સુરત: સમગ્ર રાજ્ય સહિત સુરત જિલ્લામાં વરસાદને કારણે ઠેર ઠેર રસ્તાઓ બિસ્માર બની ગયા છે. પરિણામે વાહન ચાલકો હેરાન પરેશાન ગયા છે. રસ્તાઓનો હાલત બગાડતાં રસ્તામાં ખાડાઓ પડ્યા છે જેથી અકસ્માતના બનાવો પણ વધી ગયા છે. ત્યારે સરકાર દ્વારા બિસ્માર રોડ રસ્તાઓને લઇને કડક વલણ અપનાવતા તંત્ર કામે લાગી ગયું છે.
NHAI વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ કામગીરી: સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે પર ખાડાઓ પૂરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. NHAI વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવતા વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ NHAI વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ તમામ ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ સુરત NHAI વિભાગના અધિકારી આકૃતિ ગુપ્તાએ કર્યું હતું.
NHAI વિભાગના અધિકારી આકૃતિ ગુપ્તાએ જણાવ્યું હતું કે, 'જ્યાં પણ હાઇવે પર ખાડાઓ પડી ગયા છે. ત્યાર અમારી ટીમ દ્વારા દિવસ અને રાત્રિ દરમિયાન સતત કામગીરી કરવામાં આવી રહી છે. હાલ લગભગ મોટાભાગની જગ્યાઓ પર ખાડાઓ પૂરી દેવામાં આવ્યા છે. જોકે હજુ પણ કામગીરી યથાવત રહેશે.'
આ પણ વાંચો: