ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ છે. ત્યારે ગુજરાતમાં અત્યારે સૌથી વધુ ચર્ચાતો વિષય એવા ડ્રગ્સનો મુદ્દો ગૃહમાં ઉઠ્યો હતો. આ બાબતે તાકીદે અગત્યની બાબત પર ચર્ચા થઈ હતી. ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં રૂપિયા 850 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. જેમાં રૂપિયા 850 કરોડના ડ્રગ્સ પર ગૃહમાં ચર્ચા થઈ હતી. વિપક્ષે આ મામલે લાંબી ચર્ચા કરતા એક દિવસનું સત્ર લંબાવવા રજૂઆત કરી હતી. તેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ બાબતના પ્રશ્નમાં જવાબ આપતા જણાવ્યું હતું કે, “હું વિપક્ષના દરેક પ્રશ્નના જવાબ આપવા તૈયાર છું.” આમ વિપક્ષ સામે હર્ષ સંઘવીએ જાણે ખુલ્લી ચેલેન્જ મુકી હોય કે તેઓ ડ્રગ્સને લગતા તમામ પ્રશ્નોના જવાબ આપવા બિલકુલ તૈયાર છે.
ડ્રગ્સમાં આરોપી ભાજપ કાર્યકર અંગે શું કહ્યું હર્ષ સંઘવીએ? ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી બોલ્યા કે, ડ્રગ્સ કેસમાં દરેક લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમાંથી કોઈને પણ બાકાત રાખવામાં આવ્યા નથી. સુરત ડ્રગ્સના આરોપી અને ભાજપ કાર્યકર અંગે હર્ષ સંઘવીનું ગૃહમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે, “ડ્રગ્સના આરોપીના મારી સાથે ઉભા હોય એવા ફોટો વાયરલ થયા હતા. મારી સાથે ફોટો હોય તો પણ એવા વ્યક્તિને પોલીસ છોડશે નહીં. રાજ્યના લોકો સમજી લે કે ડ્રગ્સ સાથે સંકળાયેલ કોઈપણ વ્યક્તિને પોલીસ છોડશે નહીં. મારી સાથે ફોટા હોવા છતાં પોલીસે કાર્યવાહી કરી છે. ડ્રગ્સ અંગેની જે પણ ચર્ચા આજે ગૃહમાં હતી તેમાં મેં ચર્ચાનું લાઈવ પ્રસારણ કરવા અધ્યક્ષને વિનંતી કરી હતી."
વિપક્ષ પર રાજનીતિનો આરોપ લગાવ્યોઃ સમગ્ર પ્રકરણમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ વિપક્ષ પર રાજનીતિ કરવાનો આક્ષેપ લગાડ્યો હતો. વિપક્ષ ગૃહમાં જનતાનો અવાજ ઉઠાવવાને બદલે માત્ર રાજનૈતિક નિવેદનબાજી કરે છે. આજે વિધાનસભા ત્રીજા દિવસે 116 ની નોટિસ પર લોકોના પ્રશ્નો પર ચર્ચા થતી હતી. ગૃહમાં પ્રજા લક્ષી પ્રશ્નોની ચર્ચા બાદ લોકોને સુવિધા મળે છે. કોંગ્રેસ દ્વારા ગઈકાલે ગૃહમાં પ્રશ્નોની ચર્ચા માટે દેખાવ કરાયો હતો. કોંગ્રેસના સભ્યોએ ગૃહમાં ડ્રગ્સ મુદ્દે ચર્ચાની માંગણી કરી હતી. ડ્રગ્સ વિરોધી લડાઈની ચર્ચા ગૃહમાં કરી હતી.
સરકાર વતી હું વિધાનસભામાં ડ્રગ્સ વિષય પર દરેક સવાલના જવાબ માટે તૈયાર છું. સંપૂર્ણ ચર્ચા લાઈવ કરવા મેં માંગણી કરી હતી. કોંગ્રેસના સભ્યોએ જાણી જોઈને ટ્રક વિષય પર ચર્ચામાં વિક્ષેપ ઊભો કરીને સહાય કરી હોવાના ગંભીર આરોપ ગૃહરાજ્યમંત્રીએ લગાડ્યા હતા.
'વિપક્ષે આજે એક પણ સવાલ કર્યો નથી' તેમણે વધુમાં જણાવ્યું કે કૉંગ્રેસના ધારાસભ્ય મીડિયા અને સોશિયલ મીડિયામાં ડ્રગ્સ મુદ્દે ખોટી નિવેદન બાજી કરે છે. હું ડ્રગ્સ મુદ્દે દરેક સવાલના જવાબ આપવા તૈયાર હતો ત્યારે આજે વિપક્ષે ગૃહમાં એક પણ સવાલ કર્યો નથી. અમે, પોલીસ અને સુરક્ષા બળો જીવના જોખમે ડ્રગ્સ માફીઆઓ વિરુદ્ધ લડાઈ લડી રહ્યા છીએ. અમારી સાથે ફોટા પડાવનાર ટ્રક ડીલરો વિરુદ્ધમાં કાર્યવાહી કરવાના પણ અમે આદેશ આપ્યા છે.
તેમણે કહ્યું, હું ગૃહમંત્રી બન્યા બાદ પ્રથમ દિવસે ડ્રગ્સ વિરોધનું અભિયાન શરૂ કર્યું હતું. ડ્રગ્સ વિરુદ્ધ ડ્રગ્સ રિવોર્ડ પોલિસી ગુજરાતે બનાવી છે. ગુજરાતની પાકિસ્તાન સાથે બોર્ડર છે. બે વર્ષ પહેલા અફઘાનિસ્તાનમાં સત્તા પરિવર્તન થતા ડ્રગ્સનો વેપાર વધી ગયો છે. અફઘાનિસ્તાનમાંથી દુનિયાભરમાં ડ્રગ્સ મોકલવામાં આવે છે. સરકારના આદેશથી સુરક્ષા દળોએ સરહદ પર પેટ્રોલિંગ વધારી દીધું છે. ગુજરાત પોલીસે બંગાળ, મુંબઇ, પંજાબ સહિત દેશભરમાંથી ડ્રગ્સ પકડ્યું છે. 2 નંબરનો ધંધો કરીને પૈસો કમાવાનું ડ્રગ્સ સાધન છે. સરકારે 90 વિદેશી ડ્રગ્સ માફોયા વિરુદ્ધ કાર્યવાહી કરી છે. ડ્રગ્સ માફિયા ગમે તે હદ સુધી જઈ શકે છે. સરકાર રાજ્યના યુવાનોના હિતમાં લડાઈ લડી છે.
સંઘવીની યુવાનોને વિનંતીઃ હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે મારી સહુ યુવાનો અને તેમના પરિવારને વિનંતિ છે કે વડીલોએ ભટકેલા યુવાન પર વિશ્વાસ રાખવો પડશે. સંતાનોની વર્તણૂકમાં ફેર પડે તો પોલીસને જાણ કરો. ડ્રગ્સ પીડિતની ઓળખ જાહેર કરવામાં અવાતી નથી. કોઈ મિત્રો ડ્રગ્સ લેતું હોય તો તાત્કાલિક પરિવાર અને પોલીસને માહિતી આપો. ડ્રગ્સની બદી દૂર કરવાની આપણી સહુની જવાબદારી છે. ગુજરાતના 1600 km દરિયાઈ સરહદેથી ડ્રગ્સ પકડવામાં સફળતા મળી છે. રાજ્યમાં કેમિકલ ફેક્ટરીમાં ડ્રગ્સ પકડવામાં સરકારને સફળતા મળી છે.