નવસારી : નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સાધકપુર ગામે ત્રણ વર્ષનો દીપડો પાંજરે પુરાતા રામજનોએ હાશકારો લીધો છે. નવસારી જિલ્લો દીપડાઓનું વસવાટનું કેન્દ્ર બન્યું છે. ચીખલી તાલુકામાં આવેલા સાધકપુર ગામમાંથી ત્રણ વર્ષનો દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાસકારો લીધો છે.
દીપડાએ દેખા દેવાની ઘટના વધી : નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારમાંથી અવારનવાર દીપડા દેખા દેવાની ઘટના સામે આવતી હોય છે. કારણ કે નવસારી જિલ્લાને અડીને આવેલા ડાંગ જિલ્લામાંથી શિકારની શોધમાં દીપડાઓ અવારનવાર નવસારી જિલ્લામાં પ્રવેશતા હોય છે અને શિકારની શોધમાં માનવ વસ્તી સુધી પહોંચતા હોય છે.
વનવિભાગના પાંજરે પુરાયો દીપડો : નવસારીના અનેક વિસ્તારમાં માનવ વસ્તીમાં દીપડા આવવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે ચીખલી તાલુકાના સાધકપુર ગામના પહાડ ફળિયામાં છેલ્લા કેટલા દિવસથી દીપડો દેખા દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો હતો. જેને લઇને વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગે પણ તાત્કાલિક દીપડાને પાંજરે પુરવા માટે કાર્યવાહી હાથ ધરતાં પાંજરું ગોઠવ્યું હતું. પાંજરું ગોઠવવામાં આવતા દીપડો શિકારની શોધમાં પાંજરે પુરાતા ગામજનોએ હાસ્કારો લીધો હતો.
દીપડાનું મેડિકલ ચેકઅપ કરાવાયું : વન અધિકારી આકાશ પડસાલાએ જણાવ્યું હતું કે સાદકપુર ગામના પહાડ ફળિયામાં દીપડો દેખા દેવાની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. વહેલી સવારે દીપડો પાંજરે પુરાયો છે. હાલ ચીખલી વન વિભાગ એ દીપડાનો કબજો લઈ દીપડાનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે, જેમાં જણાયું છે કે દીપડો સ્વસ્થ છે. તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ દીપડાને ફરી જંગલ ક્ષેત્રમાં છોડી દેવામાં આવશે.