ETV Bharat / state

ભાજપ કોંગ્રેસના ઉમેદવારોની સંપત્તિમાં વધારો, ભરતસિંહ ડાભી અને ચંદનજી ઠાકોરની મિલકતની એફિડેવિટ - Patan Lok Sabha Seat - PATAN LOK SABHA SEAT

પાટણ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોએ પોતપોતાના ઉમેદવારી પત્રો ભર્યા છે અને એફિડેવિટ પણ મૂકી છે. ત્યારે બંને ઉમેદવારની સંપત્તિ વિશેની જાણકારી પણ સામે આવી છે. જાણો ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભી અને કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરની મિલકતની એફિડેવિટ.

ભાજપ કોંગ્રેસના ઉમેદવારોની સંપત્તિમાં વધારો, ભરતસિંહ ડાભી અને ચંદનજી ઠાકોરની મિલકતની એફિડેવિટ

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 19, 2024, 4:04 PM IST

સંપત્તિ વિશેની જાણકારી

પાટણ : પાટણ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોએ પોતપોતાના ઉમેદવારી પત્રો ભર્યા છે અને એફિડેવિટ રજૂ કર્યા છે. જેમાં ભાજપના ઉમેદવાર ભરતસિંહની પાંચ વર્ષમાં 32 લાખ જંગમ અને 1.87 કરોડ સ્થાવર મિલકત વધી છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની સંપત્તિ બે વર્ષમાં 10.44 કરોડ વધી છે.

ભરતસિંહ ડાભીની એફિડેવિટ : લોકસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભમાં 12 તારીખથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ હતી. ત્યારે પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ 16 એપ્રિલના રોડ ભવ્ય રોડ યોજી જિલ્લા કલેકટર અરવિંદ સમક્ષ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ચૂંટણી અધિકારી સમક્ષ એફીડેવિટ રજુ કર્યું હતું.

મિલકતમાં વધારો : સાંસદ ભરત ડાભીએ તેમના ફોર્મમાં પાંચ વર્ષમાં તેમની જંગમ મિલકતમાં 32 લાખનો વધારો પત્નીની આવકમાં 10.90 લાખનો વધારો દર્શાવ્યો છે જ્યારે સ્થાવર મિલકતમાં 1.87 કરોડ તેમજ પત્નીની મિલકતમાં 76 લાખનો વધારો બતાવ્યો છે. પાટણ બેઠક ઉપર પ્રથમવાર સાંસદ બન્યા બાદ રૂ.45.44 લાખની મોંઘી બે લક્ઝુરિયસ ગાડીઓની ખરીદી ખરીદવામાં આવી છે. બીએ સુધીનો અભ્યાસ ધરાવતા ભરતસિંહ ડાભીની મુખ્ય આવક ખેતી અને સરકાર દ્વારા મળતા પગાર ભથ્થા છે. વર્ષ 2024માં ભરતસિંહ ડાભીની જંગમ મિલકત 83.60 લાખ અને સ્થાવર મિલકત 3.73 કરોડ બતાવી છે. ઉપરાંત તેમની પત્નીના નામે પણ 19 લાખથી વધુ જંગમ મિલકત અને બે કરોડની સ્થાવર મિલકત છે.

2019 ભરતસિંહ ડાભીની મિલકતનું સરવૈયું : ભરતસિંહ અને તેમની પત્નીની જંગમ મિલકત 51,08,064 - 8,15,945 -સ્થાવર 1,85,00,000 - 1,33,00,000.

2024 મિલકત સરવૈયું : ભરતસિંહ અને તેમની પત્નીની જંગમ મિલકત 83,60,019 -19,06,030 અને સ્થાવર 3,72,14000 -2,09,50,000.

સોનાચાંદીના ઘરેણાં : ભરતસિંહ ડાભી પાસે સોનાની ચેઇન, વીંટી સહિતના 2.76 લાખના ઘરેણા છે. જ્યારે તેમની પત્ની પાસે સોના અને ચાંદીના મળી કુલ 11.63 લાખના ઘરેણાં હોવાની હકીકત એફિડેવિટમાં જણાવી છે.

કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની એફિડેવિટ : જ્યારે પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે 18 એપ્રિલના રોજ ભવ્ય રોડ શો યોજી જિલ્લા કલેકટર અરવિંદ વિજયન સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર ભરીને રજુ કર્યું હતું. એફિડેવિટમાં ચંદનજીની હાથ પરની રોકડ 4.75 લાખ વધી છે. જંગમ મિલકત 2.72 કરોડ વધી છે, જ્યારે સ્થાવર મિલકતનું મૂલ્ય રૂપિયા 2.66 કરોડ વધ્યું છે. તેમની પાસે મારુતિ વેગેનાર વરના મોટર કાર activa પીકઅપ તેમજ મેસેજ ટ્રેક્ટર વાહનો છે. જ્યારે તેમની પત્ની પાસે ટોયોટા ફોરચ્યૂનર ગાડી છે જે અગાઉથી ખરીદ કરેલી છે. તેોઓ 8.95 કરોડની વિવિધ સ્તરની જવાબદારીઓ પણ ધરાવે છે તેવું જણાવાયું છે. વ્યવસાયે ખેતીવાડી અને બિલ્ડર ઉપરાંત પગારના સોર્સ આવક વૃદ્ધિ માટે જણાવ્યા છે. તેમના અને તેમની પત્ની પાસેના સોના ચાંદીના દાગીનામાં કોઈ વધારો થયો નથી. ચંદનજી ઠાકોરે સરસ્વતી તાલુકાના ભીલવણ ગામની અંજુમન સ્કૂલમાંથી વર્ષ 1990માં ન્યુ એસએસસી પાસ કરી હતી.

ચંદનજી ઠાકોરની મિલકત : હાથ પર રોકડ 5,54,870, સોનું 20 તોલા, જંગમ મિલકત રૂ.6,04,61,701,સ્થાવર મિલકત, રૂ.4,72,91,500 અને જવાબદારીઓ. રૂ.8,95,66,049.

10 કરોડ ઉપરાંતનો વધારો : પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અને સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર પાછલી વિધાનસભા ચૂંટણી સિદ્ધપુર બેઠક ઉપરથી લડ્યા હતાં. જેમાં તેઓની હાર થઈ હતી તે પછી તેમની સ્થાવર અને જંગમ મિલકતમાં ₹10 કરોડ ઉપરાંતનો વધારો થયો છે.

  1. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ માણાવદર બેઠક પર રજૂ કર્યું ઉમેદવારી પત્ર, એફિડેવિટમાં મિલકત જણાવી - Lok Sabha Election 2024
  2. કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા પાસે છે, 6 કરોડ કરતાં વધુની સંપત્તિ - Lok Sabha Election 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.