ETV Bharat / state

બોળચોથ સાથે તહેવારોની મોસમ શરૂ, મહિલાઓએ વિધિ વિધાન સાથે કર્યું ગાયનું પૂજન - Bolchoth

આજે બોળચોથનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. કૃષ્ણ પક્ષમાં આવતી ચતુર્થીને બોળચોથ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં બોળચોથનો તહેવાર ખૂબ જ ધાર્મિક મહત્વ ધરાવે છે. આજે વહેલી સવારે મહિલાઓએ ગાયનું પૂજન કરીને બોળચોથની ઉજવણી કરી હતી.

મહિલાઓએ કર્યું ગાયનું પૂજન
મહિલાઓએ કર્યું ગાયનું પૂજન (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 22, 2024, 11:33 AM IST

જૂનાગઢ : સનાતન ધર્મ સંસ્કૃતિમાં શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે બોળ ચોથનો તહેવાર મનાવવામાં આવે છે. બોળચોથને ગુજરાતમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે મહિલાઓ વિધિ-વિધાન સાથે ગાયનું પૂજન કરીને તહેવારની ઉજવણી કરતી હોય છે.

બોળચોથ સાથે તહેવારોની મોસમ શરૂ (ETV Bharat Gujarat)

બોળ ચોથની ઉજવણી : શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે બોળ ચોથનો તહેવાર મનાવવામાં આવે છે. આજના દિવસે મહિલાઓ દ્વારા વ્રત રાખીને પ્રાચીન પરંપરા અનુસાર ગાયનું પૂજન કરવામાં આવે છે. બોળચોથને ગુજરાતમાં તહેવારોના મોસમની શરૂઆતનું પ્રતીક માનવામાં આવે છે. ઉપરાંત સારા નસીબ, સમૃદ્ધિ અને સુખ માટે બોળ ચોથનો તહેવાર મનાવવામાં આવે છે.

ગૌ પૂજનની પરંપરા : આજના દિવસે ભગવાન શિવની સાથે ગણેશ અને વિષ્ણુના રૂપમાં ગાયનું પૂજન કરવાનું પણ વિશેષ મહત્વ જોવા મળે છે. જેમાં દેવી-દેવતાઓના પ્રતિક રૂપે ગાયને ફૂલ અને પ્રસાદ ચડાવીને બોળ ચોથનો તહેવાર મનાવવામાં આવે છે. બોળ ચોથના દિવસે ગાયના પૂજનની સાથે સાથે કૃષિ સમૃદ્ધિ અને ચોમાસુ પાકોના લેવાની મોસમ સાથે પણ સંકળાયેલું છે. જેના પ્રતિક રૂપે ગાયનું પૂજન પરંપરાગત રીતે ગુજરાતમાં થતું આવે છે.

સુવર્ણ કપિલા ગાયનું મહત્વ : સનાતન ધર્મ સંસ્કૃતિમાં સુવર્ણ કપિલા ગાયની પૂજાને શ્રેષ્ઠ માનવામાં આવે છે. બોળ ચોથમાં સુવર્ણ કપિલા ગાયની પૂજાને ખૂબ મહત્વની માનવામાં આવે છે. સુવર્ણ કપિલા ગાય એક પવિત્ર પ્રાણી છે, જે ભગવાન કૃષ્ણ અને તેના પશુપાલન સાથે જોડાયેલી હોવાની ધાર્મિક માન્યતા છે. સુવર્ણ કપિલા ગાયની પૂજાથી ફળદ્રુપતા અને વિપુલતાની સાથે પોષણ અને ભરણપોષણ, પવિત્રતા, કરુણા અને અહિંસાનો ભાવ પૂજા કરનાર પ્રત્યેક વ્યક્તિમાં જાગતો હોય છે. જેથી બોળચોથના દિવસે સુવર્ણ કપિલા ગાયનું પુજન આટલું જ મહત્વનું માનવામાં આવે છે.

સુવર્ણ કપિલા ગાયનું પૂજન : બોળ ચોથના દિવસે મહિલાઓ દ્વારા સુવર્ણ કપિલા ગાયની પૂજા દરમિયાન ગાયને પુષ્પ અર્પણ કરવાની વિધિ પણ સનાતન ધર્મના ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે જગ્યા પર સુવર્ણ કપિલા ગાય પર્યાપ્ત નથી, ત્યાં મંદિરોમાં ગાયની સુવર્ણ મૂર્તિ બનાવીને પણ પૂજા કરવાની એક પરંપરા છે. કૃષ્ણ મંદિરોમાં મોટાભાગે ભગવાન કૃષ્ણની પૂજાની સાથે સુવર્ણ કપિલા ગાયની પૂજા પણ અચૂક કરવામાં આવે છે. સુવર્ણ કપિલા ગાયને માતા પૃથ્વી અને સમગ્ર વિશ્વનું પ્રાકૃતિક પ્રતીક પણ માનવામાં આવે છે. જેથી સુવર્ણ કપિલા ગાયની પૂજા પ્રકૃતિ અને તમામ જીવો પ્રત્યે આદર ભાવનાને ઉજાગર કરનારી માનવામાં આવે છે.

  1. ભુજ માટે નાગપાંચમી નહીં પણ વિજય મહોત્સવ દિવસ, જાણો શા માટે?
  2. યુવતીઓએ મહાદેવની પૂજા કરી, અખંડ સૌભાગ્યના વ્રતની કરી શરૂઆત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.