોકોને ચિંતા કરવાનું જરૂર નથી. સાવચેત રહેવાની જરૂર છે
વધુમાં રાકેશ જોષી જણાવે છે કે, સિવિલ હોસ્પિટલનું તંત્ર પૂરતું તૈયાર છે. દવાઓનો સ્ટોક પણ પૂરતો છે. તે માટે લોકોએ કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે.
આ પણ વાંચો: