ETV Bharat / state

વડોદરાવાસીઓ નોંધી લો ! રથયાત્રાને લઈને આ વિસ્તાર 'નો પાર્કિંગ' ઝોન, જનતા જોગ જાહેરનામું - Jagannath Rath Yatra 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 5, 2024, 6:06 PM IST

સંસ્કારી નગરી તરીકે જાણીતા વડોદરામાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની 43મી રથયાત્રા નીકળશે. દર વર્ષની જેમ બપોરે 1:00 કલાકે ભગવાન વાજતે ગાજતે નગરચર્યાએ નીકળશે. આ દરમિયાન જાહેર જનતાએ અગવડ ન પડે તે માટે વડોદરા પોલીસે ખાસ આયોજન કર્યું છે.

વડોદરા જગન્નાથ રથયાત્રા 2024
વડોદરા જગન્નાથ રથયાત્રા 2024 (ETV Bharat)

વડોદરા : સંસ્કારી નગરી વડોદરામાં અષાઢી બીજના દિવસે દર વર્ષની જેમ બપોરે 1:00 કલાકે ભગવાન જગન્નાથની 43મી રથયાત્રા નીકળશે. જેને લઈને તમામ પ્રકારના વાહનો માટે કેટલાક રૂટ અને રોડ માટે 'નો પાર્કિંગ' અને 'ટ્રાફિક ડાયવર્ઝન' આપવામાં આવ્યું છે.

જનતા જોગ વડોદરા પોલીસનું જાહેરનામું
જનતા જોગ વડોદરા પોલીસનું જાહેરનામું (ETV Bharat Reporter)

જાહેર જનતા જોગ જાહેરનામું : આગામી 7 જુલાઈ, રવિવારના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા બપોરના 1:00 કલાકે નીકળશે. વડોદરમાં નીકળનારી રથયાત્રા રેલ્વે સ્ટેશનથી નીકળીને બરોડા હાઈસ્કૂલ, બગીખાના ખાતે પૂર્ણ થશે. શહેરીજનોને ટ્રાફિકની સમસ્યા ઉભી ન થાય તે માટે વડોદરા શહેર પોલીસ કમિશનરે 'નો પાર્કિંગ' અને 'ટ્રાફિક ડાયવર્ઝન' નું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામું 7 જુલાઈના બપોરે 1:00 કલાકથી લઈને રાત્રે 9:00 કલાક સુધી, એટલે કે ભગવાન જગન્નાથ રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલી રહેશે.

'નો પાર્કિંગ' ઝોન : વડોદરા શહેરના એમ. એસ. યુનિવર્સિટી રોડ, કાલાઘોડા સર્કલ, બરોડા ઓટો મોબાઈલ (પંચમુખી હનુમાન મંદિર), આરાધના સિનેમા ત્રણ રસ્તા, ફૂલબારી નાકા ત્રણ રસ્તા, કોઠી ચાર રસ્તા, રાવપુરા રોડ, ટાવર ચાર રસ્તા, જ્યુબિલી બાગ સર્કલથી રોંગ સાઈડ, ગાંધી નગરગૃહ, પ્રતાપ સિનેમા રોંગ સાઈડ, લાલ કોર્ટ બિલ્ડિંગ ત્રણ રસ્તાથી જમણી બાજુ વળી, ફાયર બ્રિગેડ ચાર રસ્તા, દાંડિયાબજાર ચાર રસ્તાથી ડાબી બાજુ વળી, ખંડેરાવ માર્કેટ ચાર રસ્તાથી ડાબી બાજુ વળી વીર ભગતસિંહ ચોક સર્કલથી જમણી બાજુ વળી, મદનઝાંપા રોડ, પથ્થરગેટ પોલીસ ચોકી ત્રણ રસ્તા, જયરત્ન બિલ્ડીંગ ચાર રસ્તા, કેવડાબાગ ત્રણ રસ્તા, મટન પેલેસ શોપ ત્રણ રસ્તા, બગીખાના ત્રણ રસ્તા, બરોડા સ્કૂલ સુધીના રોડની બંને સાઈડ તમામ પ્રકારના વાહનો માટે સંપૂર્ણપણે " નો-પાર્કિંગ ઝોન ” જાહેર કરવામાં આવ્યો છે.

પ્રતિબંધમાંથી કોને મળશે મુક્તિ ? 7 જુલાઈ, રવિવારે બપોરના કલાક 1 વાગ્યાથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા જેમ જેમ આગળ વધશે તેમ તેમ ટ્રાફિક ડાયર્વઝનની કામગીરી કરવામાં આવશે. આ ઉપરોક્ત જણાવેલ રૂટ પરથી ગલીમાંથી આવતો ટ્રાફિક રથયાત્રા રૂટ ઉપર જઇ શકશે નહીં. તેમજ આ જાહેરનામામાંથી રથયાત્રા બંદોબસ્તમાં રોકાયેલ વાહનો, પોલીસના વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, ઇમરજન્સીમાં જતા વાહનોને મુક્તિ આપવામાં આવી છે. આ બાબતે દરેક નાગરિકે પુરતો સાથ સહકાર આપવાનો રહેશે.

  1. 147મી રથયાત્રા નિમિત્તે પોલીસ બંદોબસ્ત સંદર્ભે કરાઈ ફાળવણી
  2. જગન્નાથજીની 147મી રથયાત્રા પૂર્વે યોજાઇ નેત્રોત્સવ વિધિ, મંદિરનો માહોલ...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.