વડોદરાઃ વડોદરાને સંસ્કારી નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલમાં આપત્તિ જેવા સમયમાં પણ એક સંસ્કારી ભૂમિકા પણ જોવા મળી છે. વડોદરા જિલ્લા સહિત શહેરમાં પણ ભારે વરસાદને લઈને ચિંતાનો માહોલ છે. ઠેરઠેર પાણીને કારણે નીચાણ વાળા વિસ્તારોના લોકો માટે તો પોતાના જીવન સાથે સાથે જીવનભરની કમાણી અને વસાવેલી વસ્તુઓને લઈને પણ ચિંતાઓ જોવા મળી રહી છે. જોકે આવા સમયે જીવ બચાવે તેને દેવદૂત સાથે લોકો સરખાવી રહ્યા છે. હાલમાં જ એનડીઆરએફ (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) દ્વારા લોકોના જીવ બચાવાયા છે.
ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત વડોદરામાં એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા પૂરજોશમાં બચાવ અને સ્થળાંતર કામગીરી ચાલી રહી છે.#SafeGujarat @06NDRF @CollectorVad @ddo_vadodara @CMOGuj @InfoGujarat pic.twitter.com/6yxpkFFkXs
— Info Vadodara GoG (@Info_Vadodara) August 29, 2024
બાળકો-વૃદ્ધોનો થયો બચાવ
હાલમાં વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરામાંથી જ ફાયર વિભાગ દ્વારા 400થી 800 જેટલા લોકોને સલામત સ્થળે રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. અહીં વડોદરાના એનડીઆરએફના જાંબાજ જવાનો દ્વારા 655 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જેમાં નાના બાળકથી માંડી વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે.
કરજણ તાલુકાના સંભોઈ ગામે નવી નગરીમાં પૂરના પાણીમાં ફસાયેલા લોકોને એન. ડી .આર. એફ દ્રારા સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.#SafeGujarat @CollectorVad @ddo_vadodara@InfoGujarat @CMOGuj pic.twitter.com/TeTbbipe4H
— Info Vadodara GoG (@Info_Vadodara) August 29, 2024
વડોદરા શહેર અને જિલ્લામાં આરોગ્યલક્ષી કામગીરી માટે અન્ય જિલ્લામાંથી ૪૦ ટીમો હેલ્થ સ્ક્રિનિંગની કામગીરી કરી રહી છે. #SafeGujarat @CollectorVad @ddo_vadodara @CMOGuj @InfoGujarat pic.twitter.com/IutpeY7rip
— Info Vadodara GoG (@Info_Vadodara) August 29, 2024
ભારતીય ક્રિકેટરે પણ વડોદરામાં NDRFને કહ્યું થેન્ક્યૂ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બોલર રાધા યાદવ ગુજરાતના વડોદરા શહેરમાં રહે છે. તે પોતાના પરિવાર સાથે પૂરમાં ફસાઈ ગઈ હતી. તેમને આખરે રેસ્ક્યૂ કરીને એનડીઆરએફ (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની ટુકડીએ સલામત બહાર કાઢ્યા હતા. જેને લઈને રાધા યાદવે પોતાા ઈંસ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને એનડીઆરએફનો આભાર વ્યક્ત કર્યો હતો. 24 વર્ષની રાધા યાદવે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ખુબ ખરાબ સ્થિતિમાં ફસાઈ ગયા છીએ. અમને બચાવવા માટે એનડીઆરએફનો ખુબ ખુબ આભાર.