ખેડા: NEET ગેરરીતી મામલે દેશભરમાં હોબાળો મચ્યો છે. ત્યારે ગોધરામાં નીટ પરીક્ષા ગેરરીતી મામલે CBIની ટીમ દ્વારા ગોધરા અને ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના થર્મલમાં આવેલી જય જલારામ ઈન્ટરનેશનલ સ્કૂલમાં પણ તપાસ કરવામાં આવી હતી. આ સ્કૂલના ગોધરા તેમજ થર્મલ એમ બંને કેન્દ્રો પર નીટની પરીક્ષા યોજાઈ હતી. આ બંને કેન્દ્રો પર CBIની ટીમે બે કલાક ઉપરાંતની તપાસમાં પંચનામુ તેમજ નિરિક્ષણ કર્યુ હતુ.
ગોધરામાં NEET પરીક્ષા ગેરરીતી મામલે CBIના તપાસ અધિકારીઓ દ્વારા ગોધરા અને થર્મલ ખાતે આવેલી જય જલારામ ઈન્ટરનેશનલ સ્કૂલમાં તપાસ હાથ ધરી હતી.જેમાં ગોધરા તાલુકા પોલિસને સાથે રાખવામાં આવી હતી. થર્મલ ખાતે પરીક્ષા કેન્દ્ર હોવાથી તપાસ હાથ ધરાઈ છે. સીબીઆઈ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી અને ટીમે પંચનામુ તૈયાર કરીને પરીક્ષા બેઠકની વ્યવસ્થાનું નિરિક્ષણ કર્યુ હતું.
સીબીઆઇની ટીમ દ્વારા ખેડા જિલ્લાના થર્મલની જય જલારામ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે આવેલા નીટની પરીક્ષા કેન્દ્રમાં ગોધરા તાલુકા પોલીસને સાથે રાખીને તપાસ હાથ ધરવામાં આવી હતી.જે દરમિયાન પરીક્ષાના દિવસે કેન્દ્ર પર હાજર સ્ટાફને પણ સાથે રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્કૂલના સંચાલકને સાથે રાખી પંચનામુ તેમજ પરીક્ષા ખંડોમાં ગોઠવવામાં આવેલી બેઠક વ્યવસ્થા અને એનટીએ દ્વારા લગાવવામાં આવેલા સીસીટીવીની જગ્યાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સીબીઆઈની ટીમ દ્વારા બે કલાક ઉપરાંત તપાસ કરી હતી. જો કે તપાસમાં શું બહાર આવવા પામ્યું છે તે અંગે કોઈ અધિકૃત જાણકારી આપવામાં આવી નથી.