ETV Bharat / state

માંગરોળના મોટા બોરસરા ગામ પાસે શંકાસ્પદ હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો. - One died of heart attack - ONE DIED OF HEART ATTACK

મોટા બોરસરા ગામના પાટિયા પાસેથી શંકાસ્પદ હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો,હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું અનુમાન છે. પોલીસે મૃતદેહ પીએમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. One died of heart attack

મોટા બોરસરા ગામ પાસે શંકાસ્પદ હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો.
મોટા બોરસરા ગામ પાસે શંકાસ્પદ હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો. (etv bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 31, 2024, 3:39 PM IST

સુરત: જિલ્લામાં શંકાસ્પદ હાલતમાં મોત થવાનો સિલસિલો આજે પણ યથાવત્ત છે.આજરોજ સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામની સીમ પાસે પસાર થતા કિમ-માંડવી સ્ટેટ હાઇવે પર ફૂટપાથ પર એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહનો મળી આવ્યો હતો. જેને જોવા લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતુ. આ સમગ્ર ઘટનાની જાણ કોસંબા પોલીસને કરવામાં આવતા કોસંબા પોલીસ તુરત સ્થળ પર દોડી ગઈ હતી.અને મૃતદેહનો કબજો લીધો હતો.

હાર્ટ એટેકથી મોત થવાની આશંકા

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકનું નામ નવીન અગ્રવાલ અને માંડવીના કરંજ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું અને હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હાલ તો કોસંબા પોલીસે મૃતદેહ પીએમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે મૃતદેહનો કબ્જો લઇ કાર્યવાહી કરી

કોસંબા પોલીસ મથકના પોલીસ કર્મચારી જગદીશ ભાઈએ જણાવ્યું કે, એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મોટા બોરસરા ગામ નજીક હોવાની માહિતી મળી હતી. જેને લઇને અમારી ટીમ તુરત સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

  1. રાજકોટ અગ્નિકાંડમાં બીજા દિવસે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓના SITએ લીધા નિવેદન - rajkot fire incident
  2. રાજકોટ અગ્નિકાંડ બાદ હવે સુરત તંત્રનો સપાટે, ડાયમંડ ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગ સહિત 600 મિલકતો સીલ - 600 properties sealed in Surat

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.