ETV Bharat / state

બાપ રે ! રાજકોટમાં મુસાફર ચાલુ ટ્રેને ઉતરવા ગયો અને...જુઓ ઘટનાના CCTV ફૂટેજ - Rajkot train accident - RAJKOT TRAIN ACCIDENT

ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતા એક મુસાફરનો જીવ જોખમમાં મુકાયો હતો, આ બનાવ રાજકોટ રેલવે સ્ટેશન પર બન્યો હતો. મુસાફર પ્લેટફોર્મ તેમજ ટ્રેનની વચ્ચે ફસાયો હતો. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જુઓ વીડિયો...

ઘટનાના CCTV ફૂટેજ
ઘટનાના CCTV ફૂટેજ (ETV Bharat Reporter)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 10, 2024, 7:39 PM IST

રાજકોટમાં મુસાફર ચાલુ ટ્રેને ઉતરવા ગયો અને... (ETV Bharat Reporter)

રાજકોટ : રેલવે તંત્રની વારંવાર ચેતવણી છતાં સામાન્ય રીતે લોકો ચાલુ ટ્રેને ચડવા-ઉતરવાનું છોડતા નથી. આવી રીતે ટ્રેન પકડવામાં જીવનું જોખમ હોવા છતાં અવાર નવાર લોકો આવું કરતા હોય છે. આવો જ એક બનાવ રાજકોટ રેલવે સ્ટેશન પર બન્યો છે. અહીં ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતા એક મુસાફરનો જીવ જોખમમાં મુકાયો હતો.

ચાલુ ટ્રેને ઉતરવું જીવલેણ : રેલવે વિભાગનાના અધિકારીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર મેલમાં RPF જવાનની સાવચેતી પગલે દુર્ઘટના થતા અટકી હતી. જેમાં ચાલુ ટ્રેને ઉતરવા જતા એક મુસાફરનો પગ લપસ્યો હતો અને તે નીચે પટકાયો હતો. આ મુસાફર નીચે પડતાની સાથે જ પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાઈ ગયો હતો. જોકે આ દ્રશ્ય જોઈને ફરજ પર રહેલા પ્રભાત લોખીલ નામનો RPF જવાન તરત જ દોડી ગયો હતો. મુસાફરને સલામત રીતે બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો. ઘટના CCTV કેમેરામાં કેદ થતા તેનો વિડીયો પણ સામે આવ્યો છે.

ઘટનાના CCTV ફૂટેજ : આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, સૌરાષ્ટ્ર મેલમાંથી ઉતરવા માટે એક મુસાફર પોતાનો એક પગ જેવો પ્લેટફોર્મ ઉપર મૂકે છે કે તરત જ બેલેન્સ ગુમાવે છે. આ સાથે મુસાફર પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાઈ જાય છે. જેથી RPF જવાન પ્રભાત લોખીલ તેમજ અન્ય લોકો પણ દોડી જાય છે. તેમજ મુસાફરનો હાથ પકડી લે છે અને તેને બહાર કાઢવામાં આવે છે.

  1. પંજાબના ફતેહગઢમાં બે માલગાડી વચ્ચે ટક્કર, પેસેન્જર ટ્રેન પણ આવી અડફેટે, બે લોકો પાયલોટ ઘાયલ
  2. ઉત્તરાખંડના રૂડકીમાં રેલ્વે લાઇન પર રીલ બનાવતી વખતે ટ્રેનની અડફેટે આવી જતાં યુવતીનું થયું મોત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.