ભાવનગર: કેન્દ્ર સરકારે બજેટ રજૂ કર્યા બાદ વિપક્ષનો વાર જોરશોરથી થઈ રહ્યો છે.પરંતુ બજેટ દર્શની પ્રજા માટે હતું આથી ETV BHARAT એ ભાવનગરની સામાન્ય જનતા સાથે બજેટ વિશે ખાસ વાતચીત કરી હતી. શુ કહ્યું ભાવનગરની જનતાએ ચાલો જાણીએ...
બજેટમાં મધ્યમ કે સામાન્ય વર્ગનું કેટલું મહત્વ: ભાવનગરના દેવચંદભાઈએ જણાવ્યું હતું કે, "બજેટ વિશે સામાન્ય રીતે એવું હોય છે કે સ્પષ્ટ આંકડાઓ બધા જણાવતા હોય છે, તો આ વખતના બજેટની અંદર અસ્પષ્ટ આંકડાઓ હતા તેવું અમને લાગ્યું. હું શિક્ષિત છું એટલે સૌથી પહેલા સામાન્ય પરિવારનો આખા દેશના કે આખા રાજ્યના બધા સામાન્ય પરિવારના વિચારને અનુલક્ષીને હોવું જોઈએ. મોંઘવારી એટલી બધી વધતી ગઈ છે, આ 10 વર્ષની અંદર તો એ મોંઘવારી વિશે બજેટની અંદર અમને તો કંઈ દેખાતું નથી. કાંઈ સમજાતું નથી, દિન પ્રતિદિન પેટ્રોલના ભાવ વધતા જાય છે , રોજિંદા જીવનમાં કઈ વસ્તુની જરૂરિયાત પડે છે તેની ઉપર સરકારનું ફોકસ હોવું જોઈએ, અને એમાં સામાન્ય ખાસ કરીને મધ્યમ વર્ગને અનુલક્ષીને બજેટ બનાવવું જોઈએ એની સામે બજેટની અંદર મધ્યમ વર્ગ માટેનું ક્યાંય જોયું જ નથી. બજેટ કે આને આટલી રાહત મળે છે, તો એમને ખાસ કરીને જીવન જરૂરિયાતની પેઢીની વસ્તુ જરૂર છે. દરરોજ ઉપયોગમાં આવતી વસ્તુ જેવી કે પેટ્રોલ, દહીં, દૂધ, કરિયાણું આવે શાકભાજી આવે તો આ બધાનો ઉલ્લેખ જ નથી થયો. માત્ર ઉદ્યોગપતિઓને ઉદ્યોગપતિઓનો જ ઉલ્લેખ થયા કરે છે. તો મોંઘવારીને ઘટાડવા માટેના કોઈ પગલા અમને દેખાયા નથી. તો આમરા જેવા મધ્યમ વર્ગને બધાને આ પ્રશ્ન છે કે મોંઘવારી ઘટવી જોઈએ પણ તેના વિશે કોઈ ચર્ચા થતી નથી."
શેર બજાર સાથે સંકળાયેલા ચિંતિત કેમ: શેર બજાર સાથે સંકળાયેલા મયુરભાઈ જોષીએ જણાવ્યું હતું કે, કાલનું બજેટ લમસમ લાગ્યું થોડું નેગેટિવ થોડું પોઝિટિવ. હું જો સ્ટોક માર્કેટની વાત કરું તો ડિટેલમાં તો એમાં ઘણા બધા ટેક્સીસ એડ કર્યા છે, જે અત્યારના લોકો માટે સહન કરવા લાયક નથી, જેમ કે શોર્ટ ટર્મ ગેઇન, કેપિટલ ગેઇન કર્યા છે એ અત્યારના લેવલ ઉપર જેવી રીતે માર્કેટ ચાલે છે એમાં ઇકોનોમિક ઉપર થોડોક રૂકાવટ થયું હોય તેમ લાગી રહ્યું છે અને અત્યારે જોતા પોઝીશન કે જે ગ્રામીણ વિકાસ અને યુવાધન ઉપર આ લોકો ફોકસ કરી રહ્યા છે પણ એ પ્રોપરલી પૈસા યુઝ થતા હશે એ આઈડિયા નથી આવતો."
મહિલાઓને બજેટ કેવું લાગ્યું: રીનાબેન શાહે જણાવ્યું હતું કે, ખરેખર જોઈએ તો બધા લોકોને આ બજેટ પ્રત્યે ખૂબ જ આશાઓ હતી કે આ બજેટ સામાન્ય માણસ અને મિડલ ક્લાસ વર્ગને અનુલક્ષીને ઘણી નવી વસ્તુઓ લઈને આવશે, પણ ખરેખર જોઈએ તો આ બજેટ મારી દ્રષ્ટિએ બ્યુરોક્રેટીક બજેટ લાગે છે એટલે કે આ બજેટ સરકાર દ્વારા નહીં પણ બ્યુરોક્રેટિક દ્વારા પૈસા ભેગા કરવા માટે જ ફક્ત નક્કી કરવામાં આવ્યું તૈયાર કરવામાં આવ્યું હોય એ ટાઈપનું બજેટ છે. અને ખરેખર જોઇએ તો ઘર ચલાવવા માટે રોજગારી માટે, નવા ઉદ્યોગો ચાલુ કરવા માટે ઘણી બધી વસ્તુઓ માટે ઘણું બધું પ્રમોશનલ એક્ટિવિટી સામાન્ય માણસને લગતી આપવી જોઈતી હતી. હું એક મહિલા તરીકે વાત કરું તો જેવુ જોઈએ એવું બજેટ નથી. કે જે મારા રસોડાને કે મારી ઇન્કમને રસોડામાં કંઈક વધારવામાં અથવા તો મારે સેવિંગ વધારવા માટે મદદ કરશે, એટલે કે આ બજેટ એવું દેખાય છે કે આગામી સમયમાં ખૂબ અત્યંત ભાવ વધારો લઈને આવશે, 0 એટલે કે, હવે તમે જે પણ પ્રોફિટ આવે છે તમારે એના ઉપર પૂરો પૂરો ટેક્સ એટલે કે જે ટેક્સ તમારે આવતો હતો એનાથી લગભગ ત્રણથી ચાર ગણો ટેક્સ આમાં આવશે. તો આ ખરેખર જે બજેટમાં હોવું જોઈતું અને મિડલ ક્લાસ અને એક સામાન્ય નાગરિક તરીકે જે મારી આશાઓ હતી એ આ બજેટમાં પૂર્ણ થતી નથી."