ETV Bharat / state

"સામાજિક ન્યાય માટે જાતિ આધારિત વસ્તી ગણતરી જરૂરી " : અમિત ચાવડા - Gujarat Assembly Monsoon session

ગુજરાત વિધાનસભા ચોમાસા સત્રનો ગઈકાલે અંતિમ દિવસ હતો. ત્યારે ગુજરાત વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડાએ જાતિ આધારિત વસ્તી ગણતરી મુુદ્દે ભાજપ પર આકરા પ્રહારે કર્યા હતા. જાણો..., Gujarat Assembly Monsoon session 2024

અમિત ચાવડા અને ઋષિકેશ પટેલ
અમિત ચાવડા અને ઋષિકેશ પટેલ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 24, 2024, 9:06 AM IST

અમિત ચાવડાનું નિવેદન (ETV Bharat Gujarat)

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડા દ્વારા સામાજિક ન્યાય માટે જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગણી કરવામાં આવી હતી. 'જિસકી વસ્તી ભારી, ઉસકી ઉતની હિસ્સેદારી' વંચિત વર્ગો સાથે ભેદભાવ અને અન્યાય બંધ કરવાની તેમણે માંગણી કરી હતી. તેમણે વંચિતો- પછાત વર્ગોને સમાન તક, સામાજિક ન્યાય માટે જાતિ આધારિત વસ્તી ગણતરી જરૂરી ગણાવી હતી. સરકારની નીતિઓ, બજેટની ફાળવણી, યોજનાની અસરકારકતાના મુલ્યાંકન માટે જાતિ આધારિત વસ્તી ગણતરી જરૂરી છે.

અમિત ચાવડાનું નિવેદન: વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે ગુજરાત વિધાનસભામાં નિયમ 102 હેઠળ છેલ્લા દિવસના પ્રસ્તાવમાં કોંગ્રેસ પક્ષ તરફથી રાજ્યમાં સામાજિક અસમાનતાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. સબકા સાથ સબકા વિકાસના નામે મત મેળવીને સત્તામાં બેઠેલી ભાજપ સરકારમાં છેલ્લા ઘણા વર્ષોથી એક ચોક્કસ વર્ગ અને વિસ્તાર માટે વધારે બજેટ ફળવાય છે. ગુજરાતની બહુમતી વસ્તી ધરાવતા સમાજો, સમૂહો અને તેમાં પણ જે વંચિત સમાજ અને વંચિત સમૂહો છે, જે વિકાસથી વંચિત વિસ્તારો છે તેમની સાથે ભેદભાવપૂર્વક વર્તન થાય છે.

તેને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં સામાજિક ન્યાય મળે, સત્તા અને સંપત્તિ ઉપર બધાનો અધિકાર છે તેનીની સમાન વહેંચણી થાય, દરેકને સમાન તકો મળે તેના માટે, સામાજિક ન્યાય માટે જાતિ આધારિત વસ્તી ગણતરી જરૂરી છે. એ વાતને લઈને ગુજરાતમાં સામાજિક, આર્થિક સર્વેક્ષણ કરવાની માંગ કરવામાં આવી હતી.

સામાજિક સમરસતા માટે જાતિ આધારિત વસ્તી ગણતરી જરૂરી: વધુમાં અમીત ચાવડાએ જણાવ્યું કે "આજે ગુજરાતમાં ઉદ્યોગો હોય કે સરકારી કે સહકારી સંસ્થાઓમાં નોકરીઓ હોય, શૈક્ષણિક સંસ્થાઓ હોય કે સંસાધનોની વહેંચણી હોય, તેમાં વંચિત સમુહોને યોગ્ય સ્થાન કે હિસ્સો નથી મળતો. સરકારનું બજેટ પણ ચોક્કસ વર્ગ કે વિસ્તારને પ્રાથમિકતા આપીને ફાળવાય છે. તેમાં પણ બધાને સમાનતાની રીતે, વસ્તીના પ્રમાણમાં હક્ક નથી મળતો. રાજ્યની નીતિ બને છે, યોજનાઓ બને છે, રાજ્યની કાર્યપદ્ધતિ અને બજેટ નક્કી થાય છે તેમાં પણ સામાજિક સમરસતા માટે જે જાતિ, સમૂહો વંચિત રહી ગયા છે તેમને પ્રાથમિકતા નથી આપવામાં આવતી.

ઋષિકેશ પટેલનું નિવેદન (ETV Bharat Gujarat)

યોજનાઓ કેટલી અસરકારક નીવળી: જ્યાં સુધી રાજ્યમાં જાતિ આધારિત વસ્તી ગણતરી ના થાય ત્યાં સુધી રાજ્યની તમામ જાતિ, વર્ગો, વિસ્તારની સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સર્વેના ડેટા, આંકડા ઉપલબ્ધ નથી એટલે હાલમાં સરકારની જે નીતિઓ અમલમાં છે, તેનું જે બજેટ ફાળવે છે, જે યોજનાઓ બને છે તેની કેટલી અસરકારકતા છે, તેના શું પરિણામો આવ્યા છે તેનો અંદાજ નથી મેળવી શકતી. દેશના બંધારણે એસ.ટી., એસ.સી., ઓ.બી.સી. સમાજને અનામતની જોગવાઈ કરી છે. પણ, અનામત મેળવ્યા પછી આ સમાજ અને તેના સમૂહોમાં સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સ્થિતિમાં કેટલું પરિવર્તન આવ્યું, એ પરિવર્તન સકારાત્મક આવ્યું કે નકારાત્મક આવ્યું તેનો કોઈ ડેટા સરકાર પાસે આજની તારીખમાં નથી."

સરકારે ભવિષ્યમાં પણ આ વંચિત સમુહોને યોગ્ય ન્યાય આપવો હોય, તેને મુખ્ય પ્રવાહમાં લાવવા હોય અને સાચા અર્થમાં સબકા સાથ સબકા વિકાસનું સુત્ર સાર્થક કરવું હોય તો રાજ્યમાં જાતિ આધારિત વસ્તી ગણતરી ફરજીયાત બને છે. જાતિ આધારિત વસ્તી ગણતરીમાં સરકાર એવું બહાનું કાઢે છે કે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનો રાજ્ય સરકારને અધિકાર નથી તો રાજ્ય સરકારે કલેક્શન ઓફ સ્ટેટેસ્ટીક એક્ટ 2008 મુજબ પોતાના રાજ્યમાં જેટલા પણ જાતિ, સમૂહો અને વર્ગ-વિસ્તાર છે તેનો સામાજિક અને આર્થિક ગણતરી કરવાનો અધિકાર છે.

સુપ્રીમ કોર્ટે માન્યતા આપી: આઝાદીના આટલા વર્ષો પછી, બંધારણના અમલમાં આવ્યાના આટલા વર્ષો પછી પણ આજે ગુજરાતમાં એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. અને માઈનોરીટી સમાજ અને સાથેસાથે ઈ.ડબલ્યુ.એસ. (ઇકોનોમિક બેકવર્ડ સેકશન) ને હવે સુપ્રીમ કોર્ટે પણ માન્યતા આપી 10% અનામત આપી. તેની પણ સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પરિસ્થિતિ શું છે તે સર્વે કરવામાં નથી આવતો.

જિસકી વસ્તી ભારી, ઉસકી ઉતની હિસ્સેદારી: કમનસીબે આ ગરીબ વિરોધી સરકાર જેને ફક્ત મુઠ્ઠીભર લોકો માટે સત્તા અને સંપત્તિનું કેન્દ્રીકરણ કર્યું છે, જે બજેટ વપરાય છે એ ચોક્કસ વર્ગ અને વિસ્તાર માટે વાપરે છે. આ ગરીબ વિરોધી સરકારે અમારી માંગણીનો અસ્વીકાર કર્યો છે પણ આવનારા સમયમાં ગુજરાતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થાય, જે પણ વંચિત જાતિ અને સમૂહો છે, જેનો અધિકાર છે સંસાધનો અને બજેટ પર પુરતો સપ્રમાણ હિસ્સો મળે, "જિસકી વસ્તી ભારી, ઉસકી ઉતની હિસ્સેદારી" એ સિદ્ધાંત સાથે ગરીબોને સામાજિક રીતે ન્યાય મળે એ માટેની લડત કોંગ્રેસ પક્ષ વિધાનસભામાં પણ લડશે અને સડકથી લઈને સંસદ સુધી લડવામાં આવશે.

કોંગ્રેસની જાતિ આધારિત વસ્તી ગણતરીનો ભાજપે પુર જોશમાં વિરોધ કર્યો હતો. કોંગ્રેસ ભૂતકાળની જેમ સમાજમાં વર્ગવિગ્રહ કરાવીને સત્તા મેળવવા માંગે છે. ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોએ સમાજમાં જાતિઓ વચ્ચે દુશ્મનીના બીજ વાવ્યા હતા. તેના ગંભીર પરિણામો ગુજરાતે જોયા હતા. કોંગ્રેસે ક્યારેય સમાજના વંચિત લોકોને ન્યાય આપ્યો નથી. સામાજિક ન્યાય આપવાનું કામ ભાજપ સરકારે કર્યું છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઓબીસી સમાજને 27% અનામત આપવાનું કામ ભાજપ સરકારે કર્યું છે. ઓબીસી, એસટી અને એસસી સમાજના ઉત્થાન માટે સરકારે અનેક યોજનાઓ શરૂ કરી છે.

કોંગ્રેસને જન સમર્થન મળ્યું નથી: નરેન્દ્ર મોદી સરકારે સવર્ણ વર્ગના ગરીબો માટે ઇ.ડબલ્યુ.એસ અનામત લાગુ કરી છે. કોંગ્રેસ માત્ર વોટબેંકની રાજનીતિ કરવા માટે જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગણી કરે છે. વસ્તી ગણતરી કરાવવાનો વિષય કેન્દ્ર સરકારનો છે. બિહારમાં પણ જાતે આધારિત વસ્તી ગણતરી કરાવવાના રાજ્ય સરકારના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ લાંબા સમયથી કરી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ રાહુલ ગાંધીના સુરમાં સુર ખોટી રીતે મિલાવી રહ્યા છે. કોંગ્રેસ જનતામાંથી ફેંકાઈ ગયેલી પાર્ટી છે. કોંગ્રેસને છેલ્લા 30 વર્ષથી જન સમર્થન મળ્યું નથી. તેથી તે સામાજિક ન્યાયની વાતો કરીને જનતાને ગુમરાહ કરવા માંગે છે.

ઋષિકેશ પટેલનું નિવેદન: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ત્રણ દિવસીય વિધાનસભામાં અમિત ચાવડા જાતિ આધારિત વસ્તી ગણતરીની વાત લઈને ગૃહમાં આવ્યા હતા. 1871 થી શરૂ થયેલી વસ્તી ગણતરીમાં અંગ્રેજ સમયે જાતિ આધારિત વસ્તી ગણતરી કરતી હતી. દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ જાતિ આધારિત વસ્તી ગણતરી બંધ કરાવી હતી. ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, નરસિંહમહા રાવ અને મનમોહન સિંહના વડપણ હેઠળની કોંગ્રેસ સરકારે એક પણ વાર જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવી નથી. વસ્તી ગણતરી કેન્દ્રીય વિષય છે. બિહારમાં થયેલી જાતિ આધારિત વસ્તી ગણતરી પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ લગાવ્યો છે. મોદી સરકારે સમાજને 4 જાતિમાં વહેંચ્યો છે. સરકારે તમામ સમાજનો વિકાસ કર્યો છે. કોંગ્રેસ જાતિના વર્ગ વિગ્રહ કરાવવા માંગે છે. ભૂતકાળમાં કોંગ્રેસ સરકારે ક્યારેય જાતિ વસ્તી ગણતરી કરાવતી ન હતી. આજે કોંગ્રેસ નેતાઓ જાતિ આધારિત વસ્તી ગણતરીના નામે નામે વોટબેંકની રાજનીતિ કરે છે.

  1. કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને કેમ વિધાનસભા ગૃહમાંથી બહાર કઢાયાઃ 'આંબેડકરનું અપમાન કર્યું'- ભાજપ મંત્રી - Gujarat Assembly Monsoon session
  2. ડ્રગ્સ મામલે હર્ષ સંઘવીએ વિપક્ષ સામે મુકી ખુલ્લી ચેલેન્જ, કેમ કહ્યું 'હું તૈયાર છું'? - Gujarat Assembly Monsoon session

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.