ETV Bharat / state

નવરાત્રીની તૈયારીમાં મશગુલ ખૈલેયા : આ વર્ષે ગલગોટો સ્ટેપનું આકર્ષણ, ગરબા ક્લાસમાં પરસેવો પાડ્યો - Navratri 2024 - NAVRATRI 2024

નવરાત્રી આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. હવે ખેલૈયાઓ ગરબામાં મન મૂકીને ઘુમવા માટે પાછલા અઢી મહિનાથી આખરી તબક્કાની તૈયારીમાં પરસેવો પાડી રહ્યા છે. આ વર્ષે પાછલા વર્ષના જુના સ્ટેપની સાથે નવો આવેલો ગલગોટો સ્ટેપ પણ ખેલૈયાઓને પહેલી પસંદ બની રહ્યો છે.

ગલગોટો સ્ટેપનું આકર્ષણ
ગલગોટો સ્ટેપનું આકર્ષણ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 23, 2024, 9:52 AM IST

જૂનાગઢ : નવરાત્રી આડે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અંતિમ તૈયારીઓમાં ખેલૈયાઓ મશગુલ બનતા જોવા મળી રહ્યા છે. જૂનાગઢમાં આવેલા એન્જલ હોબી ઝોનમાં પાછલા અઢી મહિનાથી ખેલૈયાઓ ગરબાના અવનવા સ્ટેપ શીખવા અને તેને તાલીમબધ્ધ કરવા માટે પરસેવો પાડી રહ્યા છે.

ગરબા પ્રેક્ટિસમાં મશગુલ ખેલૈયાઓ : દર વર્ષે નવરાત્રી દરમિયાન અવનવા સ્ટેપ અને ગરબા બજારમાં આવતા હોય છે. જેને લઈને પણ ખેલૈયાઓમાં ખૂબ ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે. ત્યારે નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. આવી સ્થિતિમાં ખેલૈયાઓ નવરાત્રીના નવ દિવસે અવનવા સ્ટેપ સાથે ગરબે ઘૂમીને આ વર્ષની નવરાત્રીને કંઈક ખાસ બનાવવા માટે સતત પરસેવો પાડી રહ્યા છે.

ગલગોટો સ્ટેપનું આકર્ષણ, ગરબા ક્લાસમાં પરસેવો પાડ્યો (ETV Bharat Gujarat)

લેટેસ્ટ ગલગોટો સ્ટેપ : આ વર્ષે નવરાત્રીના પાછલા વર્ષોની માફક જ ગલગોટા નામનો નવો સ્ટેપ આવ્યો છે. પાછલા વર્ષે ત્રણ તાલી અને ગરમાગરમ શીરો ખૂબ જ પ્રચલિત ગરબાના સ્ટેપ બન્યા હતા. આ વર્ષે નવો આવેલો ગલગોટો સ્ટેપ પર ખાસ કરીને મહિલા ખેલૈયાઓમાં પહેલી પસંદ બની રહ્યો છે. ગલગોટો સ્ટેપ મોટેભાગે બેલી ડાન્સ જેવો જોવા મળે છે. જેમાં ખેલૈયાઓએ માત્ર કમરના વર્કઆઉટથી ગરબાના સ્ટેપ કરવાના હોય છે.

ગલગોટો સ્ટેપની તાલીમ : આ સ્ટેપ મહિલા ખેલૈયાઓમાં પહેલી પસંદ બની રહ્યો છે. તેને લઈને ખાસ ગલગોટો સ્ટેપની તાલીમ મહિલા ખેલૈયાઓ મેળવી રહ્યા છે. તો બીજી તરફ પાછલા વર્ષોમાં જે સ્ટેપ ચાલી રહ્યા છે તેનો સંયોગ સાધીને પણ ખેલૈયાઓ પોતાની જાતે કંઈક નવા સ્ટેપ બનાવીને પણ આ વખતની નવરાત્રીને ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવા માટે થનગની રહ્યા છે.

ગરબાની વિશેષ તાલીમ : દર વર્ષે નવરાત્રી શરૂ થાય તેના બે-ત્રણ મહિના અગાઉ જૂનાગઢ શહેરમાં નાના મોટા ગરબાના ક્લાસીસ પણ શરૂ થતા હોય છે. જેમાં ખેલૈયાઓ ખૂબ જ ઉત્સાહ સાથે જોડાઈને દર વર્ષની જેમ આ વર્ષે ગરબાના સ્ટેપમાં કંઈક નવું કરી શકાય તે માટે પરસેવો પાડતા હોય છે. આ વર્ષે અઢી મહિનાથી ખેલૈયાઓ નતનવા સ્ટેપ શીખવા અને પાછલા વર્ષોમાં જે ગરબા સ્ટેપ કર્યા છે તેને ફરી એક વખત તાજા કરવા માટે સતત પરસેવો પાડતા નજરે પડે છે.

  1. નવરાત્રી માટે ખરીદીનું સૌથી મોટું એન્ટિક જવેલરી બજાર એટલે રાણીનો હજીરો
  2. અમદાવાદીઓને ચડ્યો નવરાત્રીનો રંગ : લો ગાર્ડન બજારમાં ખરીદી માટે પડાપડી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.