ETV Bharat / state

માતા સાથે રમતી બાળકીને કારચાલકે કચડી, કમકમાટી ભર્યો વીડિયો વાયરલ - Little Girl Crushed By Car - LITTLE GIRL CRUSHED BY CAR

અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓને પકડવા માટે ટીમો બનાવવામાં આવી છે. જ્યારે પોલીસ દાવો કરી રહી છે કે બાળકીને શ્રેષ્ઠ સારવાર મળે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. TERRIBLE ACCIDENT IN NOIDA

કારચાલકે બાળકીને કચડી
કારચાલકે બાળકીને કચડી (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 29, 2024, 12:30 PM IST

કાર ચાલકે બાળકીને કચડી, ઘટના સીસીટીવીમાં કેદ (SOURCE: ETV BHARAT)

ગ્રેટર નોઈડા-નોઈડા: નોઈડાના સેક્ટર 63ના બી બ્લોકમાં ઘરની સામે તેની માતા સાથે રમતી એક નાની બાળકીને એક કારચાલકે કચડી નાંખી હતી. ઘાયલ બાળકીને કૈલાશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં તેની હાલત નાજુક જણાવાઈ રહી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

માતા સાથે રમતી બાળકી સીસીટીવીમાં કેદ
માતા સાથે રમતી બાળકી સીસીટીવીમાં કેદ (Etv Bharat)

કાર ચાલકે બાળકીને કચડી: ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, એક મહિલા તેની દિકરી સાથે તેના ઘરની બહાર રોડ પર જોવા મળી રહી છે, આ દરમિયાન એક સફેદ કાર સ્પીડમાં આવે છે અને બાળકીને કચડીને જતી રહે છે. ઘટના બાદ કારમાં બેઠેલી વ્યક્તિ બહાર આવે છે અને આસપાસના લોકો એકઠા થઈ જાય છે. બાળકીની માતા તરત જ છોકરીને ઉપાડે છે અને હતાશ અવસ્થામાં અહીં-ત્યાં દોડવા લાગે છે. પછી લોકો તેને હોસ્પિટલ લઈ જાય છે, જ્યાં બાળકી જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

કાર ચાલકે બાળકીને કચડી
કાર ચાલકે બાળકીને કચડી (Etv Bharat)

શું કહે છે પોલીસઃ ઘટના અંગે પોલીસનું કહેવું છે કે સેક્ટર-63 પોલીસ સ્ટેશન વિસ્તારમાં 28/29 જૂનની રાત્રે બાળકીનો અકસ્માત થયો હતો. જેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસને આ કેસની માહિતી સોશિયલ મીડિયા દ્વારા મળી હતી. બનાવની તાત્કાલીક નોંધ લઈ પોલીસ સ્ટેશન-63 એ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના સાથે સંબંધિત વાહનની ઓળખ કરી લેવામાં આવી છે. આરોપી કાર ચાલકને પકડવા માટે ટીમો બનાવવામાં આવી છે. બાળકીની સારી સારવાર માટે હોસ્પિટલ પ્રશાસનનો સંપર્ક કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.