અમદાવાદ: રાજકોટમાં બનાવમાં આવેલા એરપોર્ટ મુદ્દે શક્તિસિંહ ગોહિલ દ્વારા અમુક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેના વળતાં જવાબ તરીકે નાગરિક ઉડ્ડયન મંત્રાલયના રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે ઉત્તરો આપ્યા હતા.
શક્તિસિંહ ગોહિલે પૂછેલા પ્રશ્નો:
- ગુજરાતમાં રાજકોટ (હીરાસર) ખાતે નવું એરપોર્ટ બનાવવા માટે કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે?
- જમીન સંપાદનમાં કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે?
- ઇમારતો અને રનવેના નિર્માણમાં અને એરપોર્ટ પર અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં કેટલી હદ સુધી યોગદાન આપવામાં આવ્યું છે?
- હાલમાં આ એરપોર્ટ પરથી કેટલી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવે છે?
કોઈ સુનિશ્ચિત આંતરરાષ્ટ્રીય કામગીરી થઈ રહી નથી: શક્તિસિંહ ગોહિલ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાં રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે લિખેતમાં આપતા જણાવ્યું કે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ ગુજરાત સરકારના સહયોગથી રાજકોટ (હીરાસર) ઈન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવ્યું છે. જે અંતર્ગત 1405 કરોડના અંદાજિત પ્રોજેક્ટ ખર્ચમાંથી, જૂન 2024 ના અંત સુધીમાં હવાઈના વિકાસ માટે લગભગ 1240 કરોડ રૂપિયા ખર્ચવાના છે. ગુજરાત સરકારે પ્રોજેક્ટના વિકાસ માટે સંપાદિત કરવામાં આવેલી જરૂરી જમીન AAIને વિનામૂલ્યે અને તમામ બોજો મુક્ત કરી આપી છે. ઉપરાંત હાલમાં, રાજકોટ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કોઈ સુનિશ્ચિત આંતરરાષ્ટ્રીય કામગીરી થઈ રહી નથી.