રાજકોટ: રાજકોટમાં TRP ગેમઝોનની ઘટનામાં 27 માનવ જીવ હોમાય ગયા હતા. જેન લીધે હાલ 15 આરોપીઓ જેમાં સરકારી અધિકારી, કર્મચારી અને TRP ગેમઝોન માલિકો સહિતનાઓ સમાવશે થાય છે. જેથી આવી ઘટના બીજીવાર ન બને તેના માટે સતર્કતા દાખવવામાં આવી રહી છે. જેના લીધે સૌરાષ્ટ્રની શાન ગણાતો એવો રાજકોટના રેસકોર્સ મેદાનમા પાંચ દિવસીય ધરોહર લોકમેળાનો શુભારંભ થવા જઈ રહ્યો છે.
આ લોકમેળામાં મોટી સખ્યામાં માનવ મેહરામણ જોવા મળતું હોય છે. ત્યાં આવી કોઈ દુર્ઘટના ન સર્જાય તેના માટે તંત્ર સતત એક્ટીવ જોવા મળી રહ્યું છે. નવી SOPને લઇ તંત્રએ કડક વલણ અપનાવ્યું છે અને આ મેળામાં એકપણ ચૂક તંત્ર કરવા માગતું નથી. જેને લઇ આ કલેકટર પ્રભવ જોષીએ મેળા માટે NDRF અને SDRF ટીમની માંગ કરી હતી. જેમાં NDRF ટીમ આજે મેળા ખાતે પહોંચી હતી.
જેના કમાન્ડર વિપિન કુમારે જણાવ્યું હતું કે રાજકોટના આ જન્માષ્ટમીના લોકમેળામાં લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે. જેમાં કોઈ આકસ્મિક ઘટના બને તેના પહોંચી વળવા માટે અમારી ટીમ સજ્જ છે. 47 જવાનો સાથે ટીમ સજ્જ છે, અને તમામ ઇક્વ્પીમેનટ સાથે તૈયાર છે. NDRFની ટીમે મેળાનો સર્વે પણ કરી લીધો છે અને સાથે સાથે લોકોમાં જાગૃકતા આવે તેના માટે કામગીરી કરવામાં આવશે. જેમકે ભવિષ્યમાં કોઈ લોકોને CPR તેમજ બ્લડીગી થાય તો શું તકેદારી રાખવી તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે.